દિવ્યાંગ શિક્ષકનો જુસ્સો: તુ જિંદા હૈ તો જિંદગી કી જીત મેં યકીન કર...

સંજય દિવ્યાંગ છે પરંતુ બાળકોને ભણાવવા માટે તેનો જુસ્સો કાબિલેદાદ છે

Divayabhaskar.com | Updated - Sep 17, 2018, 12:16 AM
સંજય સેનની
સંજય સેનની
નેશનલ ડેસ્ક: આ તસવીર રાજસ્થાનના યુવાન સંજય સેનની છે. સંજય દિવ્યાંગ છે પરંતુ બાળકોને ભણાવવા માટે તેનો જુસ્સો કાબિલેદાદ છે. ગીતકાર શૈલેન્દ્રના ગીતની એક કડી સંજય પર બરાબર બેસે છે - તુ જિંદા હૈ તો જિંદગી કી જીત મેં યકીન કર. સંજયનો આ ફોટો જોઈને ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કર્યું કે, અવિશ્વસનીય ફોટો છે. મારો રવિવાર સુધરી ગયો. આ ભણતરની શક્તિ માટે જોરદાર સંદેશો આપે છે. ફોટા પરથી જ સ્પષ્ટ થાય છે કે સંજય સેન પાસે કોઈ વ્હીલચેર પણ નથી. તેઓ વર્ગમાં કોઈપણ રીતે બેસીને કે ઊભા રહીને બાળકોને ભણાવે છે. જોકે, તેમના પગ વળેલા હોવાથી તેમને ઘણી તકલીફ પડે છે પણ બાળકોને ભણાવવાની તેમની મહેનત અને લગનમાં કોઈ જ ઓટ આવી નથી.

X
સંજય સેનનીસંજય સેનની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App