પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીનું કમળ ખીલ્યું, જાણો RSSએ કેવી રીતે કરી મદદ

રામ માધવના નેતૃત્વમાં બીજેપીએ આસામ, મણિપુર પછી હવે ત્રીપુરામાં પણ જીત મેળવી

divyabhaskar.com | Updated - Mar 03, 2018, 03:04 PM
આરએસએસએ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીને જીત અપાવવામાં ખૂબ મદદ કરી છે
આરએસએસએ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીને જીત અપાવવામાં ખૂબ મદદ કરી છે

આસામ અને મણિપુર પછી ત્રિપુરામાં બીજેપીને જીત અપાવવામાં આરએસએસ બેઝ રામ માધવનો પણ ઘણો મોટો ફાળો છે. રામ માધવને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી ત્યારથીજ તેઓ પૂર્વોત્તર રાજ્યોમાં મહેનત કરી રહ્યા છે.

નવી દિલ્હી: પૂર્વોતર રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીને ઘણી મોટી સફળતા મળી છે. પાર્ટીને ત્રિપુરામાં લેફ્ટની 25 વર્ષની સરકારના શાસનને તોડી પાડવામાં સફળતા મેળવી છે. પાર્ટીની આ જીત એટલા માટે પણ મહત્વની માનવામાં આવે છે કે, કારણકે ગઈ વખતની ચૂંટણીમાં પાર્ટીને અહીં એક પણ સીટ મળી નહતી અને 50માંથી 49 સીટ પર પાર્ટીની જમાનત જપ્ત થઈ ગઈ હતી. પરંતુ આ વખતે અહીં બીજેપીને 2/3 સીટ મળશે તેવું જોવા મળી રહ્યું છે. આસામ પછી પૂર્વોતર રાજ્યોમાં બીજેપીની આ બીજી સૌથી મોટી જીત છે. જોકે આ જીત પાછળ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની પણ ખૂબ મહત્વની ભૂમિકા રહેલી છે.

આસામ અને મણિપુર પછી ત્રિપુરામાં બીજેપીને જીત અપાવવામાં આરએસએસ બેઝ રામ માધવનો પણ ઘણો મોટો ફાળો છે. રામ માધવને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી ત્યારથીજ તેઓ પૂર્વોત્તર રાજ્યોમાં મહેનત કરી રહ્યા છે.

2014 પછી RSSએ કર્યું ફોકસ


2014ની લોકસભા ચૂંટણી પછી ભાજપની જબરજસ્તી જીતમાં પણ આરએસએસની ભૂમિકા ખૂબ મહત્વની રહી હતી. આ જીત પછી આરએસએસએ નાગા ફ્રિડમ મૂવમેન્ટમાં મહત્વની ભૂમિકા નીભાવનાર રાની ગૈડિનલિયૂને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની માગણી કરી હતી. આ માગણી પાછળ સૌથી મોટું કારણ એ હતું કે, પૂર્વોતર રાજ્યોમાં જે સ્વતંત્રતા સેનાનીઓને ભૂલાવી દેવામાં આવ્યા છે તેમને ફરી યાદ કરીને લોકોનું સમર્થન મેળવવું. ભાજપે પૂર્વોત્તર રાજ્યોમાં લોકોનું સમર્થન મેળવવા માટે પ્રચાર પ્રસારની શરૂઆત રાની ગૈડિનલિયુના સન્માન અને જન્મોતસ્વથી કરી હતી. આ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા.

RSSએ ઘણી એનજીઓ સાથે મળીને કર્યું કામ


- અહીં ભાજપે વિકાસની ધીમી ગતીને ચૂંટણીનો મુદ્દો બનાવ્યો હતો. આરએસએસએ પૂર્વોત્તર રાજ્યોના વિકાસની ધીમી ગતીને મુદ્દો બનાવીને સ્થાનિક લોકોને ભાજપ તરફ વાળવાનો પૂરતો પ્રયત્ન કરાવ્યો હતો. આરએસએસએ અહીં તમામ આદિવાસી વિસ્તારોમાં લોકોનો સંપર્ક કર્યો હતો. તે સાથે જ અહીં સ્વાસ્થય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા વનવાસી કલ્યાણ આશ્રમ, સેવા પ્રોજેક્ટને તેમનું સમર્થન આપીને પૂરતી મદદ કરી હતી.

લોકોનો વિશ્વાસ જીત્યા


- આસામમાં ભાજપે જે પ્રમાણે શાનદાર જીત મેળવીને સ્પષ્ટ કરી દીધું છે કે, પાર્ટી પ્રત્યે લોકોનો વિશ્વાસ વધી રહ્યો છે. મણીપુરમાં જીત મેળવીને આ વિશ્વાસ વધારે મજબૂત બન્યો છે. આ જીત પછી આરએસએસએ તેમના પ્રયત્નો સતત ચાલુ રાખ્યા અને ઈસાઈ બહુમતીવાળા વિસ્તારો નાગાલેન્ડ અને મેઘાલયમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ શરૂ કર્યું હતું. તેનો પાર્ટીને જબરજસ્ત ફાયદો મળ્યો છે અને તેના કારણે ત્રિપુરામાં પ્રથમ વખત ભાજપની સરકાર બની રહી છે.

મોહન ભાગવાતે હાથમાં લીધી કમાન


આરએસએસ પોતાની જાતને ગૈર રાજકીય સંસ્થા જણાવી રહી છે પરંતુ આરએસએસના કાર્યકર્તાઓ બાજપ માટે સમર્થન ભેગુ કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે. પૂર્વોત્તર રાજ્યોની ચૂંટણી પહેલાં વડાપ્રધાન મોદી અને તેમના કેબિનેટના તમામ મંત્રીઓએ ત્યાંની મુલાકાત લીધી હતી અને ઘણી મહત્વની જાહેરાતો પણ કરી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં આરએસએસ ચીફ મોહન ભાગવત પણ અહીં સંગઠનના કાર્યક્રમોમાં સામેલ થયા હતા. તેમણએ ગુવાહાટીમાં જાન્યુઆરીમાં કાર્યકર્તાઓના એક વિશાળ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું. આરએસએસના પ્રચારકોનું કહેવું છે કે, આ કાર્યક્રમમાં 5,000થી વધારે સ્વયં સેવકોએ સંઘના પોશાકમાં ભાગ લીધો હતો. તે સમયે આ વિસ્તારમાં સંઘની મજબૂતના સ્પષ્ટ સંકેતો મળ્યા હતા.

આગળની સ્લાઈડમાં જાણો કોણ છે આસામ, મણિપુર પછી ત્રિપુરામાં કમળ ખીલવનાર રામ માધવ

રામ માધવ
રામ માધવ

જાણો કોણ છે આસામ, મણિપુર પછી ત્રિપુરામાં કમળ ખીલવનાર રામ માધવ

 

2014માં જ્યારે આરએસએસના પ્રવક્તા રામ માધવને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવની જવાબદારી સોંપવામાં આવી ત્યારે કોઈને નહતી ખબર કે તેઓ માત્ર ચાર વર્ષમાં જ પાર્ટીના મુખ્ય રણનીતિકાર થઈ જશે. મુશ્કેલથી મુશ્કેલ રાજ્યો કે જ્યાં પાર્ટીનો કોઈ જનાધાર જ નહતો ત્યાં તેમણે આગેવાની કરીને બીજેપીને જીત અપાવી છે. 2015માં જમ્મુ-કાશ્મીરમાં બીજેપી અને પીડીપીમાં ગઠબંધન પછી રામ માધવની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. પાર્ટીમાં આવ્યા પછી તેમણે પૂર્વોત્તર રાજ્યોની જવાબદારી લીધી હતી. 53 વર્ષના રામ માધવના નેતૃત્વમાં બીજેપીએ આસામ અને મણિપુરમાં કોંગ્રેસને હાર અપાવી હતી અને ત્યારપછી તેમણે ત્રિપુરામાં લેફ્ટનો ગઢ તોડી પાજ્યો છે. આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં પણ સહયોગી પાર્ટીમાં બીજેપી છે. 

 

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

RSS helped BJP in Nagaland, Tripura and Meghalaya Assembly election results
X
આરએસએસએ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીને જીત અપાવવામાં ખૂબ મદદ કરી છેઆરએસએસએ પૂર્વોત્તર રાજ્યોમાં બીજેપીને જીત અપાવવામાં ખૂબ મદદ કરી છે
રામ માધવરામ માધવ
RSS helped BJP in Nagaland, Tripura and Meghalaya Assembly election results
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App