ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rotomac Pens owner Vikram Kothari brought Patiala House Court by CBI officials

  રોટોમેકના માલિક વિક્રમ કોઠારીને કોર્ટમાં રજૂ કરાયા, 3695 cr.નું ફ્રોડ

  divyabhaskar.com | Last Modified - Feb 23, 2018, 01:46 PM IST

  સીબીઆઈ અધિકારીઓ દ્વારા વિક્રમ કોઠારી અને તેમના દીકરાને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા
  • રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેમના દીકરા રાહુલને સીબીઆઈ અધિકારીઓએ શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેમના દીકરા રાહુલને સીબીઆઈ અધિકારીઓએ શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા

   નવી દિલ્હી: રોટોમેક કંપનીના માલિક વિક્રમ કોઠારી અને તેમના દીકરા રાહુલને સીબીઆઈ અધિકારીઓએ શુક્રવારે પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કર્યા છે. રૂ. 3695 કરોડની લોન નહીં ચૂકવવાના આરોપમાં તેને દિલ્હીની પટિયાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ગુરુવારે રાતે સીબીઆઈએ તેમની ધરપકડ કરી હતી. કાનપુરથી અટકાયતમાં લીધા પછી સીબીઆઈ બુધવારે તેમને પૂછપરછ માટે દિલ્હી લાવી હતી. તપાસ એજન્સીના જણાવ્યા પ્રમાણે 3 દિવસની પૂછપરછમાં તેમને સહેજ પણ સહયોગ મળ્યો નથી. ઈન્કમ ટેક્સ વિબાગે કંપનીના 14 બેન્ક એકાઉન્ટ અટેચ કરી લીધા છે. આ કાર્યવાહી બેન્ક ઓફ બરોડાની ફરિયાદ પછી કરવામાં આવી છે. સીબીઆઈએ 19 ફેબ્રુઆરીએ કોઠારીના કાનપુરમાં આવેલા ઘર સહિત 3 જગ્યા ઉપર દરોડા પાડ્યા હતા.

   તપાસમાં મદદ નથી કરી રહ્યા કોઠારી

   - સીબીઆઈ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિક્રમ અને રાહુલ કોઠારીની 3 દિવસ સુધી પૂછપરછ કરવામાં આવી છે પરંતુ તેમણે કૌભાંડનો કોઈ રસ્તો જણાવ્યો નથી. તેમણે એવુ પણ જણાવ્યું નથી કે, લોનની રકમનો તેઓ ક્યાં અને કેવી રીતે ઉપયોગ કરતા હતા.
   - તેમણે શેલ કંપનીઓની માહિતી પણ આપી નથી જેમાં લોનની રૂ. 2,919 કરોડની રકમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કૌભાંડમાં બેન્ક અને બહારના કોણ કોણ સામેલ છે તે વિશેની પણ કોઈ માહિતી આપવામાં આવી નથી.
   - પૂછપરછ અને તપાસમાં સહયોગ ન કરતા હોવાથી બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rotomac Pens owner Vikram Kothari brought Patiala House Court by CBI officials
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `