ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» RBIs disclosure- 23 thousand bank scam of 1 lakh crore in 5 years

  RBIનો ખુલાસો: 5 વર્ષમાં 1 લાખ કરોડના 23 હજાર બેન્ક કૌભાંડ

  Agency, New Delhi | Last Modified - May 03, 2018, 03:44 AM IST

  જનધન ‘સફાઈ’ અભિયાન : મોદી સરકાર બન્યા બાદ 4 વર્ષમાં 90 હજાર કરોડના બેન્ક ફ્રોડ
  • RBIનો ખુલાસો: 5 વર્ષમાં 1 લાખ કરોડના 23 હજાર બેન્ક કૌભાંડ
   RBIનો ખુલાસો: 5 વર્ષમાં 1 લાખ કરોડના 23 હજાર બેન્ક કૌભાંડ

   નવી દિલ્હી: છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ બેન્કોમાં આશરે 23000 ફ્રોડ કેસોમાં રૂ. એક લાખ કરોડથી વધુ રકમ સલવાયેલી હોવાનું રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે. 2016-17માં નોંધાયેલા કેસોની સંખ્યા 5000 કેસો હતા તે વધીને માર્ચ-18 સુધીમાં 5152ની થઇ છે. તે જોતાં એપ્રિલ-17થી માર્ચ-18 દરમિયાન ફ્રોડના કેસોમાં આશરે રૂ. 28459 કરોડની રકમ જે અત્યારસુધીની સૌથી વધુ રકમ છે તે ફસાઇ હોવાનું આરબીઆઇએ જણાવ્યું છે. 2016-17માં બેન્કોમાં ફ્રોડના 5076 કેસો નોંધાવા સાથે કુલ રૂ. 22933 કરોડ ફસાયા હતા.


   2013થી માર્ચ-2018 સુધીમાં ઓછામાં ઓછા 23866 કેસોમાં રૂ. એક લાખ કે તેથી વધુ રકમના ફ્રોડ થયાના કેસો નોંધાયા છે. ટૂંકમાં અત્યારસુધીમાં કુલ રૂ. 100718 કરોડ બેન્કોના ફસાયા હોવાનું આરબીઆઇએ એક આરટીઆઇ ક્વેરીમાં જણાવ્યું છે. 2015-16માં 4693 કેસોમાં રૂ. 18698 કરોડ અને 2014-15માં 4693 કેસોમાં રૂ. 19455 કરોડ ફસાયા હતા. તે જરીતે 2013-14માં 4306 કેસોમાં રૂ. 10170 કરોડ ફસાયેલા રહ્યા હતા.


   આરબીઆઇએ એવી પણ સ્પષ્ટતા કરી છે કે, નોંધાયેલા ફ્રોડ કેસોમાં બેન્કોને હકીકત અને પરિસ્થિતિ અનુસાર કાર્યવાહી કરવાની સૂચના પણ આપવામાં આવી છે. જેમાં સીબીઆઇ, ઇડી પણ જંગી રકમના કેસોમાં તપાસ કરી રહી છે. બેન્કોના અધિકારીઓ, ઉદ્યોગપતિઓ તેમજ મળતિયાઓની સાંઠગાંઠ અંગે પણ તપાસ ચાલી રહી છે. તે પૈકી પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 13000 કરોડના ફ્રોડ કેસમાં ગીતાંજલી જેમ્સના પ્રમોટર નિરવ મોદી અને મેહુલ ચોક્સીનો કેસ સૌથી મહત્વનો કેસ હોવાનું આરબીઆઇએ નોંધ્યું છે.

   તે ઉપરાંત સીબીઆઇએ પણ આઇડીબીઆઇ બેન્કના પૂર્વ સીએમડી સહિત બે ટોચના અધિકારીઓ, એરસેલના પૂર્વ પ્રમોટર સી શિવશંકરન, તેમના પૂત્ર અને તેમની કંપનીઓના અધિકારીઓની પણ રૂ. 600 કરોડના લોન ફ્રોડ કેસમાં ધરપકડ કરી છે. એટલુંજ નહિં આઇડીબીઆઇના આશરે 15થી વધુ અધિકારીઓની આમા સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું છે. આ કૌભાંડ 2010 અને 2014 દરમિયાન આચરાયું હતું.

   પાંચ વર્ષમાં બેન્કોને લગભગ 2 હજાર કરોડનું નુકસાન

   2012-2013માં બેન્કના કૌભાંડોથી બેન્કોને વર્ષે 63 અબજ રૂપિયાનું નુકસાન થતું રહ્યું છે. આ આંકડો સતત વધતો રહ્યો છે. 2016-17માં 2 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચૂક્યું છે. આગામી વર્ષે આ આંકડો હજી વધે તેવી પૂરી સંભાવના છે.

   પીએનબીમાં સૌથી વધુ 389 ગોટાળાના કેસ


   જાહેર ક્ષેત્રની બેંકોમાં દેશની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કમાં સૌથી વધુ કૌભાંડ થવા પામ્યા છે. પીએનબીમાં છેલ્લા પાંચ વર્ષમાં 389 ગોટાળા થઈ ચૂક્યા છે. તેમાં બેંકને અત્યાર સુધીમાં 650 કરોડથી વધુનું નુકસાન થયું છે.

   સરકારી બેન્કોના 55% કેસ, રકમ 83%


   આરબીઆઈના જણાવ્યા મુજબ 55% સરકારી બેન્કોની 83% રકમ ગાયબ થઈ ગઈ છે. 17% ખાનગી બેન્કોમાં કિસ્સા, 27% વિદેશી બેન્કોમાં કિસ્સા નોંધાયા છે.

   NPAમાં ટોચની બેન્કો

   બેન્ક રૂ. કરોડ
   સ્ટેટ બેન્ક 201560
   પીએનબી 55200
   આઇડીબીઆઇ 44542
   બેન્ક ઓફ ઇન્ડિયા 43474
   બીઓબી 41649
   યુનિયન બેન્ક 38047
   કેનરા બેન્ક 37794
   આઇસીઆઇસીઆઇ 33849

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: RBIs disclosure- 23 thousand bank scam of 1 lakh crore in 5 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top