મનિ લોન્ડરિંગ કેસ / માને EDની પૂછપરછ પર વાડ્રાએ કહ્યું- સરકાર બદલો લઈ રહી છે, 75 વર્ષની વૃદ્ધાને પરેશાન કર્યા

ED will inquire today in Jaipur Robert Vadra and his mother Maureen in Bikaner property case

 • બીકાનેરમાં માત્ર 79 લાખમાં ખરીદેલી જમીન 5.15 કરોડમાં વેચવાનો આરોપ
 • રાજસ્થાન હાઈકોર્ટે વાડ્રા અને તેમની માતાને ઈડીની સામે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો.
 • ઉત્તરપ્રદેશની મુલાકાત છોડીને પ્રિયંકા પણ જયપુર પહોંચી

divyabhaskar.com

Feb 12, 2019, 06:31 PM IST

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રા અને તેમની માતા મૌરીન વાડ્રા સાથે જયપુરની ઈડી ઓફિસમાં પૂછપરછ થઈ રહી છે. આ પૂછપરછ બીકાનેર લેન્ડ ડીલ સાથે જોડાયેલી છે. અહીં 11 ઓફિસર્સ વાડ્રા અને તેમની માતાની પૂછપરછ કરી રહ્યા છે. મંગળવારે રોબર્ટ વાડ્રાની માતાની પહેલા તબક્કાની પૂછપરછ કરવામાં આવી છે. ઈડીએ આ દરમિયાન તેમનું સેલ્ફ ડિક્લેરેશન લીધુ છે. જ્યારે રોબર્ટ વાડ્રાની પૂછપરછ હજુ ચાલી રહી છે. જયપુરની એક હોટલમાં ચાલી રહેલી પૂછપરછમાં ઈડીએ રોબર્ટ વાડ્રાને આ સવાલો કર્યા હતા.

રોબર્ટ વાડ્રાને પૂછવામાં આવેલા સવાલો?;

 • તેમની કંપની સ્કાઈલાઈટ હોસ્ટપિટેલિટીના કેટલા ડિરેક્ટર છે?
 • તમે ક્યારથી કંપનીના ડિરેક્ટર છો?
 • કંપની શું કામ કરે છે?
 • કેટલી બેન્કમાં કંપનીના ખાતા છે?
 • તમારા કેટલા બેન્ક એકાઉન્ટ છે?
 • કંપનીની બિઝનેસ ડિટેલ્સ શું છે?
 • સ્કાઈલાઈટ સાથે કેટલી કંપનીઓ જોડાયેલી છે?
 • બીકાનેરમાં જમીન વિશે કેવી રીતે ખબર પડી?
 • શું તમને ખબર હતી કે જમીન સરકારની છે?

વાડ્રાએ સરકાર સામે કર્યા પ્રહાર: ઈડીની પૂછપરછ પહેલાં રોબર્ટ વાડ્રાએ કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, હું મારી 75 વર્ષની માતા સાથે ઈડીની સામે રજૂ થવા જઈ રહ્યો છે. આ કેન્દ્ર સરકાર સીનિયર સિટિઝન સાથે આ પ્રકારનો વ્યવહાર કરી રહી છે. જેમણે એક કાર ક્રેશમાં તેમની એક દીકરીને ગુમાવી દીધી છે અને તેમણે તેમના પતિ અને એક દિકરાને પણ ગુમાવી દીધો છે.

વાડ્રાએ જણાવ્યું કે, ઘરમાં એક પછી એક ત્રણ મોત થતાં મેં તેમને થોડો સમય મારી ઓફિસમાં પસાર કરવા કહ્યો અને તે સંજોગોમાં પણ તેમની પર આવા આરોપ લગાવી દેવામાં આવ્યા છે. રોબર્ટ વાડ્રાએ મોદી સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, 4 વર્ષ અને 8 મહિનામાં આ સરકારે કશુ નથી કર્યું અને હવે લોકસભા ચૂંટણીના એક મહિના પહેલાં જ આક્રમક વલણ અપનાવી રહી છે. શું સરકારને એવું લાગે છે કે લોકોને આ દેખાતું નથી.

સેનાની જમીન હતી, તેને વેચી ન શકાય: 2007માં વાડ્રાએ સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી પ્રાઈવેટ લિમિટેડ નામથી એક કંપની બનાવી હતી. વાડ્રા અને તેમની માતા મૌરિન તે કંપનીના ડિરેક્ટર હતા. ત્યારપછી કંપનીનું નામ સ્કાઈલાઈટ હોસ્પિટાલિટી લિમિટેડ લાયાબિલિટિ કરી દેવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન સમયે કહેવામાં આવ્યું હતું કે, આ કંપની રેસ્ટોરન્ટ, બાર અથવા કેન્ટિન ચલાવવા જેવું કામ કરશે.

ફાયરિંગ રેન્જની જમીન હોવાનો આરોપ: વાડ્રાની કંપનીએ 2012માં કોલાયત વિસ્તારમાં 270 વિઘા જમીન રૂ. 79 લાખમાં ખરીદી હતી. આરોપ છે કે, બીકાનેરમાં ભારતીય સેનાની મહાજન ફિલ્ટ ફાયરિંગ રેન્જની જમીન હતી. આ જમીનનો અમુક ભાગ પર વિસ્થાપિત લોકોને આપવામાં આવ્યો હતો પરંતુ તેમાંથી અમુક લોકોએ નકલી દસ્તાવેજ બનાવીને આ જમીન વાડ્રાની કંપનીને વેચી દીધી. જ્યારે સેનાની જમીનને વેચી શકાય નહીં. ત્યારપછી વાડ્રાની કંપનીએ આ જમીન પાંચ કરોડમાં વેચી દીધી. ઈડીએ આ કેસમાં અમુક સ્થાનિક અધિકારીઓની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું માન્યું છે.

વસુંધરા સરકારે શરૂ કરાવી હતી તપાસ: 2013માં રાજસ્થાનમાં ભાજપ સરકાર બની અને મુખ્યમંત્રી વસુંધરા રાજેએ આ જમીન સોદાની તપાસ શરૂ કરાવી હતી. 2014માં જમીન સોદા વિશે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. કુલ 16 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં ચાર કેસમાં વાડ્રાની કંપની સંકળાયેલી હતી. ત્યારપછી રાજ્ય સરકારે આ કેસ સીબીઆીને સોંપી દીધો હતો. સીબીઆઈએ 31 ઓગસ્ટ 2017માં આઈપીસીની કલમ 420, 461, 478 અને 471 અંર્તગત કેસ નોંધ્યો છે.

X
ED will inquire today in Jaipur Robert Vadra and his mother Maureen in Bikaner property case
COMMENT

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી