• Home
  • National News
  • Latest News
  • National
  • Reservation for Swarna: reservation for general category bill pass,10 percent reservation for economically weaker section in upper caste bill pass,Historical win for Narendra Modi Government

અનામત / 68 વર્ષ બાદ નોકરી-શિક્ષણમાં સવર્ણોને 10% અનામત આપવાનું બિલ રાજ્યસભામાં પસાર

divyabhaskar.com

Jan 10, 2019, 01:52 PM IST
Reservation for Swarna: reservation for general category bill pass,10 percent reservation for economically weaker section in upper caste bill pass,Historical win for Narendra Modi Government
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું
Reservation for Swarna: reservation for general category bill pass,10 percent reservation for economically weaker section in upper caste bill pass,Historical win for Narendra Modi Government

  • 124મું બંધારણીય સંશોધન બિલ રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલાશે 
  • 165 મત તરફેણમાં અને 7 મત વિરૂદ્ધમાં પડ્યા હતા
  • પાટીદાર અનામત આંદોલન સમેટાઈ જશે

નવી દિલ્હી: લોકસભા પછી રાજ્યસભામાં પણ ગરીબ સવર્ણોને નોકરી અને શિક્ષણમાં આર્થિક આધારે 10% અનામત આપવા અંગેનું વિધેયક પસાર થયું હતું. લગભગ 10 કલાકની ચર્ચા દરમિયાન 29 પક્ષોના નેતાઓએ પોતાની વાત રજૂ કરી હતી. 1950માં બંધારણ લાગુ થતા સમયે બંને ગૃહોમાં જે રીતે વિધેયક પસાર થયું હતું તે રીતે 68 વર્ષ પછી સવર્ણ અનામતનું બિલ બંને ગૃહોમાં પસાર થયું હતું. પરિણામે ગૃહમાં હાજર કુલ 172 સભ્યોમાંથી બિલની તરફેણમાં 165 અને વિરુદ્ધમાં 7 મત પડ્યા હતા. બિલ પસાર થયા બાદ નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે આ સામાજિક ન્યાયની જીત છે.

કુલ અનામત 49.5%થી વધીને 59.5% થશે

કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે 8 લાખની આવક મર્યાદા અંગે જે સવાલ ઉઠાવાયા છે તે અસ્થાને છે.બિલમાં એવી જોગવાઈ છે કે રાજ્યો પોતાની મરજી પ્રમાણે આવકની મર્યાદામાં વધઘટ કરી શકે છે. કોંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે આકરા પ્રહાર કરતા કહ્યું કે કયા આંકડાના આધારે માપદંડો નક્કી કરાયા છે? અઢી લાખની આવક પર આવકવેરો આપવો પડે છે ત્યારે 8 લાખની આવક મર્યાદાને જ આવકવેરા મુક્તિ મર્યાદા કરી દો.

આ સાથે જ ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એક ખાનગી ટીવી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતું કે જો 10 ટકા અનામત બિલ બંને ગૃહમાં પસાર થશે તો અમે અનામત આંદોલન સમેટી લેશું.

18 સાંસદ વિરોધમાં હતા, 12 સાંસદો હાજર ના રહ્યા

રાજ્યસભામાં કુલ 244 સાંસદ છે. તેમાંથી બિલ પર વોટિંગ સમયે 172 હાજર રહ્યા હતા. ટેકામાં 165 મત પડ્યા જ્યારે વિરોધમાં માત્ર 7 મત પડ્યા. વિરોધ કરનારી પાર્ટી અન્ના દ્રમુકના 13 અને આરજેડીના 5 સાંસદ છે પરંતુ વોટિંગ સમયે તેમાંથી માત્ર 7 સાંસદો જ ગૃહમાં હાજર રહ્યા હતા. લોકસભામાં મંગળવારે બિલના ટેકામાં 99% મત પડ્યા હતા.

હવે શું થશે

ગરીબ સવર્ણોને 10% અનામત આપવાનું વિધેયક સંસદના બંને ગૃહોમાં બે તૃતીયાંશથી પણ વધુ બહુમતીએ પસાર થયું છે. હવે આ બિલ રાષ્ટ્રપતિ પાસે મંજૂરી માટે મોકલાશે. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કાયદા મંત્રાલય કાયદા તરીકે જાહેર કરશે.

અનામતની સ્થિતિ શું હશે

વર્ગ હાલ નવી
ઓબીસી 27% 27%
એસસી 15% 15%
એસટી 7.50% 7.50%
સવર્ણ - 10%
કુલ 49.50% 59.50%

ભાજપઃ તમામે માત્ર જાહેરાત જ કરી, મોદી સરકારે કરી દેખાડ્યું


- ભાજપના સભ્ય પ્રભાત ઝાએ કહ્યું કે- મંડલ કમીશનના રિપોર્ટમાં કહેવાયું હતું કે સામાન્ય વર્ગમાં ગરીબો માટે અનામતની વ્યવસ્થા હોય. તત્કાલીન વડાપ્રધાન પીવી નરસિમ્હારાવ પણ આવું જ ઈચ્છતા હતા. માત્ર નરેન્દ્ર મોદીએ તેને પૂરું કર્યું. દરેક રાજકીય પક્ષે ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું કે સામાન્ય વર્ગના ગરીબો માટે તેઓ અનામત આપશે. પરંતુ તેને માત્ર મોદી સરકારે જ પૂરું કર્યું. આપણે વિકાસ માટે સાથે ઊભું રહેવું જોઈએ.

- રવિશંકર પ્રસાદે કહ્યું- તમે અમને સવાલ પૂછી રહ્યાં છો કે હાલ આ બિલને કેમ લાવી રહ્યાં છો. તમને કોણે રોક્યા હતા આ બિલ લાવવા માટે. આપણે બધાં રાજકીય કાર્યકર્તા છીએ અને હું માનુ છું કે આ મુદ્દાને સમજવાનો પ્રયાસ તમામે કર્યો છે.

કોંગ્રેસઃ છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં ચૂંટણી જીત્યાં હોત તો આ બિલ ન આવત

- કોંગ્રેસ સભ્ય આનંદ શર્માએ કહ્યું- તમે રાજકારણ માટે ટ્રિપલ તલાક બિલ લાવ્યાં, મુસ્લિમ મહિલાઓની વાત કરી. પરંતુ બીજી મહિલાઓનું શું થશે? જો તમે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણી ન હાર્યા હોત તો આ સવર્ણ અનામત ખરડો ક્યારેય ન લાવત. જ્યારે તમે જીતી ન શક્યા તો તમે આ અંગે વિચાર્યું. ભાજપને હવે થયું કે થોડીક ભૂલ કરી રહ્યાં છીએ. કેટલાં લોકો 8 લાખથી વધુ કમાય છે? સાચું એ છે કે લોકોની પાસે રોજગાર જ નથી. લોકોનો રોજગાર ઝુંટવામાં આવી રહ્યાં છે. અમે બિલનો વિરોધ નથી કરતા, કેમકે અમે પણ આ મુદ્દાનું સમર્થન કરીએ છીએ.

- કપિલ સિબ્બલે કહ્યું- તમે બંધારણનું માળખું બદલવા જઈ રહ્યાં છો અને તમે એ પણ નથી જાણતા કે બિલ સિલેક્ટ કમિટીમાં ચર્ચા માટે જાય. તમે એ નથી ઈચ્છતા કે બધાંની સલાહ બાદ જ આ બિલ પાસ થાય. 5 વર્ષ હતા તમારી પાસે પહેલાં લઈ આવ્યાં હોત અને આ બિલ સિલેક્ટ કમિટી પાસે જાત ત્યારે બધાંની મંજૂરીથી પસાર થઈ જાત. હાલ આ ખરડો કેમ લાવ્યાં છો, તે તો બધાં જ જાણે છે.

સપા- તમે જો ઈમાનદાર હોત તો 2-3 વર્ષ પહેલાં ખરડો લાવત


સમાજવાદી પાર્ટીના રામગોપાલ યાદવે કહ્યું કે, તેમની પાર્ટી આ બિલનું સમર્થન કરે છે. પરંતુ સરકાર આ બિલ ગમે ત્યારે લાવી શકતી હતી પરંતુ સરકારનું લક્ષ્ય આર્થિક રીતે ગરીબ સવર્ણોને મદદ કરવાનું નહીં પરંતુ લોકસભાની 2019ની ચૂંટણી છે. જો તેમના દિલમાં ઈમાનદારી હોત તો તેઓ 2-3 વર્ષ પહેલાં જ આ બિલ લઈ આવી હોત. યાદવે કહ્યું કે, આ બિલ સુપ્રીમ કોર્ટની અગ્રણી બેન્ચ વિરુદ્ધ છે અને કોર્ટ તેને અપહોલ્ડ પણ કરી શકે છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે, નોકરીઓ છે જ નહીં તે સમયે અનામત આપવી પણ દગાખોરી છે. યાદવે કહ્યું કે, સરકારે ખાનગી ક્ષેત્રે અનામતની જોગવાઈ કરવી જોઈએ કારણકે સરકારી ક્ષેત્રે તો કોન્ટ્રાક્ટથી કામ થાય છે. નોકરીઓ સતત ઘટી રહી છે.

AIADMK: બંધારણનું ઉલ્લંઘન કરનાર કાયદો ન બનાવી શકે


- અન્નાદ્રમુકના સભ્ય એ નવનીતકૃષ્ણને કહ્યું કે- સંસદ એવો કાયદો ન બનાવી શકે જે મૂળ બંધારણના માળખાનું ઉલ્લંઘન કરે. અનેક નિર્ણયો મુજબ આ સંસદની પાસે વાસ્તવિક અધિકાર નથી કે તેઓ એવા ખરડાને પાસ કરે જે બંધારણના મૌલિક ઢાંચાનું ઉલ્લંઘન કરતું હોય. અનામત મૌલિક ઢાંચો છે.

તૃણુમૂલઃ નિષ્ફળતાની સ્વીકરોક્તિ છે આ બિલ


- TMC સભ્ય ડેરેક ઓ બ્રાયને કહ્યું કે- હું આ સરકારને ચેતવણી આપવા માંગુ છું કે જેવી અમે નોટબંધી સમયે આપી હતી. અમે કહ્યું હતું કે તમારે સુપ્રીમ કોર્ટને જવાબ આપવો પડશે. તેઓ તમને પૂછશે કે તમે શું સર્વે કર્યો છે, બિલ માટે તમારી પાસે કયા આંકડા છે, રોજગાર ક્યાં છે. આ કોટા બિલ આ વાતની સ્વીકરોક્તિ છે કે તમે રોજગાર ઊભો કરવામાં નિષ્ફળ રહ્યાં છો. આવનારા સમયમાં ગઠબંધન સરકાર આવશે, જેની પાસે કોમન મિનિમમ પ્રોગ્રામ હશે. હાલની સરકાર એક પાર્ટીની સરકાર છે, જેની પાસે મેક્સિમમ કન્ફ્યૂઝ પ્રોગ્રામ છે.

BJD: આ બિલ વ્યવહારિક નથી


- BJDના સભ્ય પ્રસન્ન આચાર્યએ કહ્યું કે- તમે સરકારી નોકરીઓ અને શૈક્ષેણિક સંસ્થાઓમાં 10% અનામત દેવા જઈ રહ્યાં છો. પરંતુ અહીં 90% લોકો એવાં છે જેઓ આ લિમિટથી બહાર છે. એટલા માટે આ બિલ વ્યવહારિક નથી.

X
Reservation for Swarna: reservation for general category bill pass,10 percent reservation for economically weaker section in upper caste bill pass,Historical win for Narendra Modi Government
કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં બિલ રજૂ કર્યુંકેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતે રાજ્યસભામાં બિલ રજૂ કર્યું
Reservation for Swarna: reservation for general category bill pass,10 percent reservation for economically weaker section in upper caste bill pass,Historical win for Narendra Modi Government
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી