યોગગુરુ રામદેવનું શીર્ષાસનઃ મોદીને મોંઘવારી મારશે; 2019માં ભાજપનો પ્રચાર નહીં કરે

રામદેવે કહ્યું કે આર્થિક અરાજકતાની સાથે દેશમાં રાજકીય અરાજકતાનો માહોલ છે

DivyaBhaskar.com | Updated - Sep 17, 2018, 10:04 AM
Ramdev headstand modi will rise by inflation

નવી દિલ્હી: યોગગુરુ રામદેવે રવિવારે મોંઘવારી અંગે મોદી સરકારને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો વધતી કિંમતોને કાબૂમાં નહીં લેવાય તો આ આગ મોદી સરકારને બહુ મોંઘી પડશે. જો કે એક રીતે દેશના લોકો સંતુષ્ટ છે કે આ સરકાર ભારત અને ભારતીયતાની વિરોધી નથી.


અન્ય ક્ષેત્રોમાં મોદી સારું કામ કરી રહ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં મોદી અને ભાજપનું સમર્થન કરી સક્રિય રહેલા બાબા 2019માં ભાજપ માટે પ્રચાર નહીં કરે. તેમણે કહ્યું કે આર્થિક અરાજકતાની સાથે દેશમાં રાજકીય અરાજકતાનો માહોલ છે.


કોણ કોની નજીક છે, કોઈને મળો તો પણ ઠપ્પો લાગી જાય છે.હવે જેની સરકાર હોય તેને તો નમસ્કાર કરવા જ પડે. આ બધા વચ્ચે સામાજિક અરાજકતા અને જ્ઞાતિગત ઉન્માદ પણ એક સમસ્યા છે. છેલ્લા 1500 વર્ષોથી સમાજના નબળાં વર્ગ પર જુલમ થયા પરંતુ તે ગુનાની સજા આજના લોકોને કેમ આપવામાં આવે છે. આજના માહોલને જોતા લાગે છે કે બધુ ઠીક નથી. નફરતની આગ તરત ખતમ કરવી જોઈએ. એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં બાબાએ કહ્યું કે ઘણા લોકો મોદી સરકારની નીતિના વખાણ કરે છે પરંતુ હવે કેટલાક લોકો સુધારાની જરૂરિયાત અનુભવી રહ્યા છે.


વિજય માલ્યા વિશે રામદેવે કહ્યું - જ્યારે ખબર પડી કે માલ્યા દેવાળિયો થઈ ગયો છે તેમ છતાં તેની મદદ કરવાનું ચાલું રહ્યું. તેના માટે કોણ જવાબદાર? તે કેવી રીતે ભાગ્યો? મને એવું લાગે છે કે એક રાક્ષસ પેદા કરાયો અને તે રાક્ષસ દેશ છોડી ભાગી ગયો.


નીરવ મોદી વિશે રામદેવે કહ્યું - દેશમાં આર્થિક અરાજકતાનો માહોલ છે. થોડા અપ્રમાણિક લોકોને કારણે સારા લોકોને પણ પોતાના વેપારમાં મુશ્કેલી પડી રહી છે. 2-4 કરોડથી લઈ 10-20 હજાર કરોડ સુધીના વેપારીઓને આ આર્થિક અરાજકતાની સમસ્યા છે.


રાહુલ ગાંધી વિશે રામદેવે કહ્યું - રાહુલ ગાંધી આજકાલ વ્યાયામ ઉપરાંત રાજકીયરૂપે પણ થોડી મહેનત કરતા દેખાય છે. મેં પહેલા પણ કહ્યું હતું કે આ દેશ કોઈ એક ખાનદાનની જાગીર નથી. પણ મેં તે સમયે પણ કોઈ એક વ્યક્તિને નિશાન બનાવી નહોતી.

X
Ramdev headstand modi will rise by inflation
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App