બીકાનેર જમીન ખરીદ મામલો / જયપુરમાં ED ઓફિસે પહોંચ્યા વાડ્રા, આજે 30 સવાલ પૂછવામાં આવી શકે છે

Four officers ED questioning vadra at ed office Second day in jaipur

  • મંગળવારે EDએ રોબર્ટ વાડ્રાની લગભગ 9 કલાક સુધી પૂછપરછ કરી
  • EDએ વાડ્રાની માતાની પણ પૂછપરછ કરી, તેઓ કંપનીમાં ડાયરેક્ટર હતા

divyabhaskar.com

Feb 13, 2019, 01:11 PM IST

જયપુરઃ બીકાનેર જમીન ખરીદ કૌભાંડમાં આજે ફરી રોબર્ટ વાડ્રા EDની ઓફિસે પહોંચ્યા છે. મંગળવારે લગભગ 9 કલાકની પૂછપરછ પછી EDએ તેમને બુધવારે પણ પૂછપરછ માટે બોલાવ્યાં હતા. મળતી માહિતી મુજબ વાડ્રાથી આજે લગભગ 30 સવાલ પૂછવામાં આવી શકે છે. આ દરમિયાન દિલ્હીથી આવેલાં EDના અધિકારીઓ પણ હાજર રહેશે.

જયપુરની ED ઓફિસમાં વાડ્રાથી એક અલગ રૂમમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. જ્યાં 4 અધિકારીઓ ઉપરાંત કોઈને આવવાની મંજૂરી નથી. અન્ય અધિકારીઓ તેમજ ઓફિસમાં કામ કરતાં લોકોના ફોન લોકરમાં રખાવી દીધાં છે. રોબર્ટ વાડ્રાથી ત્રીજા તબક્કાની પૂછપરછમાં મહેશ નાગર અંગે જાણકારી લેવામાં આવી રહી છે. નોંધનિય છે કે મહેશ કોંગ્રેસના એક ધારાસભ્યના ભાઈ છે. તો રોબર્ટની માતા મૌરિનની આજે કોઈ પૂછપરછ કરવામાં નહીં આવે. મંગળવારે EDએ તેમની માતાની પૂછપરછ કરી હતી. મંગળવારે EDના અધિકારીઓએ સૌથી પહેલાં વાડ્રાની માતાને લગભગ પોણા બે કલાકમાં 10 સવાલો પૂછ્યાં હતા. જે બાદ તેમને મોકલી દીધા હતા.

મંગળવારે વાડ્રાને કરવામાં આવેલા સવાલો: ED અધિકારીઓએ મંગળવારે વાડ્રાને બીકાનેરમાં જ જમીન કેમ લીધી, કોને ડીલ કરાવી હતી જેવાં 20 સવાલો પૂછ્યાં હતા. તો વાડ્રાએ કહ્યું કે તેમની પાસે છુપાવવા જેવું કંઈ જ નથી. કેટલી પણ લાંબી પૂછપરછ માટે તૈયાર છું. EDની સામે વાડ્રાની જયપુરમાં આ પહેલી પેશી હતી. તે પહેલાં તેઓ લંડનની સંપત્તિઓના મામલે દિલ્હીમાં ત્રણ વખત EDની સામે હાજર થઈ ચુક્યાં છે.

75 વર્ષની માને પરેશાન કરે છે સરકાર: પૂછપરછ પહેલાં વાડ્રાએ માતાની સાથે ફોટો ટ્વીટ કરી અને લખ્યું- 75 વર્ષની માતાને રાજકીય બદલાની ભાવનાથી સરકાર પરેશના કરે છે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ ED ઓફિસની બહારે પ્રદર્શનો પણ કર્યા હતા. બીકાનેર જમીન મામલામાં વાડ્રા પર આરોપ છે કે તેઓએ 79 લાખ રૂપિયામાં 270 વીઘા જમીન ખરીદી 3 વર્ષ પછી 5.15 કરોડ રૂપિયામાં વેંચી દીધી હતી. EDના અનેક સમન બાદ પણ તેઓ હાજર થયા ન હતા. જે બાદ હવે કોર્ટના નિર્દેશ પછી તેઓ પહોંચ્યા છે. વાડ્રાની સ્કાયલાઈટ હોસ્પિટલિટી કંપનીમાં તેમના માતા ડાયરેક્ટર હતા.

પ્રિયંકા અને વાડ્રાથી કોંગ્રેસ નેતાઓનું અંતર: સૂત્રોના જણાવ્યા મુજબ પ્રિયંકાએ પ્રદેશના કોંગ્રેસ નેતાઓને પહેલેથી એવું જણાવી દીધું હતું કે તેમને કે તેમના પતિને મળવા માટે કોઈ પાર્ટીના નેતા નહીં આવે. આ મામલો પારિવારિક છે. પ્રદેશના કોંગ્રેસ નેતાઓને તેમના પક્ષમાં ઊભા રહેવાથી પબ્લિકમાં ખોટો મેસેજ જઈ શકે છે. એવામાં લોકસભા ચૂંટણીમાં પાર્ટીને કોઈ નુકસાન ઉઠાવવું ન પડે. તેને જોતાં પ્રદેશનો કોઈ પણ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા કે તેમની પતિ રોબર્ટ વાડ્રાની આજુબાજુ પણ નજરે ન ચડ્યો.

X
Four officers ED questioning vadra at ed office Second day in jaipur
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી