ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, ગુજરાતમાં ATM કેશલેસ | Rs 621 Crore Scandal In UCO Bank, ATM Cashless In Rural Areas Including Gujarat

  યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, ગુજરાત સહિત અન્ય ગ્રામીણ વિસ્તારમાં ATM કેશલેસ

  Agency, New Delhi | Last Modified - Apr 15, 2018, 05:14 AM IST

  યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, બીજી બાજુ ગુજરાત સહિત અન્ય ગ્રામીણ વિસ્તારમાં ATM કેશલેસ
  • યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, ગુજરાત સહિત અન્ય ગ્રામીણ વિસ્તારમાં ATM કેશલેસ
   યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, ગુજરાત સહિત અન્ય ગ્રામીણ વિસ્તારમાં ATM કેશલેસ

   નવી દિલ્હી: સીબીઆઈએ યુકો બેન્કના માજી સીએમડી અરુણ કૌલ અને અન્ય 4 સામે 621 કરોડના કૌભાંડનો કેસ દાખલ કર્યો છે. શનિવારે 10 સ્થળે દરોડા પડાયા હતા. જેમાં દિલ્હીમાં 8 અને મુંબઈમાં 2 સ્થળે તપાસ હાથ ધરાઈ હતી. એરા એન્જિનિયરિંંગ ઇન્ફ્રા ઇન્ડિયા લિમિટેડના વડા હેમસિંહ ભદાના, બે સીએ-પંકજ જૈન અને વંદના શારદા તથા પવન બંસલને આરોપી બનાવાયા છે. સીબીઆઈએ શનિવારે કહ્યું કે ગુનેગારોએ ષડયંત્ર રચીને લોનમાં હેરાફેરી કરી યુકો બેન્કને 621 કરોડનો ચુનો લગાવ્યો છે.


   આરોપીઓએ એ કામ માટે બેન્ક લોન મંજૂર કરાવી હતી તેના બદલે તેનો અન્યત્ર ઉપયોગ કરાયો હતો. ગત એપ્રિલમાં બેંગલુરુમાં 19 કરોડની લોનનો કેસ દાખલ કરાયો હતો. આ કેસમાં સીબીઆઈએ બેંકના માજી મે નેજર કે.આર. સરોજા અને અન્યો સામે કેસ દાખલ કર્યો છે.

   અત્યાર સુધીમાં 16761 કરોડના ગોટાળા

   પીએનબીનું 13974 કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ વધુ ત્રણ સહકારી બેન્કના કૌભાંડ એક પછી એક બહાર આવ્યા છે. યુનિયન બેંકમાં 1394, આઈડીબીઆઈમાં 772 અને હવે યુકો બેંકમાં 621 કરોડનો ગોટાળો બહાર આવ્યો છે. આ ઉપરાંત કેટલાક ઉદ્યોગપતિના કૌભાંડ બહાર આવ્યા છે.

   નાણામંત્રાલયે રિઝર્વ બેન્કને પૂરતી માત્રામાં ચલણી નોટો પૂરી પાડવાની સૂચના આપી

   દેશભરમાં નાના શહેરો અને ગ્રામીણ ક્ષેત્રની બેન્કના એટીએમમાંથી રોકડ ગાયબ થઈ ગઈ હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. છેલ્લા એક સપ્તાહથી આ ફરિયાદ વધુ ઉગ્ર બની છે. બેન્કિંગ ક્ષેત્રના જણાવ્યા અનુસાર રિઝર્વ બેન્કપૂરતા પ્રમાણમાં ચલણી નોટ પૂરી પાડતી નહીં હોવાથી એટીએમ ભરી શકાતા નથી. તો બીજી બાજુએ એક બેન્કઅધિકારીએ પોતાનું નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે તેમણે ઉપરથી એવી સૂચના મળી છે કે ડિઝિટલ પેમેન્ટ વધારવા માટે ઓછી માત્રામાં રોકડ અપાશે. હાલમાં ખેડૂતો માટે પણ લણણીનો સમય હોવાથી તેમને પણ રોકડની ઘણી જરૂર પડતી હોય છે. આ ઉપરાંત સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

   રિઝર્વ બેન્કના પગલાં બાદ એટીએમ કેશલેસ બન્યા

   ગુજરાતના નાના શહેરો અને ગ્રામીણ એટીએમમાં પણ આ પ્રકારની હાલાકીનો લોકોને સામનો કરવો પડે છે. આણંદ, નડિયાદ, જૂનાગઢ, ભરૂચ, નવસારી, હિંમતનગર જેવા શહેરોમાં ATM બહાર રોકડ નથી ના પાટિયા ઝૂલે છે. નાણામંત્રાલયે રિઝર્વ બેન્કને પૂરતી નોટ પૂરી પાડવા કહ્યું છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: યુકો બેન્કનું 621 કરોડનું કૌભાંડ, ગુજરાતમાં ATM કેશલેસ | Rs 621 Crore Scandal In UCO Bank, ATM Cashless In Rural Areas Including Gujarat
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top