બિહાર / 18 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન, પણ પ્રચાર માટે તેજસ્વી ઘરની બહાર નથી નીકળતા

rjd tejaswi yadav absent in rally and election campaign
X
rjd tejaswi yadav absent in rally and election campaign

  • તેજસ્વી કુલ 18 દિવસના પ્રચાર કાર્યક્રમમાં 4 દિવસની ગેરહાજરી 
  •  આ દરમિયાન તેમણે ક્યારેક બિમારીની વાત કરી, ક્યારેક પરિવારમાં ખટરાગ હોવાની તો ક્યારેક હેલિકોપ્ટર ન મળવાની વાત જણાવી 
  •  બીજા તબક્કામાં બિહારની પાંચ બેઠકો પર મતદાન યોજાશે 

Divyabhaskar

Apr 16, 2019, 12:31 PM IST
પટનાઃ બિહારમાં આરજેડી જ નહીં પરંતુ મહાગઠબંધનના સ્ટાર પ્રચારક તેજસ્વી યાદવ બે દિવસથી ઘરની બહાર નીકળ્યા નથી. બીજા તબક્કામાં 18 એપ્રિલે કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર અને બાંકા લોકસભા બેઠકો પર મતદાન યોજાશે. પરંતુ તેજસ્વી અત્યાર સુધી કુલ 18 દિવસના નક્કી કરેલા કાર્યક્રમોમાંથી 4 કાર્યક્રમમાં હાજર રહ્યા ન હતા. જે ઉમેદવારોના વિસ્તારમાં તેજસ્વીનો પ્રચાર કાર્યક્રમ થવાનો હતો, તેઓ કાર્યકર્તાઓમાં ઉત્સાહ ઓછો જોવા મળી રહ્યો છે. 
1. 10 જગ્યાએ પ્રચાર માટે તેજસ્વી ગયા નથી
 તેજસ્વી સહયોગી પક્ષોના 6 વિસ્તાર અને RJD ઉમેદવારોના 4 વિસ્તારોમાં કાર્યક્રમ નક્કી કરાવીને તે જ કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચ્યા ન હતા. જો કે, 30 માર્ચ અને 14 એપ્રિલના રોજ તેજસ્વીના પ્રચારમાં ન જવાનું કારણ હેલિકોપ્ટરમાં ખરાબી હોવાનું જણાવ્યું હતું. ત્યાંજ 9 એપ્રિલ અને 15 એપ્રિલનું કારણ ખરાબ સ્વાસ્થ્ય જણાવ્યું હતું. 
2. તેજસ્વી પરિવારના મામલાઓને સંભાળી શકતા નથી
 29 માર્ચના રોજ મહાગઠબંધનની 32 બેઠકો અને ઉમેદવારોની જાહેરાત કરીને તેજસ્વીએ કાર્યક્રમની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારે પણ પરિવારમાં ખટરાગની શરૂઆત પણ એજ દિવસે થઈ હતી. 
તેમના ઉમેદવારને ટિકિટ ન મળવા અને સસરા ચંદ્રિકા રાયને સારણની ટિકિટને કારણે તેજપ્રતાપે સાંજે તેનો વિરોધ કરતા તેમના ઉમેદવારોના નામ ની જાહેરાત કરી દીધી હતી. પરિણામ આ તણાવને  કારણે તેજસ્વીએ બીજા દિવસે (30 માર્ચ) જ પ્રચાર સ્થગિત કરવો પડ્યો હતો. 
દિવસભર લાલુ પરિવારમાં તેજપ્રતાપના આ વલણને કારણે ગરમાગરમી જોવા મળી હતી. ત્યારબાદ તેજપ્રતાપે લાલુ રાબડી મોર્ચો બનાવીને ખુલ્લેઆમ આરજેડી વિરુદ્ધ તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી હતી. 
 
5. લાલુ જેવી જીણવટતા અને ચૂંટણી મેનેજમેન્ટ ન હોવાથી પાછળ
તેજસ્વીના અંગતોનું માનવું છે કે , આરજેડી અધ્યક્ષ લાલુ યાદવની જેમ જીણવટતા અને ચૂંટણી કાર્યક્રમોના ઓછા અનુભવોને કારણે તેજસ્વી પ્રચારમાં પાછળ છે. કોંગ્રેસ , રાલોસપા, વીઆઈપી અને હમ પણ તેમની માગ કરે છે. લાલુ યાદવ ગરમ પાણીનું સેવન કરીને સતત પોતાને ભાષણ કરવા માટે યોગ્ય બનાવતા હતા. પ્રચાર તેઓ સતત સ્વસ્થ્ય અને પ્રચાર માટે સક્ષમ બનવાના પ્રયાસો કરતા હતા. પરંતુ તેજસ્વી યાદવની દિનચર્યા પિતાથી વિપરીત છે તેઓ ફક્ત લોકોનું સેવન કરે છે. ગરમ પાણીનું નહીં. તેઓ પ્રચારમાંથી આવીને સીધા એસીની હવા ખાવા માટે બેસી જાય છે. જેથી તેમને બહારનું વાતાવરણ અનુકુળ આવતું નથી. 
6. શું મહાગઠબંધનની એકતા તૂટી ગઈ?
 જો કે  ચતરા(ઝારખંડ), મધેપુરા , સુપૌલ અને મધુબની બેઠકો અંગે સહયોગી દળ કોંગ્રેસ સાથે તેજસ્વીના સંબંધોમાં તણાવ આવી ગયો છે. તો બીજી બાજુ મોતિહારી બેઠકને ઉપેન્દ્ર કુશવાહાએ જે પ્રકારે કોંગ્રેસ અભિયાન સિમિતીના અધ્યક્ષ  અખિલેશ સિંહના દિકરાને સોંપી દીધી, તે તેજસ્વીને ગમ્યું ન હતું. 9 એપ્રિલના રોજ ગયામાં રાહુલ ગાંધીની સભામાં તેજસ્વીની મંચ પર હાજરી ની રણનીતિ બનાવવામાં આવી હતી. પરંતુ તેજસ્વી ખરાબ સ્વાસ્થ્ય હોવાની વાત કહીની રણનીતિ પર કાયમ રહી શક્યા ન હતા. સૌથી મોટો વિવાદ ચતરા અંગે છે. ત્યાંથી લાલુ પરિવારના અંગત બાલૂ વ્યવસાયી સુભાષ યાદવ વિરુદ્ધ કોંગ્રેસે ઉમેદવાર ઉતારી દીધો છે. સુપોલમાં કોંગ્રેસના ઉમેદવાર રંજીત રંજનની વિરુદ્ધમાં ત્યાંના જ એક આરજેડી ધારાસભ્યએ ખુલ્લેઆમ વિરોધ કર્યો પરંતુ આ અંગે હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી