ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પેટાચૂંટણીઃ EVMમાં ખરાબીના કારણે 3 લોકસભાના 123 બૂથો પર કાલે ફેર મતદાન | Re-polling on Wednesday in 123 booths of 3 Lok Sabha seats including Kairana

  પેટાચૂંટણીઃ કૈરાના સહિત 3 લોકસભા સીટના 123 બૂથો પર કાલે ફેર મતદાન

  Bhaskar News | Last Modified - May 29, 2018, 10:09 PM IST

  ચૂંટણી પંચે કહ્યું છે કે ઉ.પ્ર.માં કૈરાના સીટ પર 73, મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા સીટ પર 49 નાગાલેન્ડમાં 1 બૂથમાં પોલીંગ
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને નાગાલેન્ડની 3 લોકસભા બેઠકો માટે 123 પોલિંગ બૂથ પર પેટાચૂંટણીમાં બુધવારે ફરી મતદાન થશે. અહીં સોમવારે ઇવીએમમાં ખરાબી પેદા થવાથી મતદાન પ્રક્રિયા ખોરંભાઇ હતી. ચૂંટણી પંચ તરફથી જણાવવામાં આવ્યું છે કે ઉત્તરપ્રદેશમાં કૈરાના સીટ પર 73, મહારાષ્ટ્રમાં ભંડારા-ગોંદિયા સીટ પર 49 અને નાગાલેન્ડ સીટના એક બૂથ પર ફરીવાર મતદાન થશે. આ દરમિયાન લોકો સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. ઉલ્લેખનીય છે કે ત્રણ રાજ્યોની 4 લોકસભા અને નવ રાજ્યોની 10 વિધાનસભા સીટો પર પેટાચૂંટણીમાં સોમવારે મતદાન યોજાયું હતું. તેના પરિણામ 31 મેના રોજ જાહેર થશે.

   ભંડારા-ગોંદિયાના કલેક્ટરની બદલી

   - ન્યુઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ચૂંટણી પંચે કહ્યું છે કે ઇવીએમ બગડવાથી ભંડારા-ગોંદિયા પર ફરી મતદાન થઇ રહ્યું છે. તેની સાથે પંચે કલેક્ટર અભિમન્યુ કાલે અને કદંબરી બાલ્કવાડેની બદલી કરી છે.
   - જ્યારે ઉત્તરપ્રદેશના ડીઆઇજી (કાનૂન વ્યવસ્થા) પ્રવીણ કુમારે જણાવ્યું કે કૈરાના લોકસભા સીટના જે બૂથો પર મશીનો ખરાબ થયા હતા અને વિવાદના કારણે મતદાનને અસર થઇ હતી ત્યાં ફરી મતદાન કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

   પેટાચૂંટણીમાં 11 ટકા મશીનો થયા હતા ખરાબ

   - ચૂંટણી પંચે કહ્યું હતું કે સોમવારે 10 રાજ્યોમાં લોકસભા અને વિધાન સભાની પેટાચૂંટણી દરમિયાન 11 ટકા ઇવીએમ અને વીવીરેટમાં ખરાબી જણાઇ હતી. તેને પછી બદલી નાખવામાં આવ્યા હતા.
   - કૈરાના સીટ પર બધા પક્ષોએ ફરી મતદાનની માગણી ચૂંટણી પંચને કરી હતી. અહીં 173 ઇવીએમ ખરાબ થયાની ફરિયાદ થઇ હતી. રાજ્યના ચૂંટણી પંચની ભલામણથી ચૂંટણી પંચે 73 બૂથો પર ફરી મતદાન કરવાનો આદેશ આપ્યો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પેટાચૂંટણીઃ EVMમાં ખરાબીના કારણે 3 લોકસભાના 123 બૂથો પર કાલે ફેર મતદાન | Re-polling on Wednesday in 123 booths of 3 Lok Sabha seats including Kairana
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `