નાગપુર / રતન ટાટા RSS મુખ્યાલયમાં મોહન ભાગવતને મળ્યાં, સંઘે સૌજન્ય મુલાકાત ગણાવી

Ratan Tata meets Mohan Bhagwat at RSS headquarters in Nagpur
X
Ratan Tata meets Mohan Bhagwat at RSS headquarters in Nagpur

  • રતન ટાટા અને ભાગવતની બેઠક બુધવારે 2 કલાક સુધી ચાલી, ટાટા 2 દિવસ નાગપુરમાં રોકાયા 
  • ચૂંટણી ટાણે આ મુલાકાત ચર્ચાનો વિષય બની
  • મુકેશ અંબાણીએ કોંગ્રેસના મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ છે
  • ગત વર્ષે ભાગવતે ટાટા ગ્રુપના વખાણ કર્યા હતા, સંઘના કાર્યક્રમમાં રતન ટાટા મુખ્ય અતિથિ હતા 

Divyabhaskar

Apr 19, 2019, 12:35 PM IST
નાગપુરઃ ઉદ્યોગપતિ રતન ટાટાએ બુધવારે RSSના કાર્યાલયમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી.સૂત્રોની માહિતી પ્રમાણે ભાગવત અને ટાટાની બેઠક 2 કલાક સુધી ચાલી હતી. આ મુલાકાત એટલા માટે ચર્ચાનો વિષય બની છે કારણ કે ચૂંટણીમાં ઉદ્યોગપતિઓ રાજકીય દળો અને નેતાઓનું સમર્થન કરી રહ્યા છે. જો કે, સંઘના કાર્યકર્તાઓએ રતન ટાટા અને મોહન ભાગવતની બેઠકને સૌજન્ય મુલાકાત ગણાવી હતી.
1. રતન ટાટા દોઢ વર્ષમાં બીજી વખત સંઘના કાર્યાલયે પહોંચ્યા
રતન ટાટા બે દિવસ માટે નાગપુર પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સરસંઘ ચાલક મોહન ભાગવત સાથે મુલાકાત કરી હતી. અગાઉ 28 ડિસેમ્બર 2016ના રોજ રતન ટાટા RSSના કાર્યાલય ખાતે ગયા હતા. 
ગત વર્ષ ઓગસ્ટમાં રતન ટાટા અને મોહન ભાગવત મુંબઈમાં એક મંચ પર જોવા મળ્યા હતા. RSSના સ્વર્ગસ્થ નેતા નાના પાલકરની જન્મજયંતિ પ્રસંગે રતન ટાટા મુખ્ય અતિથી તરીકે સામેલ થયા હતા. 
મુંબઈના કાર્યક્રમમાં ભાગવતે મંચ પરથી ટાટા ગ્રુપના વખાણ કર્યા હતા. ભાગવતે કહ્યું કે, ગ્રુપનું ધ્યાન હંમેશાએ જ વાત પર રહે છે કે સંપત્તિમાં વધારો કરવાની જગ્યાએ સમાજના ભલા માટે સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે. 
 
4. મુકેશ અંબાણી, ઉદય કોટકે મિલિંદ દેવડાનું સમર્થન કર્યુ
ગુરુવારે કોંગ્રેસ નેતા મિલિંદ દેવડાએ સોશિયલ મીડિયા પર એક વીડીયો શેર કર્યો હતો જેમા રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણી અને કોટક મહિન્દ્રા બેન્કના ઉદય કોટક દેવડાનું સમર્થન કરતા નજરે પડે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી