1

Divya Bhaskar

Home » National News » Latest News » National » મધ્યપ્રદેશ કટની-ઉમરિયા હાઇવે પર રોડ અકસ્માત | Road accident between Truck and autos on Katni Umariya highway in MP

MPમાં કરૂણ દુર્ઘટનાઃ ટ્રકે બે રિક્ષાને મારી ટક્કર, 10નાં મોત, 4 ઘાયલ

Divyabhaskar.com | Last Modified - Apr 07, 2018, 01:34 PM IST

મધ્યપ્રદેશના કટની-ઉમરિયા નેશનલ હાઇવે 78 પર શનિવારે રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થઇ ગયા છે

  • મધ્યપ્રદેશ કટની-ઉમરિયા હાઇવે પર રોડ અકસ્માત | Road accident between Truck and autos on Katni Umariya highway in MP
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓટોમાં મહિલા, બાળકો સહિત 14 લોકો સવાર હતા.

    ભોપાલ: મધ્યપ્રદેશના કટની-ઉમરિયા નેશનલ હાઇવે 78 પર શનિવારે રોડ અકસ્માતમાં 10 લોકોના મોત થઇ ગયા છે. પોલીસે 4 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, ઉમરિયા તરફ જઇ રહેલી બેકાબૂ ટ્રકે બે ઓટોરિક્ષાને ટક્કર મારી. અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા અને ઘાયલો માટે 50 હજાર રૂપિયાના વળતરનું એલાન કર્યું છે.

    કેવી રીતે થયો અકસ્માત

    - મળતી માહિતી પ્રમાણે, અકસ્માત શનિવારે સવારે સાડા 9 વાગે બડવારા પોલીસ-સ્ટેશન વિસ્તારમાં થયો. અહીંયા નેશનલ હાઇવે 78 પર ટ્રક કટનીથી ઉમરિયા તરફ જઇ રહ્યો હતો, જ્યારે 2 ઓટોરિક્ષા ઉમરિયાથી કટની તરફ જઇ રહી હતી. મઝગાંવ પાસે ટ્રક બેકાબૂ થઇ ગયો અને ઓટોરિક્ષાને ટક્કર મારી દીધી.

    ટક્કર વાગતા જ દૂર જઇને પડ્યા રિક્ષામાં સવાર લોકો

    - પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે ટ્રક અતિશય સ્પીડમાં હતી. ટક્કર પછી એક ઓટોરિક્ષા ઘણે ફૂટ દૂર જઇને પલટી ખાઇ ગઇ, જ્યારે બીજીને ટ્રકે કચડી નાખી. તેમાં બેઠેલા 9 લોકોના મોત થઇ ગયા, જ્યારે આશરે 5 લોકો બંને ઓટોરિક્ષામાં ફસાયેલા હતા. રાહદારીઓએ ગામલોકોની મદદથી તેમને બહાર કાઢ્યા અને પોલીસને જાણ કરી.

    ટ્રક ડ્રાઇવર ફરાર, ગુસ્સે થયેલા લોકોએ કર્યો જામ

    - અકસ્માત પછી ટ્રક ડ્રાઇવર ફરાર થઇ ગયો. ઘટનાને લઇને લોકો અત્યંત રોષે ભરાયા અને તેમણે હાઇવે જામ કરી દીધો. ત્યારબાદ પોલીસે તેમને સમજાવીને ટ્રાફિક સામાન્ય કર્યો.

    માછલીઓ વેચવા જઇ રહ્યા હતા લોકો

    - જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક લોકો માછલીઓ મારવા માટે બે ઓટોરિક્ષામાં સવાર થઇને બનહરા તળાવ ગયા હતા. અહીંથી ઘરે પાછા ફરતા સમયે અકસ્માત થયો. તેઓ માછલીઓ વેચવા માટે કટની જવાના હતા. મૃતકોમાં કેટલાકની ઓળખ ભીમ સિંહ, સુનીલ ચૌધરી, નીલુ બધેલ તરીકે થઇ છે.

    CMએ અકસ્માત પર દર્શાવ્યું દુઃખ

    - ઘટના પછી ધારાસભ્ય સંદીપ જયસ્વાલ પણ સ્થળ પર પહોંચ્યા. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા બાદ મુખ્યમંત્રીને અકસ્માતની જાણકારી આપી.

    - સીએમ શિવરાજે દુઃખ દર્શાવતા મૃતકોના પરિવારજનોને એક લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાના વળતરનું એલાન કર્યું છે.

    દુર્ઘટનાની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ ક્લિક કરો

    ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર
  • મધ્યપ્રદેશ કટની-ઉમરિયા હાઇવે પર રોડ અકસ્માત | Road accident between Truck and autos on Katni Umariya highway in MP
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અકસ્માત પછી લોકોએ હાઇવે જામ કર્યો.
  • મધ્યપ્રદેશ કટની-ઉમરિયા હાઇવે પર રોડ અકસ્માત | Road accident between Truck and autos on Katni Umariya highway in MP
    કટની-ઉમરિયા હાઇવે પર શનિવારે રોડ અકસ્માત થયો.

More From National News

Trending