કાબુલની ઈન્ડિયન એમ્બેસી પર રોકેટથી હુમલો, ITBPના બેરેકને નુકસાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: કાબુલમાં ઈન્ડિયન એમ્બેસી પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે. એમ્બેસીની સિક્યુરિટીની જવાબદારી સંભાળનાર ઈન્ડો- તિબેટિયન બોર્ડર પોલીસ એટલે કે ITBPની એક બેરેકને નુકસાન થયું છે. જોકે કોઈ જવાન કે ઓફિસરને કોઈ નુકસાન થયું નથી. એમ્બેસીનો સ્ટાફ પણ સંપૂર્ણ રીતે સુરક્ષીત છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જાતે ટ્વિટ કરીને આ વિશેની માહિતી આપી છે. ઈન્ડિયન એમ્બેસી અફઘાનિસ્તાનના પાટનગરના ગ્રીન ઝોનમાં છે. તેને સૌથી સુરક્ષીત માનવામાં આવે છે. 

 

ITBPની ત્રણ ફ્લોરની બિલ્ડિંગ છે


- કાબુલની ઈન્ડિયન એમ્બેસીમાં ITBPના જવાનો અને ઓફિસરો માટે સ્પેશિયલ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે. આ ત્રણ ફ્લોરની બિલ્ડિંગ છે. 
- સોમવારે મોડી રાતે અહીં સૌથી ઉપરના ફ્લોરમાં એક રોકેટ અથડાયું હતું. અફઘાનિસ્તાનની ટોલો ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આ પ્રકારના રોકેટનો ઉપયોગ મોટાભાગે તાલિબાની આતંકીઓ દ્વારા કરવામાં આવતો હોય છે. આતંકીઓને આ રોકેટ પાકિસ્તાની આર્મીની મદદથી મળતા હોય છે. 

 

સુષ્માએ ટ્વિટ કરીને આપી માહિતી


- વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે સોમવારે રાતે જ ફોન પર ઓફિસરોને ઘટનાની માહિતી આપી હતી. ત્યારપછી તેમણે ટ્વિટ કરીને કાબુલની ઈન્ડિયન એમ્બેસી પર રોકેટ છોડવામાં આવ્યું હોવાની માહિતી આપી હતી. તેમાં કોઈને નુકસાન થયું નથી. 

- ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અહીં ITBPની પહેલી બેરેકમાં રોકેટના કારણે અમુક દિવાલો ટૂટી ગઈ છે. પરંતુ કોઈ જવાન કે ઓફિસરને કોઈ નુકસાન થયું નથી. અફઘાનિસ્તાનની ખાનગી એજન્સી આ વિશે તપાસ કરી રહી છે. 
- અત્યારસુધી એ સ્પષ્ટ થઈ શક્યું નથી કે આ હુમલો જાણી જોઈને કરવામાં આવ્યો છે કે, રોકેટનો ટાર્ગેટ કઈક અલગ હતો અને તે ભૂલમાંથી અહીં આવીને ઈન્ડિયન એમ્બેસીને અથડાયું છે.
- વિદેશ મંત્રીના પ્રવક્તા રવીશ કુમારે પણ આ ઘટનાનો ખુલાસો કર્યો છે. 

પહેલાં પણ થયા છે હુમલા
- કાબુલમાં ઈન્ડિયન એમ્બેસી પાસે માર્ચ 2017માં સુસાઈડ એટેક થયો હતો, તેમાં 90 લોકોના મોત થયા હતા.
- જલાલાબાદની ઈન્ડિયન કોન્સ્યુલેટને પણ 2016માં ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમાં 9 લોકોના મોત થયા હતા.
- કાબુલમાં ઈન્ડિયન કોન્સ્યુલેટ પર 2008 અને 2009માં પણ હુમલો કરવામાં આવ્યો હતો. 

અન્ય સમાચારો પણ છે...