ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી રોહિંગ્યા મુસ્લિમોની અંગત અને બાયોમેટ્રિક જાણકારી માંગી | Centre Governement asked states confine ilegal Rohingya locations

  કેન્દ્રએ રોહિંગ્યા મુસ્લિમોની જાણકારી સાર્વજનિક કરવા રાજ્યોને લખ્યો પત્ર

  Divyabhaskar.com | Last Modified - Jun 04, 2018, 09:34 AM IST

  રાજ્ય સરકારો પાસેથી રોહિંગ્યા મુસ્લિમોની અંગત અને બાયોમેટ્રિક જાણકારી માગવામાં આવી છે, તેમજ કોઈ ઓળખ કાર્ડ ન આપવા જણાવાયુ
  • રોહિંગ્યાને કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રોહિંગ્યાને કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે (ફાઈલ)

   નેશનલ ડેસ્કઃ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર સહિત અન્ય રાજ્યોને કહ્યું છે કે તેઓ રાજ્યોમાં ગેરકાયદેસર રીતે રહેતાં રોહિગ્યાઓને સીમિત રાખે. રાજ્ય સરકારો પાસેથી રોહિંગ્યા મુસ્લિમોની અંગત અને બાયોમેટ્રિક જાણકારી માગવામાં આવી છે. આ ઉપરાંત તેઓને કોઈપણ પ્રકારનું ઓળખ કાર્ડ, આધાર કાર્ડ ન આપવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી આ પ્રકારની કવાયત એટલે કરવામાં આવી રહી છે કે જેથી મ્યાનમાર સાથે જાણકારી સાર્વજનિક કરી શકાય અને ગેરકાયદેસર રીતે રહેતાં શરણાર્થીઓ તરીકે ભારતમાં રહેતા રોહિંગ્યાને તેના વતન પાછા મોકલી શકાય.

   કેમ્પમાં માઓવાદીની હાજરીનો ખતરો

   - એક અંગ્રેજી અખબારના છપાયેલાં સમાચાર મુજબ સરકારને ડર છે કે નિર્ધારિત કેમ્પો ઉપરાંત રોહિંગ્યા અન્ય સ્થાનો પર વસી ન જાય.
   - સાથે તેમના કેમ્પમાં માઓવાદીની હાજરીનો ખતરો પણ હોય શકે છે જેને જોતા સરકારે તેમનો દાયરો સીમિત કરવાનો નિર્ણય કર્યો છે.

   કેન્દ્ર સરકારે રાજ્યોને લખ્યો પત્ર

   - રાજ્ય સરકારોને લખેલા પત્રમાં કહેવાયું છે કે રોહિંગ્યા અને તેમની સાથે કેમ્પમાં રહેતા વિદેશી નકલી ઓળખ પત્રોનો ગેરઉપયોગ કરીને ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સામેલ થઈ શકે છે.
   - સાથે જ પાન કાર્ડ, વોટર કાર્ડ જેવાં દસ્તાવેજોનો દુરૂપયોગ પણ કરી શકે છે.
   - આ ઉપરાંત રોહિંગ્યા મુસ્લિમોના કટ્ટરપંથીઓની ચુંગલમાં પણ આવી શકે તેવો ખતરો વ્યક્ત કરાયો છે.
   - ગૃહ મંત્રાલયે જણાવ્યું કે જમ્મુ કાશ્મીર ઉપરાંત આ પત્ર અન્ય રાજ્ય સરકારોને પણ લખવામાં આવ્યો છે.

   ભારતમાં ક્યાં ક્યાં વસી ગયા છે રોહિંગ્યા?

   - ગુપ્ત માહિતી મુજબ દેશભરમાં લગભગ 40 હજાર રોહિંગ્યા મુસ્લિમ ગેરકાયદેસર રીતે રહે છે. જેમાંથી 7,096 માત્ર જમ્મુમાં જ છે જ્યારે કે હૈદરાબાદમાં 3,059, મેવાતમાં 1200, જયપુરમાં 400 અને દિલ્હીના ઓખલા વિસ્તારમાં તેમની વસ્તી 1,061ની નજીક છે.
   - મંત્રાલય મુજબ પશ્ચિમ બંગાળ અને આસામમાં એવું નેટવર્ક કામ કરે છે કે જે રોહિંગ્યા મુસ્લિમ દેશમાં આવતા જ તેમને ઓળખ સાથે જોડાયેલાં નકલી દસ્તાવેજો આપવામાં આવે છે.
   - મુસ્લિમ સંગઠનોના કેટલાંક NGO પણ છે જે કેમ્પમાં રહેતા રોહિંગ્યાને સામાન ઉપલબ્ધ કરાવે છે.
   - ગુપ્ત સૂત્રોની માહિતી મુજબ કેરળ, કર્ણાટક અને તામિલનાડુ જેવાં રાજ્યોમાં પણ તેઓની વસ્તી વધી રહી છે. સાથે જ જમ્મુ, હૈદરાબાદ અને આંદામાનમાં નવા શરણાર્થીઓ આવી રહ્યાં છે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • ગુપ્ત માહિતી મુજબ દેશભરમાં લગભગ 40 હજાર રોહિંગ્યા મુસ્લિમ ગેરકાયદેસર રીતે રહે છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગુપ્ત માહિતી મુજબ દેશભરમાં લગભગ 40 હજાર રોહિંગ્યા મુસ્લિમ ગેરકાયદેસર રીતે રહે છે (ફાઈલ)

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો પાસેથી રોહિંગ્યા મુસ્લિમોની અંગત અને બાયોમેટ્રિક જાણકારી માંગી | Centre Governement asked states confine ilegal Rohingya locations
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `