કાવેરી વિવાદ પર તમિલનાડુમાં પ્રદર્શન, CSK કાળા બેઝ લગાવીને રમે: રજની કાંત

સુપ્રીમ કોર્ટે 29 માર્ચ સુધી કેન્દ્રને કાવેર બોર્ડના ગઠનનો આદેશ આપ્યો છે, પરંતુ આ વિશે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં નથી આ

divyabhaskar.com | Updated - Apr 08, 2018, 03:52 PM
કાવેરી વિવાદ પર તમિલનાડુમાં પ્રદર્શન
કાવેરી વિવાદ પર તમિલનાડુમાં પ્રદર્શન

કાવેરી મેનેજમેન્ટ બોર્ડ (સીએમબી)ના ગઠન માટે તમિલનાડુમાં પ્રદર્શન ચાલુ છે. રવિવારે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્સાવ્યો હતો. સુપર સ્ટાર રજનીકાંત અને કમલ હસન સહિત ઘણી સેલિબ્રિટી આ વિરોધમાં સામેલ થઈ હતી.

ચેન્નાઈ: કાવેરી મેનેજમેન્ટ બોર્ડ (સીએમબી)ના ગઠન માટે તમિલનાડુમાં પ્રદર્શન ચાલુ છે. રવિવારે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્શાવ્યો હતો. સુપર સ્ટાર રજનીકાંત અને કમલ હસન સહિત ઘણી સેલિબ્રિટી આ વિરોધમાં સામેલ થઈ હતી. રજનીકાંતે મોદી સરકારને ચેતવણી આપતા કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર તમિલ જનતાની માગણી નહીં સ્વીકારી લે ત્યાં સુધી તેમણે આ વિરોધનો સામનો કરવો પડશે. તે સાથે જ તેમણે કહ્યું છે કે, આઈપીએલની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પણ વિરોધ દર્શાવવા કાળો બેઝ લગાવીને રમવું જોઈએ। નોંધનીય છે કે, સુપ્રીમ કોર્ટે 29 માર્ચે કેન્દ્રને બોર્ડના ગઠનનો આદેશ આપ્યો હતો, પરંતું તે વિશે અત્યાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

સરકાર બોર્ડનું ગઠન નહીં કરે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે


- મીડિયા રિપોર્ટસમાં જણાવ્યા પ્રમાણે રજનીકાંત વલ્લુવર કોટ્ટમના પ્રદર્શનમાં જતા પહેલાં કહ્યું હતું કે, કાવેરી મુદ્દા પર રાજ્યમાં પ્રદર્શન દરમિયાન ચેન્નાઈમાં આઈપીએલની મેચ થઈ તો સીએસકેના ખેલાડીઓ પણ જનતાની સાથે આવે અને કાળો બેઝ લગાવીને કેન્દ્ર સરકારનો વિરોધ કરે.
- રજનીકાંતે આગળ કહ્યું હતું કે, સરકાર બોર્ડનું ગઠન નહીં કરે ત્યાં સુધી તેમણે તમિલનાડુની જનતાનો વિરોધ સહન કરવો પડશે. સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે બોર્ડનું ગઠન મિયાદ 29 માર્ચે પુરૂ થઈ ગયું છે. તે સંજોગોમાં વધારે મોડું કરવું યોગ્ય નથી.

રજનીકાંતે કહ્યું- કમલ હસન મારા દુશ્મન નથી


- આ દરમિયાન રજનીકાંતને કમલ હાસનના એક નિવેદન વિશે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. કમલ હાસને થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે, જો રજનીકાંત ધાર્મિક રાજનીતિ ચાલુ રાખશે તો તેઓ તેમનો વિરોધ કરશે. આ વિશે રજનીકાંતે કહ્યું હતું કે, કમલ હસન મારા દુશ્મન નથી પરંતુ દુશ્મની તો ગરીબ, બેરોજગાર, યુવકોના આસું અને ખેડૂતોની મુશ્કેલીઓ સાથે છે.
- નોંધનીય છે કે, રજનીરાંતે 31 ડિસેમ્બરે રાડકીય પાર્ટી બનાવવા અને તમિલનાડુની દરેક 234 વિધાનસભા સીટ પર ઉમેદવાર ઉતારવાની જાહેરાત કરી છે. થોડા દિવસ પહેલાં તેમણે હિમાલયની પણ યાત્રા કરી હતી. જેને રજનીકાંતે સંપૂર્ણ રીતે આધ્યાત્મિક યાત્રા ગણાવી હતી.

આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીરો

રે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્સાવ્યો હતો
રે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્સાવ્યો હતો
X
કાવેરી વિવાદ પર તમિલનાડુમાં પ્રદર્શનકાવેરી વિવાદ પર તમિલનાડુમાં પ્રદર્શન
રે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્સાવ્યો હતોરે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝે પણ મૌન વ્રત ધારણ કરીને તેનો વિરોધ દર્સાવ્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App