Divya Bhaskar

Home » National News » Desh » Road accident at Batala Jalandhar in which 6 peoplw died

મહિના પહેલા થયા'તા દીકરીના લગ્ન, પહેલીવાર સાસરેથી પાછી લાવતા રસ્તામાં જ વિખરાઇ 6 લાશો

Divyabhaskar.com | Updated - May 28, 2018, 10:44 AM

રાતે જમ્યા પછી પરિવાર ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું

  • Road accident at Batala Jalandhar in which 6 peoplw died
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    અહમદાબાદની પૂનમ અને તેના એક વર્ષના દીકરાનું મોત થઇ ગયું.

    બટાલા (જલંધર): એક મહિના પહેલા થયેલા દીકરાના લગ્નના ઉપક્રમે ઘરમાં આયોજિત પાર્ટી માટે શ્રીનગરમાં પરણાવેલી બહેનને લેવા માટે ઇનોવાથી 23મેના રોજ શ્રીનગર ગયેલા પરિવારના 6 લોકોનું એક રોડ અકસ્માતમાં મોત થઇ ગયું. તમામ મૃતકો બટાલાના ગામ અહમદાબાદના રહેવાસી હતા. ઘટના શુક્રવાર મોડી રાતે લગભગ બે વાગ્યાની છે. મળતી માહિતી પ્રમાણે, રાતે જમ્યા પછી પરિવાર ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે રસ્તામાં ડ્રાઇવરને ઝોકું આવી ગયું, જેનાથી કાર હાઇવેના કિનારે પુલ સાથે અથડાઇને દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ.

    6 જણાનું મોત, 7 ઘાયલ


    - મૃતકોમાં બે બાળકો પણ સામેલ છે, જ્યારે 7 લોકો ઘાયલ થઇ ગયા. ઘાયલોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
    - મૃતકોમાં પૂનમ, તેનો એક વર્ષનો દીકરો જશન, લવપ્રીત, વીનસ, ગીતાદેવી અને તેમના બે મહિનાનો પુત્ર રાહુલ સામેલ છે.
    - ઘાયલોમાં રાહુલ, અતરસ, રાજૂ, નીતુ અને તેનો એક સગીર દીકરો, રૂપસિંહ અને મોનુનો સમાવેશ થાય છે.
    - ઘાયલોનો ખાનગી હોસ્પિટલમાં ઇલાજ ચાલી રહ્યો છે. પોલીસે મામલો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

    ધમાકાથી લાગ્યું કે ક્યાંક વિસ્ફોટ થયો

    - ઘટનાસ્થળ પાસે હાજર લોકોએ જણાવ્યું કે ધમાકો એટલો જોરથી થયો કે લાગ્યું ક્યાંક બોમ્બ વિસ્ફોટ થઇ ગયો છે. ધમાકાનો અવાજ સાંભળીને આસપાસના લોકો ભેગા થઇ ગયા, તો જાણ થઇ કે રોડ અકસ્માત થયો છે.

    - ત્યારબાદ તેમણે એમ્બ્યુલન્સને જાણ કરી અને ઘાયલોને પાસેની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. કારને લવપ્રીત ચલાવી રહ્યો હતો.
    - કારમાં કુલ 13 લોકો સવાર હતા. ડ્રાઇવર લવપ્રીતને અચાનક ઝોકું આવી ગયું, જેના કારણે અતિશય સ્પીડમાં રહેલી કાર અસંતુલિત થઇ ગઇ અને હાઇવેના કિનારે આવેલી દીવાલ સાથે અથડાઇ ગઇ.

    ઘાયલ મોનુના ઘરે હતી પાર્ટી

    - અકસ્માતમાં ઘાયલ મોનુએ જણાવ્યું કે તેના એક મહિના પહેલા લગ્ન થયા હતા. આ જ ઉપક્રમે 25મેના રોજ તેના ઘરે પાર્ટી રાખી હતી.

    - આ માટે શ્રીનગરમાં પરણાવેલી બહેન નીતુ તેમજ તેના પરિવારને લઇ આવવા માટે આખા પરિવાર સહિત ટેક્સી કરીને શ્રીનગર ગયા હતા.
    - નીતુની સાસુ ગીતાદેવી પણ સાથે આવી ગઇ હતી. અકસ્માતમાં તેમનું પણ મોત થઇ ગયું, જ્યારે મોનુ અને તેની બહેન નીતુ ઘાયલ થઇ ગયા.

  • Road accident at Batala Jalandhar in which 6 peoplw died
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    અકસ્માતમાં 2 માતાઓનું મોત અને તેમની સાથે 1 વર્ષના જશન અને 2 મહિનાના રિશવે પણ ખોયો જીવ.
  • Road accident at Batala Jalandhar in which 6 peoplw died
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    અકસ્માતમાં મરી ગયેલા ડ્રાઇવર લવપ્રીતના વિલાપ કરતા પરિવારજનો.
  • Road accident at Batala Jalandhar in which 6 peoplw died
    અકસ્માતમાં ઘાયલ મોનુને સંભાળી રહેલા પરિવારજનો.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending