ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

    Home » National News » Latest News » National» Rajasthan MLA and EX MLA house set on fire by preotestors

    RAJ: હિંડૌનમાં ભીડ દ્વારા બે દલિત નેતાઓના ઘરે આગચંપી, શહેરમાં કર્ફ્યૂ

    Divyabhaskar.com | Last Modified - Apr 03, 2018, 03:55 PM IST

    સ્થાનિક લોકો અને વેપારીઓ સોમવારે થયેલા હિંસક પ્રદર્શન વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી રહ્યાં હતા.
    • હિંડૌનમાં સોમવારે થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ કેટલીક બાઈક સળગાવી હતી
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      હિંડૌનમાં સોમવારે થયેલી હિંસામાં પ્રદર્શનકારીઓએ કેટલીક બાઈક સળગાવી હતી

      હિંડૌનઃ દલિત સંગઠનોના ભારત બંધ વિરુદ્ધ મંગળવારે ભીડે શહેરમાં તોડફોડ અને આગચંપી કરી. ભીડે બે દલિત નેતાઓના ઘર ફંકી માર્યા. હિંડૌન સિટી ધારાસભ્ય રાજકુમારી જાટવ અને પૂર્વ ધારાસભ્ય ભરોસી લાલ જાટવના ઘરે આગચંપી કરવામાં આવી. આ ઉપરાંત દલિત સમાજની હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી અને કોમર્શિયલ બિલ્ડિંગને આગના હવાલે કરી દેવામાં આવી.

      સોમવારે થયેલી હિંસાની વિરુદ્ધ કાર્યવાહની માંગ


      - સોમવારે ભારત બંધના એલાન દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન સામે કાર્યવાહીની માંગને લઈને સ્થાનિક લોકો અને વેપારી શહેરના ચોપટ સર્કલ પર પ્રદર્શન કરી રહ્યા હતા.
      - પ્રદર્શન ઉગ્ર થયું તો ભીડ પર કાબૂ મેળવવા પોલીસને ટિયરગેસના શેલ છોડવા પડ્યા અને રબરની ગોળીઓ ચલાવવી પડી.

      ગાડીઓ-ઈમારતોમાં આગચંપી


      - ત્યારબાદ ભીડ રાજકુમારી જાટવ અને ભરોસી લાલના ઘરે પહોંચી અને ત્યાં ઊભેલી ગાડીઓમાં આગ લગાવી દીધી. આ ઉપરાંત એક કોમર્શિયલ ઈમારતમાં પણ ભીડે આગ લગાડી.
      - ઘટનાની માહિતી મળતા આઈજી રેન્જ ભરતપુર આલોક વશિષ્ઠ ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થિત જોઈને શહેરમાં કર્ફ્યૂ લગાવી દીધો. પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

      ગયા વર્ષે પણ થયું હતું રાજકુમારી જાટવના ઘર પર ફાયરિંગ


      - રાજકુમારી જાટવ 2013 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરોસીલાલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજકુમારીના ઘરે ફાયરિંગ થયું હતું. જોકે, તે દરમિયાન ધારાસભ્ય ત્યાં હાજર નહોતા.

      હિડૌનમાં સોમવારે શું થયું હતું?


      - સોમવારે દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન બંધ સમર્થકોએ તોફાન કર્યું હતું. દેખાવકારોએ દુકાનો લૂંટી અને તોડફોડ કરી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત રહેવાસી વિસ્તારો સહિત બજાર અને બેન્કોમાં પણ તોડફોડ કરવામાં આવી. લગભગ બે ડઝન બસો અને રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડોમાં આગ લગાવી દીધી. દેખાવકારોએ પોલીસકર્મીઓ સાથે પણ મારઝૂડ કરી, જેમાં અનેક ઘાયલ થયા હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    • મેરઠમાં એક કોલેજમાં સોમવારે ભારત બંધ દરમિયાન પથ્થર ફેંકવાના મુદ્દે પ્રદર્શનકારીઓને માર મારતાં વિદ્યાર્થીઓ
      +1 બીજી સ્લાઈડ્સ જુઓ
      મેરઠમાં એક કોલેજમાં સોમવારે ભારત બંધ દરમિયાન પથ્થર ફેંકવાના મુદ્દે પ્રદર્શનકારીઓને માર મારતાં વિદ્યાર્થીઓ

      હિંડૌનઃ દલિત સંગઠનોના ભારત બંધ વિરુદ્ધ મંગળવારે ભીડે શહેરમાં તોડફોડ અને આગચંપી કરી. ભીડે બે દલિત નેતાઓના ઘર ફંકી માર્યા. હિંડૌન સિટી ધારાસભ્ય રાજકુમારી જાટવ અને પૂર્વ ધારાસભ્ય ભરોસી લાલ જાટવના ઘરે આગચંપી કરવામાં આવી. આ ઉપરાંત દલિત સમાજની હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી અને કોમર્શિયલ બિલ્ડિંગને આગના હવાલે કરી દેવામાં આવી.

      સોમવારે થયેલી હિંસાની વિરુદ્ધ કાર્યવાહની માંગ


      - સોમવારે ભારત બંધના એલાન દરમિયાન થયેલા હિંસક પ્રદર્શન સામે કાર્યવાહીની માંગને લઈને સ્થાનિક લોકો અને વેપારી શહેરના ચોપટ સર્કલ પર પ્રદર્શન કરી રહ્યા હતા.
      - પ્રદર્શન ઉગ્ર થયું તો ભીડ પર કાબૂ મેળવવા પોલીસને ટિયરગેસના શેલ છોડવા પડ્યા અને રબરની ગોળીઓ ચલાવવી પડી.

      ગાડીઓ-ઈમારતોમાં આગચંપી


      - ત્યારબાદ ભીડ રાજકુમારી જાટવ અને ભરોસી લાલના ઘરે પહોંચી અને ત્યાં ઊભેલી ગાડીઓમાં આગ લગાવી દીધી. આ ઉપરાંત એક કોમર્શિયલ ઈમારતમાં પણ ભીડે આગ લગાડી.
      - ઘટનાની માહિતી મળતા આઈજી રેન્જ ભરતપુર આલોક વશિષ્ઠ ઘટનાસ્થળે પહોંચ્યા. સ્થિત જોઈને શહેરમાં કર્ફ્યૂ લગાવી દીધો. પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે.

      ગયા વર્ષે પણ થયું હતું રાજકુમારી જાટવના ઘર પર ફાયરિંગ


      - રાજકુમારી જાટવ 2013 વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ભરોસીલાલને હરાવીને ધારાસભ્ય બન્યા હતા. ગયા વર્ષે ઓક્ટોબરમાં રાજકુમારીના ઘરે ફાયરિંગ થયું હતું. જોકે, તે દરમિયાન ધારાસભ્ય ત્યાં હાજર નહોતા.

      હિડૌનમાં સોમવારે શું થયું હતું?


      - સોમવારે દલિત સંગઠનોના ભારત બંધ દરમિયાન બંધ સમર્થકોએ તોફાન કર્યું હતું. દેખાવકારોએ દુકાનો લૂંટી અને તોડફોડ કરી. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિત રહેવાસી વિસ્તારો સહિત બજાર અને બેન્કોમાં પણ તોડફોડ કરવામાં આવી. લગભગ બે ડઝન બસો અને રેલવે સ્ટેશન પર ટિકિટ વિન્ડોમાં આગ લગાવી દીધી. દેખાવકારોએ પોલીસકર્મીઓ સાથે પણ મારઝૂડ કરી, જેમાં અનેક ઘાયલ થયા હતા.

      સંબંધિત સ્ટોરીના વધુ ફોટા જોવા આગળની સ્લાઈડ પર ક્લિક કરો

    No Comment
    Add Your Comments
    IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
    (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
    Web Title: Rajasthan MLA and EX MLA house set on fire by preotestors
    (Read News in Gujarati from Divya Bhaskar)

    More From National news

    Trending

    X
    Top