Home » National News » Latest News » National » ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો 6 આરજેડી નેતાઓનો પ્રયત્ન| RJD Leaders Pull Out Victims From Police Jeep

ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો 6 RJD નેતાઓનો પ્રયત્ન, FIR દાખલ

Divyabhaskar.com | Updated - Jun 16, 2018, 12:06 PM

આરજેડી નેતાઓએ પીડિતાને જીપમાંથી બહાર ખેંચીને કાઢી અને તેને વારંવાર તેની આપવીતી જણાવવાનું કહેતા હતા

  • ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો 6 આરજેડી નેતાઓનો પ્રયત્ન| RJD Leaders Pull Out Victims From Police Jeep
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    RJD નેતાઓએ રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો પ્રયત્ન કર્યો

    પટનાઃ બિહારના ગયામાં એક ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરવા, બળજબરીથી નિવેદન લેવા અને જીપમાંથી ખેંચવાને લઈ 6 આરજેડી નેતાઓ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. તમામ નેતા ગેંગરેપનો શિકાર થયેલી પીડિતા મા દીકરીને શુક્રવારે મળવા પહોંચી હતી. આ દરમિયાન આ લોકો પીડિતાને વારંવાર આપવીતી જણાવવા કહી રહ્યા હતા. ભીડ નીતીશ સરકારની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ દરમિયાન સતત પૂછાઈ રહેલા સવાલોથી પીડિતા અકળાઈ ગઈ અને તેણે ચહેરા પરથી દુપટ્ટો હટાવી દીધો. તેણે કહ્યું કે હું વારંવાર એક જ વાત સૌને કેવી રીતે જણાવું. મારે કંઈ નથી કહેવું. તમે લોકો સમજતા નથી. હું મીડિયાની સામે એક જ વાત કેટલીવાર બોલું.

    ડોક્ટરને ઝાડ સાથે બાંધીને પત્ની અને દીકરી સાથે કર્યું હતું દુષ્કર્મ


    - 13 જૂનની રાતે પરિવારની સાથે પરત ફરી રહેલા એક ડોક્ટર, તેમની પત્ની અને દીકરીને 12 હથિયારબંધ લોકોએ બંધક બનાવી દીધા. આરોપીઓએ ડોક્ટરની બાઇક લૂંટી લીધી. ડોક્ટરને ઝાડ સાથે બાંધીને તેની સામે જ 45 વર્ષીય પત્ની અને 13 વર્ષની દીકરી સાથે બળાત્કાર કરવામાં આવ્યો હતો.

    પીડિતાએ કહ્યું- કૃત્ય કરનારાઓને ફાંસી પર લટકતા જોવા માંગું છું


    - પીડિત છોકરીએ દુષ્કર્મીઓને ફાંસી આપવાની માંગ કરી છે. તેનું કહેવું છે કે ફાંસી થશે તો જ મને ન્યાય મળશે. જે કંઈ મારી સાથે થયું, તે બીજા કોઈ સાથે ન થાય, તેના માટે તેમને ફાંસી જરૂરી છે. મારી એક જ માંગ છે, આ સજા જલ્દી આપવામાં આવે.
    - જોકે, ઘટનાવાળી રાતને યાદ કરીને તે ગભરાઈ જાય છે. કહે છે કે અમારા પરિવારની પાસે જે કંઈ પણ હતું તે અમે તે લોકોને આપી દીધું, ત્યારબાદ પણ તેમણે આવું કૃત્ય કર્યું.

  • ગેંગરેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો 6 આરજેડી નેતાઓનો પ્રયત્ન| RJD Leaders Pull Out Victims From Police Jeep
    શુક્રવારે પીડિતાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ