RSSએ 70 દેશના નેતાઓને આપ્યું આમંત્રણ, પડોશી દેશ PAKથી રાખ્યું અંતર

મોહન ભાગવત આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરશે
મોહન ભાગવત આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું 'ભવિષ્ય કા ભારત' કાર્યક્રમ છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સંઘ તરફથી સમગ્ર દુનિયામાંથી 70 દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

divyabhaskar.com

Sep 12, 2018, 11:36 AM IST

નેશનલ ડેસ્ક: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નું 'ભવિષ્ય કા ભારત' કાર્યક્રમ છેલ્લાં કેટલાંક દિવસથી ચર્ચાનો વિષય બન્યો છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા સંઘ તરફથી સમગ્ર દુનિયામાંથી 70 દેશોના નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે મહત્વની વાત એ છે કે, આ કાર્યક્રમમાં પડોશી દેશ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી. સૂત્રોના આધારે એવુ પણ જાણવા મળ્યું છે કે, આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આમંત્રણ અપાય તેવી પણ શક્યતા છે. જોકે કોંગ્રેસ નેતાઓ તરફથી રાહુલ ગાંધીને આ કાર્યક્રમમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

આ કાર્યક્રમમાં લેક્ચર સીરિઝ રખાશે


આ કાર્યક્રમમાં સમગ્ર લેક્ચર સીરિઝ રાખવામાં આવી છે જેને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત દ્વારા સંબોધિત કરવામાં આવશે. આરએસએસ ટૂંક સમયમાં જ દરેક નક્કી કરેલા દેશોને ઓફિશિયલ આમંત્રણ આપવાની શરૂઆત કરશે. આ ત્રણ દિવસના કાર્યક્રમની શરૂઆત 17 સપ્ટેમ્બરે થશે.

સંઘના આ કાર્યક્રમનું આયોજન આગામી સપ્તાહથી દિલ્હીમાં થશે. મોહન ભાગવત આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરે તેવી પણ શક્યતા છે. નોંધનીય છે કે, આ તે જ કાર્યક્રમ છે જેમાં દેશના ઘણાં રાજકીય પ્રતિનિધિઓ બોલાવવાની ચર્ચા થઈ રહી છે. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બોલાવવામાં આવે તેવી પણ શક્યતા છે.

RSSના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમમાં ઘણાં દેશના હાઈ કમિશનને આમંત્રણ મોકલવામાં આવશે. પરંતુ પાકિસ્તાનને આમંત્રણ આપવામાં આવશે નહીં. આ કાર્યક્રમમાં દેશના ભવિષ્ય અને તેમાં RSSના રોલ વિશે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમના પહેલાં દિવસે મોહન ભાગવત ભાષણ કરશે જેમાં આરએસએસ તેમના વિચાર રજૂ કતરશે. RSS દ્વારા આયોજિત કરવામાં આવેલો આ કાર્યક્રમ તેમનો પ્રથમ કાર્યક્રમ છે.

X
મોહન ભાગવત આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરશેમોહન ભાગવત આ કાર્યક્રમ દરમિયાન સામાન્ય જનતા સાથે સીધો સંવાદ કરશે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી