ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Report says 123 candidates won by less than 50 percent votes in Karnataka Assembly polls

  કર્ણાટક ચૂંટણીમાં 123 ઉમેદવાર 50%થી ઓછા વોટથી જીત્યા: રિપોર્ટ

  divyabhaskar.com | Last Modified - Jun 01, 2018, 04:32 PM IST

  રિપોર્ટ મુજબ, 222માં 123 ઉમેદવારોએ 50%થી ઓછા વોટોથી જીત મેળવી
  • 2018માં 2013ની સરખામણીએ 3 ટકા વધુ મતદાન થયું. 2013માં 71 ટકા મતદાન થયું હતું.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   2018માં 2013ની સરખામણીએ 3 ટકા વધુ મતદાન થયું. 2013માં 71 ટકા મતદાન થયું હતું.

   નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2018માં 6 રાષ્ટ્રીય દળો સહિત 83 પાર્ટીઓએ 2622 ઉમેદવાર ઉતાર્યા હતા. આ 83 દળોમાં રાજ્યની 8 ક્ષેત્રીય પાર્ટીઓ પણ સામેલ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને કર્ણાટક ચૂંટણી પંચે રાજ્યની 222 (બેમાં બાદમાં મતદાન થયું) સીટો પર વોટ શેર, જીતનું અંતર અને પ્રતિનિધિત્વ પર વિશ્લેષણ કર્યું. રિપોર્ટ મુજબ, 222માં 123 ઉમેદવારોએ 50%થી ઓછા વોટોથી જીત મેળવી.

   2013ની તુલનામાં 41% વધુ દળોએ લડી ચૂંટણી

   - ચૂંટણી પંચ મુજબ, કર્ણાટકમાં આ વખતે 83 પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા. જેમાંથી 69 પાર્ટી રજિસ્ટર્ડ હતી પરંતુ કોઈ ઓળખ વગરની હતી. તેની સાથે જ આ ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ, બીએસપી સહિત 6 રાષ્ટ્રીય દળ અને જેડીએસ, કેપીજેપી સહિત 8 પાર્ટીઓએ ચૂંટણી લડી. 2013ની તુલનામાં આ વર્ષે 41% વધુ પાર્ટી ચૂંટણીમાં સામેલ થઈ . અગાઉની ચૂંટણીમાં 59 પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

   - 2018માં 2013ની તુલનામાં 3% વધુ મતદાન થયું. 2013માં 71% મતદાન થયું હતું.

   99 ઉમેદવાર 50%થી વધુ વોટથી જીત્યા

   - 224 સીટોમાં 222 પર 12 મેના રોજ મતદાન થયું હતું. જેમાંથી 99 એટલે કે 45% ઉમેદવાર 50%થી વધુ વોટોથી જીત્યા.

   - 123 એટલે કે 55% ઉમેદવાર 50%થી ઓછા વોટથી જીત્યા.
   - બીજેપીના કુલ 104માંથી 53 એટલે કે 51% ઉમેદવાર કુલ થયેલા મતદાનની તુલનામાં 50%થી ઓછા વોટથી જીત્યા.

   અપરાધિક પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોની જીતનું અંતર

   - 77 અપરાધિક પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોમાં 49એ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો સામે જીત મેળવી.

   - આ 49માં 12 ઉમેદવાર 20%થી વધુ વોટોથી જીત્યા.
   - તે પૈકી એક બીજેપીના ઉમેદવાર અશ્વત નારાયણે 44% વોટોથી જીત મેળવી.

   કરોડપતિ ઉમેદવારોની કેવા થયા હાલ?

   - 215 કરોડપતિ ઉમેદવારોમાં 18એ નોન કરોડપતિ ઉમેદવારોની વિરુદ્ધ જીત મેળવી. કોંગ્રેસના ઉમેદવાર અને સિદ્ધારમૈયાના દીકરા યતીંદ્ર એસ 33% વોટથી જીત્યા.

   ફરી ચૂંટાયેલા ધારાસભ્યોમાં 94એ 32%થી વધુ વોટો જીત મેળવી

   - અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા પૈકી 94 ઉમેદવાર 32%થી વધુ વોટથી જીત્યા.

   - જેમાંથી 45 એટલે કે 48% ધારાસભ્ય 50%થી વધુ વોટથી જીત્યા.
   - આ ઉપરાંત 21 ફરી ચૂંટાયેલા ધારાસભ્યો 5%થી ઓછા વોટથી જીત્યા. બીજી તરફ, 7નો જીતની ટકાવારી 30% રહી.

   NOTAમાં 3 લાખથી વધુ વોટ

   - નોટાને 2018માં 3,22,841 લોકોએ પસંદ કર્યું. નોટામાં પડેલા કુલ વોટના 22% વોટ 55 રેડ અલર્ટ બેઠકોમાં પડ્યા. રેડ એલર્ડ સીટો તે હતી, જેમાં 3 કે તેથી વધુ ઉમેદવારો પર અપરાધિક કેસ હતા.

  • એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને કર્ણાટક ચૂંટણી પંચે રાજ્યની 222 (બેમાં બાદમાં મતદાન થયું) સીટો પર વોટ શેર, જીતનું અંતર અને પ્રતિનિધિત્વ પર વિશ્લેષણ કર્યું. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને કર્ણાટક ચૂંટણી પંચે રાજ્યની 222 (બેમાં બાદમાં મતદાન થયું) સીટો પર વોટ શેર, જીતનું અંતર અને પ્રતિનિધિત્વ પર વિશ્લેષણ કર્યું. (ફાઇલ)

   નવી દિલ્હીઃ કર્ણાટક વિધાનસભા ચૂંટણી-2018માં 6 રાષ્ટ્રીય દળો સહિત 83 પાર્ટીઓએ 2622 ઉમેદવાર ઉતાર્યા હતા. આ 83 દળોમાં રાજ્યની 8 ક્ષેત્રીય પાર્ટીઓ પણ સામેલ હતી. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ (એડીઆર) અને કર્ણાટક ચૂંટણી પંચે રાજ્યની 222 (બેમાં બાદમાં મતદાન થયું) સીટો પર વોટ શેર, જીતનું અંતર અને પ્રતિનિધિત્વ પર વિશ્લેષણ કર્યું. રિપોર્ટ મુજબ, 222માં 123 ઉમેદવારોએ 50%થી ઓછા વોટોથી જીત મેળવી.

   2013ની તુલનામાં 41% વધુ દળોએ લડી ચૂંટણી

   - ચૂંટણી પંચ મુજબ, કર્ણાટકમાં આ વખતે 83 પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા. જેમાંથી 69 પાર્ટી રજિસ્ટર્ડ હતી પરંતુ કોઈ ઓળખ વગરની હતી. તેની સાથે જ આ ચૂંટણીમાં બીજેપી, કોંગ્રેસ, બીએસપી સહિત 6 રાષ્ટ્રીય દળ અને જેડીએસ, કેપીજેપી સહિત 8 પાર્ટીઓએ ચૂંટણી લડી. 2013ની તુલનામાં આ વર્ષે 41% વધુ પાર્ટી ચૂંટણીમાં સામેલ થઈ . અગાઉની ચૂંટણીમાં 59 પાર્ટીઓએ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

   - 2018માં 2013ની તુલનામાં 3% વધુ મતદાન થયું. 2013માં 71% મતદાન થયું હતું.

   99 ઉમેદવાર 50%થી વધુ વોટથી જીત્યા

   - 224 સીટોમાં 222 પર 12 મેના રોજ મતદાન થયું હતું. જેમાંથી 99 એટલે કે 45% ઉમેદવાર 50%થી વધુ વોટોથી જીત્યા.

   - 123 એટલે કે 55% ઉમેદવાર 50%થી ઓછા વોટથી જીત્યા.
   - બીજેપીના કુલ 104માંથી 53 એટલે કે 51% ઉમેદવાર કુલ થયેલા મતદાનની તુલનામાં 50%થી ઓછા વોટથી જીત્યા.

   અપરાધિક પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોની જીતનું અંતર

   - 77 અપરાધિક પૃષ્ઠભૂમિવાળા ઉમેદવારોમાં 49એ સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારો સામે જીત મેળવી.

   - આ 49માં 12 ઉમેદવાર 20%થી વધુ વોટોથી જીત્યા.
   - તે પૈકી એક બીજેપીના ઉમેદવાર અશ્વત નારાયણે 44% વોટોથી જીત મેળવી.

   કરોડપતિ ઉમેદવારોની કેવા થયા હાલ?

   - 215 કરોડપતિ ઉમેદવારોમાં 18એ નોન કરોડપતિ ઉમેદવારોની વિરુદ્ધ જીત મેળવી. કોંગ્રેસના ઉમેદવાર અને સિદ્ધારમૈયાના દીકરા યતીંદ્ર એસ 33% વોટથી જીત્યા.

   ફરી ચૂંટાયેલા ધારાસભ્યોમાં 94એ 32%થી વધુ વોટો જીત મેળવી

   - અગાઉ ધારાસભ્ય રહી ચૂકેલા પૈકી 94 ઉમેદવાર 32%થી વધુ વોટથી જીત્યા.

   - જેમાંથી 45 એટલે કે 48% ધારાસભ્ય 50%થી વધુ વોટથી જીત્યા.
   - આ ઉપરાંત 21 ફરી ચૂંટાયેલા ધારાસભ્યો 5%થી ઓછા વોટથી જીત્યા. બીજી તરફ, 7નો જીતની ટકાવારી 30% રહી.

   NOTAમાં 3 લાખથી વધુ વોટ

   - નોટાને 2018માં 3,22,841 લોકોએ પસંદ કર્યું. નોટામાં પડેલા કુલ વોટના 22% વોટ 55 રેડ અલર્ટ બેઠકોમાં પડ્યા. રેડ એલર્ડ સીટો તે હતી, જેમાં 3 કે તેથી વધુ ઉમેદવારો પર અપરાધિક કેસ હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Report says 123 candidates won by less than 50 percent votes in Karnataka Assembly polls
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `