Divya Bhaskar

Home » National News » Desh » Robbers came to loot the bank but womans bravery saved the bank robbers left at Ranchi

બાળક માટે થઇને લૂંટારાઓ સામે માતાએ ભીડી બાથ, હથિયાર છોડી બેંકમાંથી ભાગ્યા

Divyabhaskar.com | Updated - May 27, 2018, 04:04 PM

શારજાહે ભાગવાની કોશિશ કરી, પરંતુ લૂંટારાઓએ રોકી લીધી ને પિસ્તોલ બતાવીને તેને ઊભા રહેવા માટે કહ્યું

  • Robbers came to loot the bank but womans bravery saved the bank robbers left at Ranchi
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બેંક ખૂલતાં જ છ લૂંટારાઓ પહોંચ્યા, પટાવાળાને કબ્જામાં લીધો.

    રાંચી: બાળકો માટે માતાના સંઘર્ષે શુક્રવારે વનાંચલ ગ્રામીણ બેંકને લૂંટતા બચાવી લીધી. છ લૂંટારાઓ હતા, પરંતુ મહિલાની હિંમત આગળ તેમની એક ન ચાલી. હથિયાર છોડીને ભાગવા પર તેમને મજબૂર થઇ જવું પડ્યું.

    શું છે મામલો

    - શુક્રવારે સવારે 10.10 વાગે પટાવાળો બજરંગી રામ બેંકની સફાઈ કરી રહ્યો હતો. ત્યારે જ છ હથિયારધારી લૂંટારાઓ બેંકમાં ઘૂસી ગયા. બજરંગીને કબ્જામાં લઇને ચાવી માંગવા લાગ્યા.

    - ત્યારે જ પાઠક પગાર ગામની શારજાહ બીબી પૈસા કાઢવા માટે બેંક પહોંચી. તેની સાથે 3 વર્ષનો તેનો દીકરો પણ હતો, જે બહાર રહી ગયો.
    - શારજાહે ભાગવાની કોશિશ કરી, પરંતુ લૂંટારાઓએ રોકી લીધી. પિસ્તોલ બતાવીને તેને ઊભા રહેવા માટે કહ્યું, પરંતુ તેણે એક ન સાંભળી. તે લૂંટારાઓ સામે લડી. હાથ છોડાવીને ચીસો પાડતી તે બહાર નીકળી અને બૂમો પાડવા લાગી. આસપાસના લોકો તેની બૂમો સાંભળીને ભેગા થઇ ગયા. આ જોઇને લૂંટારાઓ હથિયાર મૂકીને ફરાર થઇ ગયા.

    શારજાહ બોલી- હિંમત ન બતાવતી તો બેંક લૂંટાઇ જાત

    - શારજાહ બીબીએ ભાસ્કરને જણાવ્યું કે- હું બાળકોના ભણતર માટે રૂપિયા કાઢવા વનાંચલ ગ્રામીણ બેંક ગઇ હતી.

    - બેંકમાં પહેલેથી જ લૂંટારાઓ હાજર હતા. હું બેંકમાંથી નીકળવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ મને પકડી લીધી અને પિસ્તોલ મારા માથે તાકી. મારું બાળક બહાર રહી ગયું હતું.
    - મેં વિચાર્યું કે જો હિંમત ન દેખાડી તો બેંક તો લૂંટાશે જ પણ મારો જીવ પણ જઇ શકે છે. એટલે જીવની પરવા કર્યા વગર જ લૂંટારાઓ સામે બાથ ભીડી.
    - તેમનાથી હાથ છોડાવીને બહાર નીકળી આવી. સતત બૂમો પાડી રહી હતી. બૂમો સાંભળીને લોકો ભેગા થઇ ગયા એટલે લૂંટારાઓ ભાગી નીકળ્યા.

  • Robbers came to loot the bank but womans bravery saved the bank robbers left at Ranchi
    દીકરો બહાર રહી ગયો હતો. જીવની પરવા કર્યા વગર લૂંટારાઓ સામે બાથ ભીડી.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending