ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» કૈરાના સહિત 3 લોકસભાની સીટ માટે આજે ફરી મતદાન| Re-Polling To Take Place At 73 Booths In Kairana

  EVM ખરાબીના કારણે કૈરાના સહિત 3 LSની સીટ માટે આજે ફરી મતદાન

  divyabhaskar.com | Last Modified - May 30, 2018, 09:13 AM IST

  ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે સોમવારે મતદાન થયું હતું
  • EVM ખરાબીના કારણે કૈરાના સહિત 3 LSની સીટ માટે આજે ફરી મતદાન
   EVM ખરાબીના કારણે કૈરાના સહિત 3 LSની સીટ માટે આજે ફરી મતદાન

   નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને નાગાલેન્ડની 3 લોકસભા સીટ માટે 123 પોલિંગ બુથ પર બુધવારે સવારે ફરી મતદાન શરૂ થયુ છે. મતદારો સવારે સાત વાગ્યાથી સાંજે 6

   વાગ્યા સુધી મતદાન કરી શકશે. નોંધનીય છે કે, ઉત્તર પ્રદેશની કૈરાના સીટ પર 73, મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા સીટ પર 49 અને નાગાલેન્ડ સીટના એકબુથ પર ફરી મતદાન

   કરવામાં આવી રહ્યું છે. સોમવારે આ પોલિંગ બુથ પર ઈવીએમમાં ખાબી હોવાના કારણે ચૂંટણી પ્રક્રિયા અટકાવવામાં આવી હતી. 3 રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10

   વિધાનસભા સીટની પેટા ચૂંટણી માટે સોમવારે મતદાન કરવામાં આવ્યું હતું. તેના પરિણામ 31મેના રોજ આવશે.

   ભંડારા-ગોંદિયાના કલેક્ટરની ટ્રાન્સફર


   - ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે ઈલેક્શન કમિશને કહ્યું હતું કે, ઈવીએમની ખરાબીના કારણે ભંડારા-ગોંદિયામાં ફરી ચૂંટણી કરવામાં આવી રહી છે. તે સાથે જ કમિશને કલેક્ટર અભિમન્યું કાલે અને કંદબારી બાલ્કવાડેની ટ્રાન્સફર કરી દીધી છે.

   પેટા ચૂંટણીમાં 11 ટકા મશીનો હતી ખરાબ


   - ઈલેક્શન કમિશને કહ્યું છે કે, સોમવારે10 રાજ્યોમાં લોકસભા અને વિધાનસભાની પેટાચૂંટણી દરમિયાન 11 ટકા ઈવીએમ અને વીવીપેટમાં ખરાબી નોંધવામાં આવી છે. જેને સમયાંતરે બદલીદેવામાં આવ્યા હતા.

   1) કૈરાના, ઉત્તરપ્રદેશ
   તબસ્સુમ હસન, રાલોદ V/S મૃગાંકા સિંહ, ભાજપ


   કેમ ખાલી થઈ: ભાજપ સાસંદ હુકમ સિંહના નિધનના કારણે
   - અહીં 2014માં હુકમ સિંહને 5,65,909 વોટ મળ્યા હતા. અહીં કુલ મતદાનના 50.6 ટકા હતું. તેમને સમાજવાદી પાર્ચીના નાહિદન હસનને 2,36,636 મતથી હરાવ્યા હતા. તેમને કુલ મતદાનના માત્ર 29 ટકા મત જ મળ્યા હતા.
   - આ વખતે ભાજપ ઉમેદવારને વધારે મુકાબલો કરવો પડે તેવી સ્થિતિ છે. આરએલડી ઉમેદવાર બસસ્સુમને સપા, બસપા, કોંગ્રેસ અને આપે સમર્થન આપ્યું છે.
   - 2014માં તેમાંથી આરએલડી ઉમેદવારને 3.8 ટકા, સપા ઉમેદવારને 29.4 ટકા, બસપા ઉમેદવારને 14.3 ટકા અને આપ ઉમેદવારને 0.2 ટકા વોટ મળ્યા હતા. આરએલડી સાથે ગઠબંધનના કારણે કોંગ્રેસે અહીં તેમનો ઉમેદવાદ નથી ઉતાર્યો. આ વખતે એકજૂથ થયેલા 4 દળનો વોટ શેર એક કરી દેવામાં આવે તો તે કુલ 47.7 ટકા થાય. કુલ વોટ મળીને 5,34,864 થાય છે. જે હુકુમ સિંહને મળેલા વોટ અને વોટ શેર કરતા ઓછું છે.

   2) ભંડારા-ગોદિયા, મહારાષ્ટ્ર


   મધુકર કુકડે, એનસીપી V/S હેમંત પાટલે, BJP


   કેમ ખાલી થઈ આ સીટ: ભાજપના બળવાખોર સાસંદ નાના પટોલેએ રાજીનામું આપ્યું છે. તેઓ કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે.


   - નાના પટોલે ભાજપ છોડીને કોંગ્રેસમાં આવ્યા હતા, પરંતુ પાર્ટીએ તેમને ટીકિટ ન આપી. આ સીટ પર કોંગ્રેસે એનસીપી સાથે સમજૂતી કરી લીધી છે. માનવામાં આવે છે કે, કોંગ્રેસ પટોલને ટીકિટ આપતી તો એનસીપીનો એક વર્ગ તેમને સમર્થન ન આપતા.
   - 2014માં અહીં નાના પટોલને 6,06,129 મત મળ્યા હતા. તેમણે એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલને અંદાજે દોઢ લાખ મતથી હાર અપાવી હતી.

   3) નાગાલેન્ડ
   તોખેયો યેપથોમી, પીડીએ V/S સીએ અપોક જમીર, એનપીએફ


   કેમ ખાલી થઈ આ સીટ: હાલના મુખ્યમંત્રી નેફ્યૂ રિયોએ રાજીનામું આપ્યું. તેઓ ભાજપના સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટમાંથી છે.


   એક સમયે 86 ટકા મત મેળવનાર કોંગ્રેસ 3 ચૂંટણી પછી પણ જીત નથી મેળવી શકતી
   - આ સીટ ઉપર માત્ર બે ઉમેદવાર છે. રાજ્યની તે એક માત્ર લોકસભા સીટ છે.
   - આ સીટ પર મુખ્ય મુકાબલો કોંગ્રેસના સમર્થન વાળા પીપુલ્સ ડેમોક્રેટિક અલાયંન્સ (પીડીએ) અને ભાજપ સમર્થનવાળા નગા પીપુલ્સ ફ્રન્ટ (એનપીએફ) વચ્ચે છે.
   - ત્રણ વાર આ સીટ પર એનપીએફને જીત મળી છે. આ પહેલાં આ સીટ પર કોંગ્રેસનો કબજો હતો.
   - 1998ની ચૂંટણીમાં અહીં કોંગ્રેસ ઉમેદવારને 86.70 ટકા વોટ અને 1999માં 71.18 ટકા વોટ મળ્યા હતા. ત્યારપછી 2004ની ચૂંટણીમાં એનપીએફએ કોંગ્રેસને બહારનો રસ્તો બતાવી દીધો હતો.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: કૈરાના સહિત 3 લોકસભાની સીટ માટે આજે ફરી મતદાન| Re-Polling To Take Place At 73 Booths In Kairana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `