પટના: એનડીએમાં ફરી ટૂટ પડી છે. જીતનરામ માંઝી હમ (હિન્દુસ્તાન આવામ મોર્ચા) એનડીએથી અલગ થઈને મહાગઠબંધનમાં જોડાઈ ગયા છે. બુધવારે સવારે આ વિશે આરજેડી નેતા તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ, ભોલા યાદવની બેઠક જીતનરામ માંઝી સાથે થઈ હતી. માંઝીના ઘરે થયેલી આ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. તેજસ્વી સાથે બેઠક પછી જીતનરામ માંઝીએ કહ્યું છે કે, હું એનડીએથી અલગ થઈ ગયો છું. હવે હું મહાગઠબંધનાં જોડાઈ ગયો છું.
પિતા જેવા છે માંઝી: તેજસ્વી
તેજસ્વી યાદવે કહ્યું છે કે, માંઝી મહાગઠબંધનમાં જોડાયા છે. તેમનું સ્વાગત છે. માંઝી મારા માટે પિતા સમાન છે. તેમણે ગરીબો અને દલિતો માટે ઘણું કામ કર્યું છે. એનડીએમાં તેમની સાથે સારો વ્યવહાર નહતો થઈ રહ્યો. દલિતોનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. માંઝી મારા પિતાના પણ ખૂબ જૂના મિત્ર છે. ગરીબો અને દલિતો પર અત્યાચારની ઘટના સતત વધી રહી છે. માંઝીની પોલિસી પર સરકાર નહતી ચાલી રહી.
ટિકિટ ન મળવાથી નારાજ છે માંઝી
નોંધનીય છે કે, જીતનરામ માંઝી ઘણાં સમયથી એનડીએથી નારાજ હતા. જહાનાબાદ સીટથી થઈ રહેલી પેટાચૂંટણીમાં માંઝીએ ટીકિટની માગણી કરી હતી, પરંતુ તેમની પાર્ટીને ટીકિટ આપવામાં આવી હતી, પરંતુ તેમની પાર્ટીને ટીકિટ ન મળી. ત્યારપછી માંઝીએ કહ્યું હતું કે, એનડીએમાં દરેકને કઈંકને કઈંક મળી રહ્યું છે. એક હુંજ એવો છું કે મને કશું નથી મળતું. નોંધનીય છે કે, જીતનરામ માંઝીની પાર્ટી હમને 2015માં વિધાનસભા ચૂંટણીમાં 20 સીટ આપવામાં આવી હતી પરંતુ તેમાંથી એક પણ સીટ ઉપર જીત મળી નહતી. માંઝી બે સીટ પરથી ચૂંટમી લડ્યા હતા તેમાંથી એક સીટ પર તેમને જીત મળી હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.