ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Became fool backing Modi before 2014 polls sayd Ram Jethmalani

  2014માં મોદીને ટેકો આપી મૂર્ખ બન્યો, કાળા ધન પર જેઠમલાણીની ભડાસ

  Divyabhaskar.com | Last Modified - May 07, 2018, 06:51 PM IST

  દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ કાળા ધન વિરૂદ્ધ કાર્યવાહી ન કરવા પર મોદી સરકાર પર પ્રહાર કર્યાં.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   બેંગલુરુઃ દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીએ કાળા ધન વિરૂદ્ધ કાર્યવાહી નહિ કરવા બદલ મોદી સરકારને આડે હાથ લીધી છે. બેંગલુરુમાં સોમવારે એક કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું કે નરેન્દ્ર મોદીએ કાળું ધન પરત લાવવાનો વિશ્વાસ આપ્યો હતો, તેથી 2014માં ચૂંટણીમાં મેં વડાપ્રધાન માટે તેમનું સમર્થન આપ્યું હતું. જેઠમલાણીએ કહ્યું કે મને બાદમાં ખ્યાલ આવ્યો કે કાળાધન પર વડાપ્રધાનનો વાયદો પૂરી રીતે ખોખલો હતો અને હું મૂર્ખ બની ગયો.

   વિદેશી બેંકોમાં 90 લાખ કરોડ કાળુ ધન

   - બેંગલુરુ પ્રેસ કલબના કાર્યક્રમમાં જેઠમલાણીએ કહ્યું, "દેશના 1400 અમીરોના 90 લાખ કરોડ કાળા નાણાં વિદેશી બેંકોમાં જમા છે. હું તેના વિરૂદ્ધ 2009થી લડાઈ લડી રહ્યો છું. થોડાં વર્ષો પહેલાં નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પાસેથી મદદ માંગી હતી ત્યારે બંને નેતાઓ મને મળવા મારા ઘરે પણ આવ્યા હતા."
   - "તેઓએ કાળા નાણાં વિરૂદ્ધ લડાઈમાં મારો સાથ આપવાની વાત કરી હતી. કેમકે બંને નેતાઓ પર હત્યાના કેસ ચાલી રહ્યાં હતા અને તેઓ ઈચ્છતા હતા કે હું તેમની મદદ કરૂ અને તેઓને આ મામલામાંથી બહાર કાઢું."

   જીત મેળવ્યાં પછી મને લડાઈ રોકવાનું કહ્યું

   - જેઠમલાણીએ દાવો કર્યો કે, "2014માં ભાજપની સરકાર બની અને બંને નેતાઓએ પરોક્ષ રીતે મને કહેવાનું શરૂ કર્યું દીધું કે તમે કાળા ધન વિરૂદ્ધ ચલાવી રહેલી લડાઈને બંધ કરો. ત્યારે મને અહેસાસ થયો કે નરેન્દ્ર મોદી અને ભાજપનું સમર્થ કરી મેં મૂર્ખતાપૂર્ણ નિર્ણય લીધો હતો."
   - "હું કાળા ધન વિરૂદ્ધ મારી લડાઈ યથાવત રાખીશ. સુપ્રીમ કોર્ટમાં મારા તરફથી કરવામાં આવેલા કેસની સુનાવણી 15 જુલાઈ નક્કી થઈ ગઈ છે. જર્મની સ્વિટ્ઝરલેન્ડ કાળા ધનવાળાઓની યાદી આપવા તૈયાર છે. પણ હાલની સરકાર આ અંગે યોગ્ય નિર્ણય નથી લઈ શકતી."

   જનતા ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે

   - જેઠમલાણીએ કહ્યું કે, "હવે સમય આવી ગયો છે કે જનતા મોદી અને શાહને પાઠ ભણાવશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવો. તેમને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ હાર મળશે. હું ભાજપના બંને નેતાઓના જૂઠાંણાઓનો પર્દાફાશ કરવા બેંગલુરુ આવ્યો છું. હવે જનતા કર્ણાટક અને આગામી વર્ષે થનારી સામાન્ય ચૂંટણીમાં ભાજપને પાઠ ભણાવશે."
   - રામ જેઠમલાણી ભાજપના નેતા રહી ચૂક્યાં છે અને સાંસદ પણ હતા. પરંતુ પાર્ટી વિરૂદ્ધ નિવેદનબાજીના કારણે તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Became fool backing Modi before 2014 polls sayd Ram Jethmalani
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top