સામે આવ્યું કૂતરાઓ સાથે જોડાયેલું 5000 વર્ષ જૂની માનવસભ્યતાનું એક 'રહસ્ય'

આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી સિનૌલી સાઇટથી કેટલાંક એવા પણ પુરાવાઓ મળ્યા છે, જે અતિશય ચોંકાવનારા છે

divyabhaskar.com | Updated - Jun 13, 2018, 07:30 AM
સિનૌલીથી પ્રાચીન માનવ સભ્યતાના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના.
સિનૌલીથી પ્રાચીન માનવ સભ્યતાના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના.

આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી સિનૌલી સાઇટથી કેટલાંક એવા પણ પુરાવાઓ મળ્યા છે, જે અતિશય ચોંકાવનારા છે. 5000 વર્ષ પહેલાની સભ્યતામાં જાનવરોને પણ મર્યા બાદ સન્માનથી દફનાવવામાં આવતા હતા. સાઇટ પરથી મળેલા એક કૂતરાના હાડપિંજરે આ વાત પર મહોર મારી છે. તેના પર હવે પુરાતત્વવિદો ઊંડા અભ્યાસમાં લાગી ગયા છે.

બાગપત (યુપી): આખી દુનિયા માટે આકર્ષણનું કેન્દ્ર બનેલી સિનૌલી પુરાતત્વ સાઇટથી કેટલાંક એવા પણ પુરાવાઓ મળ્યા છે, જે અતિશય ચોંકાવનારા છે. 5000 વર્ષ પહેલાની સભ્યતામાં જાનવરોને પણ મર્યા બાદ સન્માનથી દફનાવવામાં આવતા હતા. સાઇટ પરથી મળેલા એક કૂતરાના હાડપિંજરે આ વાત પર મહોર મારી છે. તેના પર હવે પુરાતત્વવિદો ઊંડા અભ્યાસમાં લાગી ગયા છે.

સાઇટથી મળેલા દુર્લભતમ અવશેષો દિલ્હી રવાના

- ઉલ્લેખનીય છે કે 15 ફેબ્રુઆરી, 2018ના રોજ સિનૌલી ખોદકામ સ્થળ પર ASIની ડાયરેક્ટર જનરલ ડૉ. ઉષા શર્માના નિર્દેશ પર પુરાતત્વવિદ ડૉ. સંજય મંજુલ અને ડૉ. અરવિન મંજુલના નિર્દેશનમાં ટ્રાયલ ટ્રેન્ચ (ઊંડાણપૂર્વક અધ્યયન)નું કામ શરૂ થયું હતું.

- ડૉ. સંજય મંજુલ અને ડૉ. અરવિન મંજુલે જણાવ્યું કે અહીંથી મળેલું કૂતરાનું હાડપિંજર પોતાની રીતે મહત્વપૂર્ણ છે. તેનાથી જાણ થાય છે કે 5000 વર્ષ પહેલા મર્યા પછી જે સન્માન માણસોને મળતું હતું, એવું જ સન્માન જાનવરોને પણ મળતું હતું.
- સાઇટથી મળેલા દુર્લભતમ પુરાવશેષોને દિલ્હી લઇ જવામાં આવી રહ્યા છે. 90%થી વધુ સામાન પહેલા જ ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. સાઇટ પર ખોદકામ બંધ થઇ ચૂક્યું છે, એટલે ટ્રાયલ ટ્રેન્ચને પણ માટી નાખીને પૂરવામાં આવી રહ્યું છે.

- ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને સિનૌલીમાં ખોદકામ દરમિયાન રોયલ ફેમિલિના તાબૂત સહિત 8 નરકંકાલ મળ્યા છે. અહીંયા પહેલીવાર રથના અવશેષ મળ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ અવશેષ 5000 વર્ષ જૂના એટલે કે મહાભારતકાળના હોઇ શકે છે. જોકે, આ અભિયાન સાથે જોડાયેલા ડૉ. સંજય મંજુલના જણાવ્યા પ્રમાણે, તેની પુષ્ટિ લેબમાં ટેસ્ટ પછી જ થશે. તેનું કાર્બન ડેટિંગ પણ કરાવવામાં આવશે.

આ પણ વાંચો: પેરુઃ દુનિયાના સૌથી મોટા બલિ સ્થળથી મળ્યા 140 બાળકોના 550 વર્ષ જૂના અવશેષ

કેવી રીતે થયું ખોદકામ?

- સિનૌલી ગામમાં 2004-2005માં ASIએ ખોદકામ કરાવ્યું હતું. ત્યારે સિંધુ ઘાટીની સભ્યતાના 116 નરકંકાલ મળ્યા હતા. આ કામ ASIના અધિકારી ડૉ. ડીબી શર્માની દેખરેખમાં થયો હતો. ફેબ્રુઆરીમાં ગામના સત્યેન્દ્ર સિંહ માનને ખેતરમાં કામ કરતી વખતે તાંબાના કેટલાક ટુકડા મળ્યા હતા. ત્યારે તેમણે ASIનો સંપર્ક કર્યો.

- 15 ફેબ્રુઆરી, 2018ના રોજ સિનૌલી ખોદકામ સ્થળ પર ASIની ડાયરેક્ટર જનરલ ડૉ. ઉષા શર્માના નિર્દેશ પર પુરાતત્વવિદ ડૉ. સંજય મંજુલ અને ડૉ. અરવિન મંજુલના નિર્દેશનમાં ટ્રાયલ ટ્રેન્ચ (ઊંડાણપૂર્વક અધ્યયન)નું કામ શરૂ થયું હતું.
- આ પહેલા વર્ષ 2005ના ખોદકામ પછી 2007માં સિનૌલીની માનવ વસ્તીના સર્વેક્ષણ દરમિયાન શહજાદ રાય શોધ સંસ્થાનના ડાયરેક્ટ અમિત રાય જૈન તેમજ તત્કાલીન ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ (મેરઠ પરિક્ષેત્ર) વિજયકુમારને અહીંયા તાંબાના કેટલાક ટુકડા મળ્યા હતા. જે સ્થળ પર ગામલોકો દ્વારા માટી હટાવવામાં આવી હતી, તે જ સ્થાન પર સિનૌલીનો આ ઐતિહાસિક ટ્રેન્ચ લગાવવામાં આવ્યો.
- ASI પુરાતત્વ સંસ્થાન લાલ કિલ્લાના ડાયરેક્ટર ડૉ. સંજય મંજુલે જણાવ્યું કે ખોદકામથી 8 માનવ હાડપિંજર તેમજ તેમની સાથે ત્રણ તલવારો, મોટી સંખ્યામાં માટીના વાસણો અને સૌથી દુર્લભ 5000 વર્ષ જૂના માનવ યોદ્ધાઓના ત્રણ તાબૂત મળ્યા. આ તાંબા સુસજ્જિત છે. ભારતમાં ASIની સ્થાપના પછીથી અત્યાર સુધી થયેલા ખોદકામ તેમજ રિસર્ચમાં પહેલીવાર સિનૌલીથી ભારતીય યૌદ્ધાઓના ત્રણ રથ પણ મળ્યા છે. આ વિશ્વ ઇતિહાસની એક દુર્લભતમ ઘટના છે.
- ઇતિહાસકાર ડૉ. કે.કે. શર્માના જણાવ્યા અનુસાર, આ વિસ્તાર કુરૂ જનપદના પ્રાચીનકાળથી એક કેન્દ્ર રહ્યું છે, જેની પ્રાચીન રાજધાની હસ્તિનાપુર તેમજ ઇન્દ્રપ્રસ્થ (દિલ્હી) રહી છે.


આગળ જુઓ, સંબંધિત દુર્લભ ચીજોની તસવીરો

કૂતરાના હાડપિંજરથી ખૂલ્યું 5000 વર્ષ જૂની માનવ સભ્યતાનું એક રહસ્ય.
કૂતરાના હાડપિંજરથી ખૂલ્યું 5000 વર્ષ જૂની માનવ સભ્યતાનું એક રહસ્ય.
સિનૌલીથી રોયલ ફેમિલીના માનવ હાડપિંજર પણ મળ્યા છે.
સિનૌલીથી રોયલ ફેમિલીના માનવ હાડપિંજર પણ મળ્યા છે.
આ સભ્યતાને મહાભારતકાલીન માનવામાં આવી રહી છે.
આ સભ્યતાને મહાભારતકાલીન માનવામાં આવી રહી છે.
ફેબ્રુઆરીમાં થયેલું ટ્રાયલ ટ્રેન્ચ.
ફેબ્રુઆરીમાં થયેલું ટ્રાયલ ટ્રેન્ચ.
સિનૌલીથી પ્રાચીન રસોડા સાથે જોડાયેલા વાસણો પણ મળ્યા છે.
સિનૌલીથી પ્રાચીન રસોડા સાથે જોડાયેલા વાસણો પણ મળ્યા છે.
X
સિનૌલીથી પ્રાચીન માનવ સભ્યતાના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના.સિનૌલીથી પ્રાચીન માનવ સભ્યતાના ઘણા રહસ્યો પરથી પડદો ઉઠવાની સંભાવના.
કૂતરાના હાડપિંજરથી ખૂલ્યું 5000 વર્ષ જૂની માનવ સભ્યતાનું એક રહસ્ય.કૂતરાના હાડપિંજરથી ખૂલ્યું 5000 વર્ષ જૂની માનવ સભ્યતાનું એક રહસ્ય.
સિનૌલીથી રોયલ ફેમિલીના માનવ હાડપિંજર પણ મળ્યા છે.સિનૌલીથી રોયલ ફેમિલીના માનવ હાડપિંજર પણ મળ્યા છે.
આ સભ્યતાને મહાભારતકાલીન માનવામાં આવી રહી છે.આ સભ્યતાને મહાભારતકાલીન માનવામાં આવી રહી છે.
ફેબ્રુઆરીમાં થયેલું ટ્રાયલ ટ્રેન્ચ.ફેબ્રુઆરીમાં થયેલું ટ્રાયલ ટ્રેન્ચ.
સિનૌલીથી પ્રાચીન રસોડા સાથે જોડાયેલા વાસણો પણ મળ્યા છે.સિનૌલીથી પ્રાચીન રસોડા સાથે જોડાયેલા વાસણો પણ મળ્યા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App