RILની 41મી AGM: JioGigaviber સર્વિસ લોન્ચ, આકાશ-ઇશાએ કરી જાહેરાત

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી એન્યુઅલ જનરલ મીટિંગ. મુકેશ અંબાણીએ કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ.

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 11:32 AM
મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશે
મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 41મી એન્યુઅલ જનરલ મીટિંગ શરૂ થઈ ગઈ છે. મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશે. તેઓએ કહ્યું કે રિલાયન્સ માટે છેલ્લા 10 વર્ષ ખૂબ જ શાનદાર રહ્યા.

નેશનલ ડેસ્કઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 41મી એન્યુઅલ જનરલ મીટિંગમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ અનેક મોટી જાહેરાત કરી. રિલાયન્સ જિયો હવે ફાઈબર કનેક્ટિવિટી સર્વિસમાં ઉતરશે. આ સર્વિસથી સસ્તા દરે બ્રોડબેન્ડ સેવા આપવામાં આવશે. કંપનીએ ફાઈબર કનેક્ટિવિટીમાં 2.5 લાખ કરોડનું રોકાણ કર્યું છે. આગામી મહિનાથી Jio ફાઈબર સર્વિસ ઘર ઘર સુધી પહોંચ્શે. 'Jio GigaFiber' નામથી ફાઈબર બ્રોડબેંડ સેવા લોન્ચ કરવામાં આવી. મુકેશ અંબાણીએ કહ્યું કે રિલાયન્સ ફિક્સ્ડ લાઈડ બ્રોડબેંડમાં ટોપ-5માં પહોંચવાનું લક્ષ્ય છે. 'Jio GigaFiber' લોન્ચ થતાંની સાથે જ રિલાયન્સ હવે મોબાઈલ કંપની પર ભારે પડ્યાં બાદ DTH અને કેબલ માર્કેટ પર પણ કબજો જમાવવા આગળ વધશે.

Jio GigaFiber સર્વિસ લોન્ચ

- Jioની ફાઈબર બ્રોડબેંડ સર્વિસનું નામ હશે JioGigaFiber
- Jio GIGA TV થયો લોન્ચ, Jio રાઉટરનું એલાન.
- વોઈસ કમાન્ડ પર બદલી શકાશે ટીવી ચેનલ.
- GIGA ફાઈબર સેવા દેશમાં 1001 શહેરોમાં એક સાથે શરૂ થશે.
- 15 ઓગસ્ટથી Jio ગીગા ફાઈબરનું રજિસ્ટ્રેશન શરૂ થશે.
- Jio ગીગા ટીવીમાં વોઈસ કમાન્ડ ફીચર પણ ઉપલબ્ધ
- Jio GIGA TVમાં થસે વર્ચુયલ રિઅલિટી
- ઘરની સુરક્ષા માટે Jio કેમેરા, સુરક્ષા ઉપકરણ મળશે.
- બુકિંગના 1 કલાકમાં તમારા ઘરમાં લાગશે Jio GIGA

શું ખાસ છે Jio GigaFiberમાં


- રિલાયન્સ કંપનીની Jio Fiber સેવા ઈન્ટરનેટ જગતમાં એક નવી ક્રાંતિની જેમ હશે. ફાઈબર ભવિષ્યની ટેકનોલોજીને તમારા ઘર સુધી ઈન્ટરનેટની સ્પીડને અનેક ગણી વધારશે. આ સુવિધાથી તમે કોઈપણ વીડિયો, ગેમ કે મુવી સેકન્ડમાં ડાઉનલોડ કરી શકાશે.
- સામાન્ય રીતે ફાઈબર કેબલ કોઈ બિલ્ડિંગની બહારે જ લગાવવામાં આવે છે અને ઘરોમાં ઈન્ટરનેટ સુવિધા આપવા માટે સામાન્ય કેબલનો પ્રયોગ કરવામાં આવે છે જેનાથી ઈન્ટનેટની સ્પીડ ઓછી થઈ જાય છે. પરંતુ Jio ફાઈબરના મામલે આવું નહીં થાય. ફાઈબર કેબલ સીધો જ ઘરમાં પહોંચ્શે જે ઈન્ટરનેટની સ્પીડ અનેક ગણી વધારશે.

- Jio GigaFiber ટીવીના સેટ ટોપ બોક્સની સાથે મળશે. જેમાં ટીવી માટે પહેલાંથીજ વોઈસ કમાન્ડ હશે. જેમાં ટીવી કોલિંગ ફીચર પણ હશે. તેના માટે કોઈપણ ટીવી, ટેબલેટ કે ફોન પર વીડિયો કોલ કરી શકાશે.

વાંચોઃ સોનાલી બેન્દ્રેને કેન્સર, લખ્યું- કુટુંબ, મિત્રોની સાથે બીમારી સામે જંગ લડીશ

શું છે ઓફર


- કંપની ત્રણ મહિના માટે ફ્રીમાં પ્લાન ગ્રાહકોને આપશે.
- Jio Fiber Offer મુજબ હાલના પ્લાન અંતર્ગત કંપની 90 દિવસ માટે 100 MBPSની સ્પીડ આપી રહી છે જેમાં તમે મહિનામાં 100 GB સુધી ડેટા ખર્ચ કરી શકો છો.
- આ સાથે જ Jioના પ્રીમિયમ એપની એક્સેસ પણ મેળવી શકો છો.
- હાલ કંપની કોઈ ઈન્સ્ટોલેશન ચાર્જ નથી લઈ રહી, માત્રક્ષ 4500 સિક્યોરિટી મની લઈ રહી છે જે પણ રિફંડેબલ છે.
- Jio GigaFiber માટે Jio કંપનીના આઉટલેટ પર રજિસ્ટ્રેશન કરવી શકો છો કે તેની વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો.

'ભારતમાં ટીવી જોવાની ટેવ બદલાશે'


-RILની 41મી AGMમાં JioGiga TV સેટ પણ લોન્ચ કરાયું છે. TVમાં વોઈસ કમાન્ડ ફીચર પણ ઉપલબ્ધ હશે. મુકેશ અંબાણીએ કહ્યું કે, "ભારતમાં હવે ટીવી જોવાની ટેવમાં બદલાવ આવશે." મુકેશ અંબાણીએ કહ્યું કે,

"Jio બ્રોડબેંડની મદદથી દેશમાં સૌથી સસ્તા દરે બ્રોડબેંડની સુવિધા આપવામાં આવશે. RILનું લક્ષ્ય છે ફિકસ્ડ લાઈડ બ્રોડબેંડમાં કંપની ટૂંક સમયમાં જ ટોપ 5માં સામેલ થશે."

1100 શહેરોમાં Jio બ્રોડબેંડની સુવિધા


મુકેશ અંબાણીએ કહ્યું કે, "શરૂઆતમાં દેશના 1100 શહેરોમાં Jio બ્રોડબેંડની સુવિધા શરૂ થશે. જે માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા 15 ઓગસ્ટથી શરૂ થશે. જે શહેરમાં વધુ રજિસ્ટ્રેશન થશે ત્યાં આ સુવિધા પહેલાં શરૂ કરવામાં આવશે."

Jio Phone-2ને લઈને એલાન


- રિલાયન્સે Jio ફોન-2 લોન્ચ કર્યું, જેની કિંમત 2,999 રૂપિયા છે.
- Jio ફોન પર હવે વોટ્સએપ, ફેસબુક, યૂટ્યૂબ પણ ચાલશે
- Jio ફોનમાં વોઈસ કમાન્ડ ફીચર પર હશે.
- 15 ઓગસ્ટથી Jio ફોન-2 બજારમાં ઉપલબ્ધ થશે.
- 21 જુલાઈથી Jioની મોનસૂન હંગામા ઓફર આવશે.
- મોનસૂન ઓફરમાં જૂનો Jio ફીચર ફોન બદલાવી શકાશે.
- જૂનાં ફોનના બદલે નવો Jio ફોન-2 મળશે.
- જૂનાં ફીચર ફોન અને 501 રૂપિયા આપીને નવો ફોન મળશે.

જિયોને લઈને અન્ય કેટલીક જાહેરાત


- જિયોએ છેલ્લા બે વર્ષમાં અનેક શાનદાર રેકોર્ડ નોંધાવ્યા
- જિયો દુનિયાનું સૌથી મોટું નેટવર્ક
- જિયોના ગ્રાહકોની સંખ્યા બે ગણી થઈ
- 22 મહિનામાં જિયોએ 20.5 કરોડ ગ્રાહક જોડ્યા
- જિયો દરેક શહેર, ગામ અને ગ્રામ પંચાયત સુધી પહોંચ્યું
- જિયોની પહોંચ 99% વસતી સુધી
- ભારતમાં 25 મિલિયન જિયો ફોન યુઝર્સ
- જિયોને આગલા લેવલ પર લઈ જવાનું લક્ષ્ય

વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

X
મુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશેમુકેશ અંબાણીએ રિલાયન્સની એજીએમાં કહ્યું કે, આવનારું વર્ષ પણ કંપની માટે ટ્રાન્સફોર્મેશનલ રહેશે
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App