ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Rajnath Singh said Security forces killed 619 terrorists in last 4 years

  સુરક્ષાદળોએ 4 વર્ષમાં 619 આતંકી માર્યા, 85% ઘૂસણખોરી ઘટી: રાજનાથ

  divyabhaskar.com | Last Modified - May 29, 2018, 06:04 PM IST

  ગૃહમંત્રી રાજનાથ સિંહે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે મંગળવારે મંત્રાલય સાથે જોડાયેલી ઉપલબ્ધિઓ જણાવી
  • ગૃહમંત્રીએ કહ્યું કે જવાનોની શહાદતની કિંમત પૈસાથી ન લગાવી શકાય.
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   ગૃહમંત્રીએ કહ્યું કે જવાનોની શહાદતની કિંમત પૈસાથી ન લગાવી શકાય.

   નવી દિલ્હીઃ ગૃહમંત્રી રાજનાથ સિંહે કેન્દ્ર સરકારના ચાર વર્ષ પૂરા થવાના અવસરે મંગળવારે મંત્રાલય સાથે જોડાયેલી ઉપલબ્ધિઓ જણાવી. તેઓએ કહ્યું કે 4 વર્ષના કાર્યકાળમાં સુરક્ષાદળોએ 619 આતંકીઓને ઠાર માર્યા, અગાઉની સરકારમાં આ આંકડો 471 હતો. રાજનાથ સિંહે કહ્યું કે, તેમની સરકારમાં પૂર્વોત્તરમાં ઘૂસણખોરી અટકી છે. છેલ્લા બે દાયકાથી થતી ઘૂસણખોરીની ઘટનાઓમાં 85% સુધી ઘટાડો નોંધાયો છે.

   શહાદતની કિંમત પૈસાથી ન લગાવી શકાય

   - જવાનોની શહાદતને લઈ ગૃહમંત્રીએ કહ્યું કે, એ સાચું છે કે આતંકીઓ સાથેના એન્કાઉન્ટર દરમિયાન જવાન શહીદ થયા છે. જવાનોની શહાદતની કિંમત પૈસાથી ન લગાવી શકાય. જોકે, અમે શહીદ જવાનોના પરિવારને અપાતી આર્થિક મદદ 50 લાખ રૂપિયાથી વધારીને એક કરોડ કરી દીધી છે.

   - તેઓએ કહ્યું કે આતંકી ઘટનાઓમાં જવાનો અને નાગરિકોના મોતની સંખ્યામાં 1997 કરતાં 2017માં 96%નો ઘટાડો થયો છે.

   સુરક્ષાદળોના હાથોને બાંધ્યા નથી

   રાજનાથ સિંહે કહ્યું કે, કાશ્મીરમાં આતંકીઓ સાથે સીઝફાયર નથી થયું. માત્ર રમઝાન દરમિયાન અમે ઓપરેશન બંધ કર્યું છે. હું એ વાત સ્પષ્ટ કરી દઉં કે ક્યાંય પણ આતંકી ઘટના થાય છે તો અમે ઓપરેશન ફરી શરૂ કરીશું. અમે સુરક્ષાદળોના હાથ ક્યારેય બાંધ્યા નથી.

   ચાર વર્ષોમાં નક્સલવાદની ઘટનાઓમાં ઘટાડો થયો

   - ગૃહમંત્રીએ કહ્યું કે, 1997થી લઈને 2017 સુધીની વાત કરીએ તો ઘૂસણખોરીની ઘટનાઓમાં 85% ઘટાડો થયો છે. બીજી તરફ, નક્સલી ઘટનાઓમાં પણ ઘણી ઘટી છે. ચાર વર્ષોમાં દેશભરમાં 1,481 નક્સલી ઘટનાઓ સામે આવી છે, જે અગાઉની સરકારના ચાર વર્ષ દરમિયાન 2,418 હતી. વર્ષ 2013માં નક્સલવાદ દેશના 76 જિલ્લાઓમાં ફેલાયેલો હતો પરંતુ છેલ્લા ચાર વર્ષોમાં તે 58 જિલ્લા સુધી સિમિત થઈ ગયો છે.

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Rajnath Singh said Security forces killed 619 terrorists in last 4 years
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `