ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» મહિલાઓ માટે આરક્ષિત ડબ્બો ગુલાબી હશે અને તે ટ્રેનની વચ્ચે લાગશેઃ રેલવે | Reserved coach for women will be placed in middle with pink colored: Railway

  મહિલાઓ માટે આરક્ષિત ડબ્બો ગુલાબી હશે અને તે ટ્રેનની વચ્ચે લાગશેઃ રેલવે

  DainikBhasakar.com | Last Modified - May 04, 2018, 09:58 PM IST

  રેલવે મહિલાઓ માટે સ્ટેશન અને ટ્રેનોમાં અલગથી ટોઇલેટની સાથે ચેન્જિંગ રૂમ પણ બનાવશે.
  • રેલવે બોર્ડની મિટીંગમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અંગે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા. ફાઇલ ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રેલવે બોર્ડની મિટીંગમાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અંગે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા. ફાઇલ ફોટો.

   નવી દિલ્હીઃ રેલવે મહિલાઓ માટે આરક્ષિત ડબ્બાઓ (કોચ)ને ગુલાબી રંગથી રંગશે, જેથી પ્રવાસીઓ સરળતાથી ઓળખી શકે. ઉપરાંત, સુરક્ષા માટે હવે મહિલાઓ માટે કોચ ટ્રેનની વચ્ચે લગાવવામાં આવશે. હાલ આ ડબ્બા ટ્રેનની શરૂઆતમાં કે પછી છેલ્લે લગાવાય છે. તે ઉપરાંત રેલવે મહિલાઓ માટે સ્ટેશન અને ટ્રેનોમાં અલગથી ટોઇલેટની સાથે ચેન્જિંગ રૂમ પણ બનાવશે. શુક્રવારે રેલવે બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અંગે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.

   મહિલા સુરક્ષા વધારવાની શરૂઆત

   - ન્યુઝ એજન્સી અનુસાર, રેલ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સબઅર્બન વિસ્તારોમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા માટે તેમનો કોચ ટ્રેનની આગળ કે પાછળના બદલે હવે વચ્ચે જોડવામાં આવશે. તે ઉપરાંત લેડીઝ કોચમાં સીસીટીવી અને બારીઓ પર જાળી પણ લગાવાશે. આ સાથે રેલવે સુરક્ષાને લગતા અન્ય ઉપાયો પણ કરવામાં આવશે.

   - હવે મહિલા કોચમાં તપાસ માટે જનારી ટીમમાં રેલવેની એક-બે મહિલા કર્મચારી પણ સામેલ થશે. પછી તે આરપીએફમાંથી હોય કે કોઇ ટિકિટ ચેકર. રેલવે મહિલાઓ માટે સ્ટેશન અને ટ્રેનોમાં સુવિધાઓ વધારશે. તેમાં અલગથી ટોઇલેટ અને ચેન્જિંગ રૂમનો સમાવેશ થાય છે.

   ત્રણ વર્ષમાં 100 સ્ટેશન મહિલાઓ ઓપરેટ કરશે

   - કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આગામી 3 વર્ષમાં મહિલા સ્ટાફ દ્વારા ચલાવાતા સ્ટશનોની સંખ્યા 3થી વધારીને 100 કરાશે. તે માટે દરેક ઝોનમાં 10-10 સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવશે.

  • લેડીઝ કોચમાં સીસીટીવી અને બારીઓ પર જાળી પણ લગાવાશે. ફાઇલ ફોટો.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લેડીઝ કોચમાં સીસીટીવી અને બારીઓ પર જાળી પણ લગાવાશે. ફાઇલ ફોટો.

   નવી દિલ્હીઃ રેલવે મહિલાઓ માટે આરક્ષિત ડબ્બાઓ (કોચ)ને ગુલાબી રંગથી રંગશે, જેથી પ્રવાસીઓ સરળતાથી ઓળખી શકે. ઉપરાંત, સુરક્ષા માટે હવે મહિલાઓ માટે કોચ ટ્રેનની વચ્ચે લગાવવામાં આવશે. હાલ આ ડબ્બા ટ્રેનની શરૂઆતમાં કે પછી છેલ્લે લગાવાય છે. તે ઉપરાંત રેલવે મહિલાઓ માટે સ્ટેશન અને ટ્રેનોમાં અલગથી ટોઇલેટની સાથે ચેન્જિંગ રૂમ પણ બનાવશે. શુક્રવારે રેલવે બોર્ડના ચેરમેનની અધ્યક્ષતામાં મહિલા પ્રવાસીઓની સુરક્ષા અંગે મળેલી બેઠકમાં અનેક મહત્ત્વના નિર્ણયો લેવાયા હતા.

   મહિલા સુરક્ષા વધારવાની શરૂઆત

   - ન્યુઝ એજન્સી અનુસાર, રેલ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સબઅર્બન વિસ્તારોમાંથી પસાર થતી લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓની સુરક્ષા માટે તેમનો કોચ ટ્રેનની આગળ કે પાછળના બદલે હવે વચ્ચે જોડવામાં આવશે. તે ઉપરાંત લેડીઝ કોચમાં સીસીટીવી અને બારીઓ પર જાળી પણ લગાવાશે. આ સાથે રેલવે સુરક્ષાને લગતા અન્ય ઉપાયો પણ કરવામાં આવશે.

   - હવે મહિલા કોચમાં તપાસ માટે જનારી ટીમમાં રેલવેની એક-બે મહિલા કર્મચારી પણ સામેલ થશે. પછી તે આરપીએફમાંથી હોય કે કોઇ ટિકિટ ચેકર. રેલવે મહિલાઓ માટે સ્ટેશન અને ટ્રેનોમાં સુવિધાઓ વધારશે. તેમાં અલગથી ટોઇલેટ અને ચેન્જિંગ રૂમનો સમાવેશ થાય છે.

   ત્રણ વર્ષમાં 100 સ્ટેશન મહિલાઓ ઓપરેટ કરશે

   - કમિટીએ એવો પણ નિર્ણય કર્યો છે કે આગામી 3 વર્ષમાં મહિલા સ્ટાફ દ્વારા ચલાવાતા સ્ટશનોની સંખ્યા 3થી વધારીને 100 કરાશે. તે માટે દરેક ઝોનમાં 10-10 સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવશે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: મહિલાઓ માટે આરક્ષિત ડબ્બો ગુલાબી હશે અને તે ટ્રેનની વચ્ચે લાગશેઃ રેલવે | Reserved coach for women will be placed in middle with pink colored: Railway
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top