ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Historical Red Fort in Delhi adopted by Dalmia group under adopt a heritage scheme of centre

  ઐતિહાસિક લાલકિલ્લો ડાલમિયા ગ્રુપે લીધો દત્તક, 25 કરોડમાં થઇ ડીલ

  divyabhaskar.com | Last Modified - Apr 28, 2018, 11:24 AM IST

  કેન્દ્ર સરકારની 'અડોપ્ટ અ હેરિટેજ' યોજના હેઠળ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવડાવેલો લાલ કિલ્લો ડાલમિયા ગ્રુપે દત્તક લઇ લીધો છે
  • દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે સરકારે 'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે સરકારે 'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. (ફાઇલ)

   નવી દિલ્હી: કેન્દ્ર સરકારની 'અડોપ્ટ અ હેરિટેજ' યોજના હેઠળ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવડાવેલો ઐતિહાસિક લાલ કિલ્લો ડાલમિયા ગ્રુપે દત્તક લઇ લીધો છે. દેશની આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે ડાલમિયા ગ્રુપે 25 કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ રીતે ઐતિહાસિક સ્મારક દત્તક લેનાર તે ભારતનું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડાલમિયા ગ્રુપે આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રુપને હરાવીને જીત્યો છે.
   'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ થઇ હતી
   - લાલ કિલ્લા પછી 'અડોપ્ટ અ હેરિટેજ' હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઇટીસી છેલ્લા તબક્કામાં છે.
   - સરકારે 'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.
   - ડાલમિયા ગ્રુપ શક્યતઃ 23 મેથી કામ પણ શરૂ કરવાની પ્રક્રિયામાં લાગી જશે. જોકે, 15 ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા જૂલાઈમાં ડાલમિયા ગ્રુપને લાલકિલ્લો ફરીથી સિક્યોરિટી એજન્સીઓને આપી દેવો પડશે. ત્યારબાદ ગ્રુપ લાલકિલ્લાને પોતાના હાથમાં લઇ લેશે.
   - ઉલ્લેખનીય કે ભારતને આઝાદી મળ્યા પછી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ત્રિરંગો લહેરાવીને આઝાદીનો જશ્ન મનાવે છે. લાલકિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધન કરે છે.

   5 વર્ષ માટે મળ્યો છે કોન્ટ્રાક્ટ

   - લાલકિલ્લાનો કોન્ટ્રાક્ટ લઇને ડાલમિયા ભારત ગ્રુપ, ટુરિઝમ મિનિસ્ટ્રી, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની વચ્ચે 9 એપ્રિલના રોજ ડીલ થઇ. ગ્રુપે 6 મહિનામાં લાલકિલ્લામાં સુવિધાઓ આપવી પડશે.

   - તેમાં પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ સામેલ છે. તેમણે કહ્યું, 'લાલકિલ્લો અમને શરૂઆતના 5 વર્ષ માટે મળ્યો છે. કોન્ટ્રાક્ટ પછી વધારવામાં આવી પણ શકે છે. દરેક પ્રવાસી અમારા માટે એક કસ્ટમર હશે અને તેને તે જ રીતે વિકસિત કરવામાં આવશે. અમારો પ્રયત્ન હશે કે પ્રવાસીઓ અહીંયા ફક્ત એક જ વાર નહીં પરંતુ વારંવાર ન આવે.'

  • લાલ કિલ્લા પછી 'અડોપ્ટ અ હેરિટેજ' હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લાલ કિલ્લા પછી 'અડોપ્ટ અ હેરિટેજ' હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. (ફાઇલ)

   નવી દિલ્હી: કેન્દ્ર સરકારની 'અડોપ્ટ અ હેરિટેજ' યોજના હેઠળ મુગલ બાદશાહ શાહજહાંએ બનાવડાવેલો ઐતિહાસિક લાલ કિલ્લો ડાલમિયા ગ્રુપે દત્તક લઇ લીધો છે. દેશની આ ઐતિહાસિક ધરોહરની જાળવણી માટે ડાલમિયા ગ્રુપે 25 કરોડ રૂપિયાની ડીલ કરી છે. આ રીતે ઐતિહાસિક સ્મારક દત્તક લેનાર તે ભારતનું પહેલું કોર્પોરેટ હાઉસ બની ગયું છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ડાલમિયા ગ્રુપે આ કોન્ટ્રાક્ટ 5 વર્ષ માટે ઇન્ડિગો એરલાઇન્સ અને જીએમઆર ગ્રુપને હરાવીને જીત્યો છે.
   'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ થઇ હતી
   - લાલ કિલ્લા પછી 'અડોપ્ટ અ હેરિટેજ' હેઠળ ટુંક સમયમાં જ તાજમહેલને દત્તક લેવાની પ્રક્રિયા પણ પૂરી થઇ જશે. તાજમહેલને દત્તક લેવા માટે જીએમઆર સ્પોર્ટ્સ અને આઇટીસી છેલ્લા તબક્કામાં છે.
   - સરકારે 'અડોપ્ટ અ હેરિટેજ' સ્કીમ સપ્ટેમ્બર 2017માં લોન્ચ કરી હતી. દેશભરના 100 ઐતિહાસિક સ્મારકો માટે આ સ્કીમ લાગુ કરવામાં આવી છે.
   - ડાલમિયા ગ્રુપ શક્યતઃ 23 મેથી કામ પણ શરૂ કરવાની પ્રક્રિયામાં લાગી જશે. જોકે, 15 ઓગસ્ટથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ પહેલા જૂલાઈમાં ડાલમિયા ગ્રુપને લાલકિલ્લો ફરીથી સિક્યોરિટી એજન્સીઓને આપી દેવો પડશે. ત્યારબાદ ગ્રુપ લાલકિલ્લાને પોતાના હાથમાં લઇ લેશે.
   - ઉલ્લેખનીય કે ભારતને આઝાદી મળ્યા પછી દર વર્ષે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે દેશના વડાપ્રધાન ત્રિરંગો લહેરાવીને આઝાદીનો જશ્ન મનાવે છે. લાલકિલ્લા પરથી વડાપ્રધાન દેશને સંબોધન કરે છે.

   5 વર્ષ માટે મળ્યો છે કોન્ટ્રાક્ટ

   - લાલકિલ્લાનો કોન્ટ્રાક્ટ લઇને ડાલમિયા ભારત ગ્રુપ, ટુરિઝમ મિનિસ્ટ્રી, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયાની વચ્ચે 9 એપ્રિલના રોજ ડીલ થઇ. ગ્રુપે 6 મહિનામાં લાલકિલ્લામાં સુવિધાઓ આપવી પડશે.

   - તેમાં પીવાના પાણીની સુવિધા, સ્ટ્રીટ ફર્નિચર જેવી સુવિધાઓ સામેલ છે. તેમણે કહ્યું, 'લાલકિલ્લો અમને શરૂઆતના 5 વર્ષ માટે મળ્યો છે. કોન્ટ્રાક્ટ પછી વધારવામાં આવી પણ શકે છે. દરેક પ્રવાસી અમારા માટે એક કસ્ટમર હશે અને તેને તે જ રીતે વિકસિત કરવામાં આવશે. અમારો પ્રયત્ન હશે કે પ્રવાસીઓ અહીંયા ફક્ત એક જ વાર નહીં પરંતુ વારંવાર ન આવે.'

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Historical Red Fort in Delhi adopted by Dalmia group under adopt a heritage scheme of centre
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top