Divya Bhaskar

Home » National News » Latest News » National » નિવૃત્ત શિક્ષકે બનાવ્યું સ્ટેડિયમ, 150થી વધુ બાળકોને શીખવે છે હોકી, Retired Teacher Teaches Hockey To More Than 150 Children

નિવૃત્ત શિક્ષકે બનાવ્યું સ્ટેડિયમ, 150થી વધુ બાળકોને શીખવે છે હોકી

Divyabhaskar.com | Updated - Apr 05, 2018, 03:08 AM

દીકરાનું કેન્સરથી મોત થતાં તેનું સપનું સાકાર કરવા હોકી સ્ટેડિયમ બંધાવ્યું

  • નિવૃત્ત શિક્ષકે બનાવ્યું સ્ટેડિયમ, 150થી વધુ બાળકોને શીખવે છે હોકી, Retired Teacher Teaches Hockey To More Than 150 Children

    અમિત મુખર્જી |

    વારાણસી: ઉત્તરપ્રદેશના વારાણસીના શિવપુરમાં રહેતા 76 વર્ષીય બાયોલોજી ટીચર ગૌરીશંકર સિંહે દીકરાનું સપનું પૂરું કરવા 2005માં પીએફ અને એલઆઇસીના 12.50 લાખ રૂપિયાથી સાડા છ વીઘા જમીન ખરીદી અને દીકરાના નામ પર વિવેક સિંહ હોકી એકેડમી શરૂ કરી.


    તેઓ જણાવે છે કે 2005માં મુંબઇની તાતા મેમોરિયલ હોસ્પિટલમાં તેમના પુત્ર, ઇન્ટરનેશનલ હોકી પ્લેયર વિવેક સિંહનું કેન્સરથી મોત થયું હતું. મરતા પહેલા તેણે કહેલું કે તે હોકી એકેડમી ખોલવા ઇચ્છે છે. મુંબઇથી પરત ફરતાં જ ઘરથી 6 કિ.મી. દૂર કરોમા ગામમાં 6.5 વીઘા જમીન ખરીદી અને એક વર્ષની સખત મહેનત બાદ સ્ટેડિયમ બનાવ્યું. અહીં રોજ 150થી વધુ બાળકો હોકી અને ક્રિકેટ શીખવા આવે છે. 40થી વધુ છોકરીઓ પણ તેમની પાસે ટ્રેનિંગ લઇ રહી છે. જે ગરીબ બાળકો હોકીની કિટ ખરીદી શકે તેમ ન હોય તેમને ગૌરીશંકર સિંહ કિટ પણ આપે છે.

    તમામ બાળકોને ફ્રીમાં ટ્રેનિંગ આપે છે.એકેડમીએ અત્યાર સુધીમાં એક ડઝનથી વધુ નેશનલ પ્લેયર આપ્યા છે. અહીં પ્રેક્ટિસ કરી ચૂકેલા સુમિત કુમાર, લલિત કુમાર ભારતીય ટીમમાં તથા ચંદન, પ્રશાંત, વિશાલ જુનિયર ભારતીય ટીમમાં છે. ગૌરીશંકર જણાવે છે કે સ્ટેડિયમ બનાવવામાં અમને એક વર્ષ લાગ્યું. જમીનમાં પથ્થરો બહુ હતા. સ્ટેડિયમ સુધી આવવા રસ્તો પણ બનાવ્યો, લોકોને જાગૃત કર્યા ત્યારે બાળકોએ ઘરેથી નીકળીને સ્ટેડિયમ સુધી આવવાનું શરૂ કર્યું.

    ગૌરીશંકર પરની ફિલ્મને નેશનલ એવોર્ડ મળેલો છે


    ગૌરીશંકર જણાવે છે કે તેઓ મૂળ જૌનપુરના નિવાસી છે. અભ્યાસ બાદ ગોરખપુર ગયા. આ દરમિયાન હોકી અને ફુટબોલ ટીમના કેપ્ટન રહ્યા. ચાર વખત ટીમનું નેતૃત્વ પણ કર્યું. અભ્યાસમાં રુચિ અને નોકરીના કારણે આગળ ન ભણી શક્યા પણ સંતાનોને સ્પોર્ટ્સ સાથે જોડ્યા. 2011માં ગૌરીશંકરના જીવન પર બનેલી નોન-ફીચર ફિલ્મ ‘એન્ડ વી પ્લે ઓન’એ નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending