Home » National News » Latest News » National » rajya sabha deputy chairman election today congress claims to have numbers

NDAના હરિવંશ 125 મત સાથે રાજ્યસભાના ઉપાસભાપતિ પદે ચૂંટાયા; ગૃહમાં 'હરિ કૃપા'- મોદી

Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 03:54 PM

અમિત શાહ અને નીતિશ કુમારે બીજેડી પ્રમુખ નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી

  • rajya sabha deputy chairman election today congress claims to have numbers
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
    રાજ્યસભાના ઉપસભાપતિ પદે NDAના હરિવંશ સિંહ વિજય થયા PM મોદી તેમની જગ્યાએ જઈને શુભેચ્છા આપી હતી

    નવી દિલ્હી: રાજ્યસભાના ઉપસભાપતિ પદ માટે ગુરૂવારે ઉપલા ગૃહમાં મતદાન થયું. NDAના હરિવંશ નારાયણ સિંહ (62) રાજ્યસભામાં ડેપ્યુટી ચેરમેન તરીકે ચૂંટણી જીત્યાં છે. તેમની તરફેણમાં 125 મત પડ્યાં છે. જ્યારે UPAના બી.કે.હરિપ્રસાદ (64)ને 105 મત મળ્યાં હતા. જ્યારે કે સાંસદ ગેરહાજર રહ્યાં હતા. એટલે કે વોટિંગમાં કુલ 222 સાંસદોએ ભાગ લીધો હતો.

    - રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડૂએ જેવાં જ હરિવંશ સિંહની જીતની જાહેરાત કરી ત્યારે વડાપ્રધાન મોદીએ તેમની સીટ પર જઈને અભિનંદન આપ્યાં હતા. વિપક્ષના નેતા ગુલામનબી આઝાદે પણ તેમની જીતની શુભેચ્છા પાઠવી. અને સાથે કામ કરવાની અપીલ કરી.

    વડાપ્રધાન મોદીએ આપી શુભેચ્છા

    - રાજ્યસભામાં વડાપ્રધાન મોદીએ નવા ઉપસભાપતિ ચૂંટણીના પરિણામ બાદ કહ્યું કે, ઓગસ્ટ ક્રાંતિમાં બલિયાની મોટી ભૂમિકા હતી. હરિવંશ પણ તે બલિયાથી જ આવે છે. પીએમ મોદીએ અરૂણ જેટલીના રાજ્યસભામાં પરત આવવા અંગે પણ અભિનંદન આપ્યાં.

    - PMએ કહ્યું કે, હરિવંશ સિંહ કલમના માલિક છે, તેઓએ પત્રકારત્વના ક્ષેત્રમાં પણ ઘણું સારૂ કામ કર્યું છે. તેઓ હંમેશા ગામથી જોડાયેલાં રહ્યાં, તેઓને શહેરની ચમક ક્યારેય નથી ગમતી.


    અરૂણ જેટલીએ પણ આભી શુભેચ્છા


    - રાજ્યસભાના નેતા અરૂમ જેટલીએ નવા ઉપસભાપતિ હરિવંશ સિંહને શુભેચ્છા આપી. તેઓએ કહ્યું કે હરિવંશ જીનો સાંસદ તરીકે કાર્યકાળ ઘણો સારો રહ્યો છે. અમને આશા છે કે તેમના અનુભવનો ફાયદો ગૃહને જરૂરથી મળશે. જેટલી બોલ્યાં કે ઉપસભાપતિને સમર્થન ભલે જ સત્તા પક્ષનું મળ્યું છે પરંતુ તેઓ બેસે છે વિપક્ષના નેતાઓની સાથે જ.

    - NDA પાસે બહુમતનો આંકડો ઓછો હતો, પરંતુ અંતિમ સમયે કેટલાંક પક્ષોએ NDAને સમર્થન આપવાની જાહેરાત કરી પરિણામે સમગ્ર ખેલ જ બદલાય ગયો.

    બે વખત થયું વોટિંગ


    - રાજ્યસભામાં ઉપસભાપતિ ચૂંટણી માટે બે વખત વોટિંગ થયું. પહેલી વખતમાં હરિવંશને 115 સીટ તો બીજી વારમાં 122 વોટ મળ્યાં. પહેલી વખતમાં કેટલાંક વોટ યોગ્ય રીતે ન થતાં બીજી વખત મતદાન કરાવવું પડ્યું હતું.
    - ઓરિસ્સાના BJD, તામિલનાડુના AIADMK અને તેલંગાનાના TRSએ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની અપીલ પર NDAના ઉમેદવાર હરિવંશ સિંહને સાથ આપ્યો. એવામાં વિપક્ષના ઉમેદવારને જોરદાર ઝટકો લાગ્યો હતો.

    કઈ રીતે બદલાયું સમીકરણ


    - NDA રાજ્યસભામાં જાદુઈ આંકડાથી ઓછી હતી. આ ચૂંટણીમાં BJDના 9 સાંસદ કિંગ મેકરની ભૂમિકામાં રહ્યાં. રાજ્યસભાના ઉપસભાપતિની ચૂંટણીના પરિણામ પછી PM મોદી અને JDU અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી NDAના ઉમેદવાર હરિવંશ માટે સમર્થન માંગ્યુ હતું.
    - PM મોદી અને નીતિશ કુમારે નવીન પટનાયક સાથે ફોન પર વાત કરી સમર્થનની વાત કરી ત્યારે વિપક્ષે પોતાના ઉમેદવાર નક્કી જ કરી શક્યા ન હતા. જેના પરિણામે NDA વિપક્ષને એકજૂટ થતાં રોકવામાં સફળ રહ્યાં.
    - હાલમાં રિટાયર્ડ થયેલાં ઉપસભાપતિ પી.જે.કુરિયનનો કાર્યકાળ ગત મહિને એટલે કે જુલાઈમાં સમાપ્ત થઈ ગયો હતો. 245 સભ્યો રાજ્યસભામાં હાલ 244 સભ્ય છે જ્યારે 1 સીટ ખાલી છે. હાલના 244 સભ્યો ઉપલા ગૃહમાં ઉપસભાપતિ ચૂંટણીને જીતવા માટે 123 મતની જરૂર હતી.

    વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • rajya sabha deputy chairman election today congress claims to have numbers
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    ઓગસ્ટ ક્રાંતિમાં બલિયાની મોટી ભૂમિકા હતી. હરિવંશ પણ તે બલિયાથી જ આવે છે- વડાપ્રધાન મોદી
  • rajya sabha deputy chairman election today congress claims to have numbers
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બીમારી બાદ અરૂણ જેટલી પહેલી વખત રાજ્યસભા પહોંચ્યા
  • rajya sabha deputy chairman election today congress claims to have numbers
    રાજ્યસભામાં વિપક્ષના સાંસદ
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending