ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Desh» Rasgulla worth rupees 25 thousand stolen from a store in Bihar

  થઇ એક અનોખી ચોરી, 25,000 રૂપિયાના રસગુલ્લા લઇને ચોર થયા ફરાર

  divyabhaskar.com | Last Modified - May 10, 2018, 01:27 PM IST

  દુકાનદારે જ્યારે સવારે દુકાન ખોલી તો અંદરનો હાલ જોઇને તેના હોશ ઉડી ગયા
  • ચોર પચ્ચીસ હજાર રૂપિયાના રસગુલ્લા ચોરીને ફરાર થઇ ગયા છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ચોર પચ્ચીસ હજાર રૂપિયાના રસગુલ્લા ચોરીને ફરાર થઇ ગયા છે. (ફાઇલ)

   પટના: આજ સુધી તમે ઘરેણા, રૂપિયા અને અન્ય કીમતી સામાનોની ચોરીની ખબર સાંભળી હશે, પરંતુ રસગુલ્લાની પણ ચોરી થઇ શકે, એવું પહેલીવાર સાંભળ્યું હશે. બિહારમાં આવી એક વિચિત્ર ચોરીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ચોર પચ્ચીસ હજાર રૂપિયાના રસગુલ્લા ચોરીને ફરાર થઇ ગયા છે. આ વાત પર પહેલા તો લોકોને વિશ્વાસ જ ન થયો. પરંતુ, જ્યારે અસલિયત સામે આવી તો તમામ લોકો ચોંકી ગયા.

   શું છે મામલો

   - આ ઘટના બિહારના ગયા જિલ્લાની છે. ગયા જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના શાહમીર તકિયા મોહલ્લામાં શ્રીશંકર મિષ્ટાન્ન ભંડારમાં સોમવારે રાતે ચોરી થઇ.

   - ચોરોએ દુકાનમાં રાખેલા રૂપિયા-પૈસા તો ચોરી જ લીધા, સાથે જ તે એક ગ્રાહકના ઓર્ડર પર બનાવીને રાખેલા 25,000 રૂપિયાના રસગુલ્લા પણ સાથે લઇ ગયા.
   - જણાવવામાં આવી રહ્યું છે કે ચોરોએ દુકાનની છત પર લાગેલા એસબેસ્ટસને હટાવ્યું અને પછી દુકાનમાં ઘૂસ્યા. દુકાનમાં રાખેલા 20-25 હજારના રસગુલ્લા ચોર્યા અને પછી ફરાર થઇ ગયા.
   - એટલું જ નહીં, ચોરોએ ફ્રિઝરમાં રાખેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલો પણ પોતાની સાથે લઇ ગયા. કેશબોક્સમાં રાખેલા 10 હજાર રૂપિયા પણ પોતાની સાથે લઇ ગયા.

   દુકાનદારે દુકાન ખોલી તો ઉડ્યા હોશ

   - દુકાનદારે જ્યારે સવારે દુકાન ખોલી તો અંદરનો હાલ જોઇને તેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે દુકાનની ઉપરની છત તૂટેલી છે. લગ્નના ઓર્ડરના હજારો રસગુલ્લાઓ અને કોલ્ડ ડ્રિંક્સની ડઝન જેટલી બોટલો પણ ગાયબ છે.

   - ત્યારબાદ દુકાન માલિક શંકરપ્રસાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણકારી આપી. કહ્યું કે આજ સુધી મેં સોના-ચાંદી અને રૂપિયાની ચોરીની વાત સાંભળી હતી, પરંતુ રસગુલ્લાની ચોરી જોઇને હું પણ અચંબામાં છું.
   - સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હરિ ઓઝાએ જણાવ્યું કે દુકાનમાંથી રસગુલ્લાની ચોરીનો મામલો નોંધવામાં આવ્યો છે. આખા મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

  • લગ્નના ઓર્ડરના હજારો રસગુલ્લાઓ અને કોલ્ડ ડ્રિંક્સની ડઝન જેટલી બોટલો પણ ગાયબ છે. (ફાઇલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   લગ્નના ઓર્ડરના હજારો રસગુલ્લાઓ અને કોલ્ડ ડ્રિંક્સની ડઝન જેટલી બોટલો પણ ગાયબ છે. (ફાઇલ)

   પટના: આજ સુધી તમે ઘરેણા, રૂપિયા અને અન્ય કીમતી સામાનોની ચોરીની ખબર સાંભળી હશે, પરંતુ રસગુલ્લાની પણ ચોરી થઇ શકે, એવું પહેલીવાર સાંભળ્યું હશે. બિહારમાં આવી એક વિચિત્ર ચોરીનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, ચોર પચ્ચીસ હજાર રૂપિયાના રસગુલ્લા ચોરીને ફરાર થઇ ગયા છે. આ વાત પર પહેલા તો લોકોને વિશ્વાસ જ ન થયો. પરંતુ, જ્યારે અસલિયત સામે આવી તો તમામ લોકો ચોંકી ગયા.

   શું છે મામલો

   - આ ઘટના બિહારના ગયા જિલ્લાની છે. ગયા જિલ્લાના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના શાહમીર તકિયા મોહલ્લામાં શ્રીશંકર મિષ્ટાન્ન ભંડારમાં સોમવારે રાતે ચોરી થઇ.

   - ચોરોએ દુકાનમાં રાખેલા રૂપિયા-પૈસા તો ચોરી જ લીધા, સાથે જ તે એક ગ્રાહકના ઓર્ડર પર બનાવીને રાખેલા 25,000 રૂપિયાના રસગુલ્લા પણ સાથે લઇ ગયા.
   - જણાવવામાં આવી રહ્યું છે કે ચોરોએ દુકાનની છત પર લાગેલા એસબેસ્ટસને હટાવ્યું અને પછી દુકાનમાં ઘૂસ્યા. દુકાનમાં રાખેલા 20-25 હજારના રસગુલ્લા ચોર્યા અને પછી ફરાર થઇ ગયા.
   - એટલું જ નહીં, ચોરોએ ફ્રિઝરમાં રાખેલી કોલ્ડ ડ્રિંક્સની બોટલો પણ પોતાની સાથે લઇ ગયા. કેશબોક્સમાં રાખેલા 10 હજાર રૂપિયા પણ પોતાની સાથે લઇ ગયા.

   દુકાનદારે દુકાન ખોલી તો ઉડ્યા હોશ

   - દુકાનદારે જ્યારે સવારે દુકાન ખોલી તો અંદરનો હાલ જોઇને તેના હોશ ઉડી ગયા. તેણે જોયું કે દુકાનની ઉપરની છત તૂટેલી છે. લગ્નના ઓર્ડરના હજારો રસગુલ્લાઓ અને કોલ્ડ ડ્રિંક્સની ડઝન જેટલી બોટલો પણ ગાયબ છે.

   - ત્યારબાદ દુકાન માલિક શંકરપ્રસાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને પોલીસને ઘટનાની જાણકારી આપી. કહ્યું કે આજ સુધી મેં સોના-ચાંદી અને રૂપિયાની ચોરીની વાત સાંભળી હતી, પરંતુ રસગુલ્લાની ચોરી જોઇને હું પણ અચંબામાં છું.
   - સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ હરિ ઓઝાએ જણાવ્યું કે દુકાનમાંથી રસગુલ્લાની ચોરીનો મામલો નોંધવામાં આવ્યો છે. આખા મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Desh Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rasgulla worth rupees 25 thousand stolen from a store in Bihar
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top