ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» દારૂડિયા બાઈકરે ટક્કર મારી દીધી, એક ભૂલના કારણે હવે 6 મહિનાથી છે કોમામાં| Road Accident Case in Jalandhar, Punjab

  મહિના પછી જવાનું હતું કેનેડા: દારૂડિયા બાઈકરે ટક્કર મારી દીધી, એક ભૂલના કારણે 6 મહિનાથી છે કોમામાં

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 07:00 AM IST

  ગયા વર્ષે 1 નવેમ્બરે થયો હતો એક્સિડન્ટ, ત્યારપછીથી વિશાલ કોમામાં છે
  • મહિના પછી જવાનું હતું કેનેડા: દારૂડિયા બાઈકરે ટક્કર મારી દીધી, એક ભૂલના કારણે 6 મહિનાથી છે કોમામાં
   મહિના પછી જવાનું હતું કેનેડા: દારૂડિયા બાઈકરે ટક્કર મારી દીધી, એક ભૂલના કારણે 6 મહિનાથી છે કોમામાં

   જાલંઘર: આઈલેટ્સ પછી વિશાલને કેનેડાના વિઝા મળી ગયા હતા. એક મહિના પછીની ફ્લાઈટ હતી. આખો પરિવાર ખુશ હતો કે તેમનો એક નો એક દીકરો કેનેડા જઈને તેની લાઈફ સેટ કરવાનો છે. પરંતુ એક એક્સિડન્ટમાં વિશાલની આખી જિંદગી બરબાદ થઈ ગઈ. સેન્ટ્રલ ટાઉનમાં કરિયાણાની દુકાન ચલાવનાર અશોક કુમારે જણાવ્યું કે, દારૂ પીને બાઈક ચલાવી રહેલા એક દારૂડિયાએ મારા છોકરાનું જીવન બરબાદ કરી દીધું. 24 વર્ષના વિશાલનો ગયા વર્ષે 1 નવેમ્બરના રોજ અકસ્માત થયો હતો. ત્યારથી તે કોમામાં છે.

   ડિવાઈડરથી અથડાઈ ગયો હતો


   - વિશાલનું સપનું કેનેડા જઈને સેટ થવાનું હતું. ત્યાં જતા પહેલાં તે ઈલેક્ટ્રીશિયન પાસે ટ્રેનિંગ લઈ રહ્યા હતા.
   - બપોરે તે સ્કૂટર પર કોઈ કામ માટે દુકાનથી નીકળ્યો તો રોંગ સાઈડમાંથી આવી રહેલા એક બાઈક ચાલકે તેને ટક્કર મારી દીધી હતી.
   - ટક્કર એટલી જોરદાર હતી કે વિશાલ ડિવાઈડરથી અથડાયો અને ઘાયલ થઈ ગયો.

   હવે સારવાર માટે કેનેડા લઈ જઈશું


   મા કુલંત કૌરે જણાવ્યું કે, દીકરાની સારવાર માટે ધિરાણ લેવુ પડ્યું છે. વિશાલના કાકા કેનેડામાં છે. અમારો પરિવાર વિશાલને કેનેડા લઈને જ સારવાર કરાવવા ઈચ્છે છે.

   આરોપી ચાલકને કર્યો માફ


   - એક્સિડન્ટ પછી ખુલાસો થઈ ગયો કે આરોપી ચાલક દારૂના નશામાં હતો. તેમ છતા વિશાલના પિતાએ કેસ નથી કર્યો. તેમણે કહ્યું કે, અમારી સાથે જે થવાનું હતું તે થઈ ગયો. અમે આરોપી ઉપર એટલા માટે કેસ નથી કર્યો કે તેને તેના ગુનાનો પસ્તાવો થાય. અમે હાલ દરેક વ્યક્તિને એક જ સલાહ આપીએ છીએ કે, દારૂ પીને ગાડી ન ચલાવો. કારણકે તમારી એક ભૂલ કોઈનું જીવન બરબાદ કરી શકે છે.

   નિયમ કડક કરવાની જરૂર


   ટ્રાફિક પોલીસે ડ્રન્ક એન્ડ ડ્રાઈવ કેસમાં ગયા વર્ષે 1927 અને આ વર્ષે અત્યાર સુધીમાં 430 ચલણ કાપ્યા છે. આમ, એવરેજ જોવામાં આવે તો દર મહિને 100 ચલણ પણ કાપવામાં આવતા નથી. આમ, આ સંજોગોમાં પોલીસે નિયમ કડક કરવાની જરૂર છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: દારૂડિયા બાઈકરે ટક્કર મારી દીધી, એક ભૂલના કારણે હવે 6 મહિનાથી છે કોમામાં| Road Accident Case in Jalandhar, Punjab
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `