Home » National News » Desh » Rajasthan: Jaipur bench of High Court warns prince Padmanabh Singh

આ પ્રિન્સને HCની ફટકારઃ 'પહેલા નામની આગળ હિઝ હાઈનેસ હટાવો'

Divyabhaskar.com | Updated - Feb 25, 2018, 02:00 AM

હાઈકોર્ટની જયપુર બેન્ચે એક કંપની કેસમાં પદ્મનાભ સિંહ તરફથી દાખલ અપીલ પર વાંધો ઉઠાવ્યો

 • Rajasthan: Jaipur bench of High Court warns prince Padmanabh Singh
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  જોધપુર. રાજસ્થાન હાઈકોર્ટની જયપુર બેન્ચે એક કંપની કેસમાં જયપુરના પૂર્વ રાજઘરાનાના પદ્મનાભ સિંહની કંપની દ્વારા રજૂ કરવામાં આવેલી અપીલમાં તેમના નામની પહેલા હિઝ હાઈનેસ મહારાજા લખવા પર વાંધો ઉઠાવ્યો છે. કોર્ટે કહ્યું છે કે બંધારણમાં સંશોધન થયા બાદ કોઈપણ વ્યક્તિ આ પ્રકારના ટાઇટલ પોતાના અને બીજા કોઈના નામની પહેલા લગાવીને કોર્ટમાં પિટિશન દાખલ નથી કરી શકતી.

  જજે કહી આ વાતો


  જજ સંજીવ પ્રકાશ શર્માએ પદ્મનાભ સિંહને કહ્યું કે પોતાની પિટિશનમાં કોઝ ટાઇટલને સંશોધિત કરે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે જ્યારે બંધારણમાં સ્વતંત્રતા બાદ સંશોધન કરી ઉપાધીઓને સમાપ્ત કરી દેવામાં આવી છે તો એવામાં હવે પોતાના નામ પહેલા ઉપાધીઓને ન લગાવી શકાય પરંતુ તેમ છતાંય કોર્ટમાં ઉપાધીઓ સહિત પિટિશન દાખલ કરવામાં આવી રહી છે જે ખોટું છે. હવે મામલાની આગામી સુનાવણી 8 માર્ચે થશે.

  શું છે મામલો?


  ઉલ્લેખનીય છે કે, પદ્માનભ સિંહે રામબાગ પેલેસ હોટલના શેરને લઈને કંપની અપીલ દાખલ કરી છે. મામલામાં ગુરુવારે સુનાવણી દરમિયાન કોર્ટને જાણવા મળ્યું કે આ મામલામાં પ્રતિવાદી જયસિંહ અને વિદ્યા દેવીએ નોટીસ લેવાનો ઇન્કાર કરી દીધો છે તો કોર્ટે બંનેની વિરુદ્ધ 50-50 હજારના જમાનતી વોરંટ જાહેર કરવાનો આદેશ આપ્યા, જેની પર બંને તરફથી સિનિયર એડવોકેટ આર કે અગ્રવાલે કોર્ટમાં રજૂ થઈને કહ્યું કે તેમના સહયોગી મામલામાં વકાલતનામું રજૂ કરી દેશે. જેની પર કોર્ટે વોરંટ બહાર પાડવાનો આદેશ રદ કરી દીધો.

  આ રાજઘરાનાથી છે પદ્મનાભ સિંહ


  31 ઓક્ટોબર 1956ના રોજ સવાઈ માનસિંહ રાજસ્થાનના રાજપ્રમુખ પદથી નિવૃત્ત થયા હતા. તેમના રાજ દરમિયાન જ દેશમાં રાજાશાહીનો અંત આવ્યો હતો, પરંતુ જયપુરની જનતા આજે પણ રાજપરિવારને પોતાના રાજા-રાણીની જેમ જ સન્માન આપે છે. આ રાજઘરાનાના જ છે પદ્મનાભ સિંહ.

  આવી છે લાઇફ


  પદ્મનાભ દેશ-વિદેશમાં યોજાતી અનેક પેજ-3 પાર્ટીમાં નજરે પડે છે. તેની સાથોસાથ તેઓ જયપુરમાં યોજાનારા અનેક ફેશન અને અલગ-અલગ પ્રકારની ઇવેન્ટસમાં જોવા મળે છે. સાથોસાથ તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અનેક વિન્ટેજ કારોની સાથે તસવીરો પણ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, જયપુર રોયલ પરિવારની પાસે પણ અનેક લક્ઝરી વિન્ટેજ કાર છે. તેની સાથે જ તેઓ ઈન્ડિયન પોલો ટીમ તરફથી પણ રમે છે.

  આગળની સ્લાઇડ્સમાં જાણો, કોણ છે પદ્માનભ સિંહ અને કેટલી સંપત્તિ છે જયપુર રાજઘરાનાની પાસે

 • Rajasthan: Jaipur bench of High Court warns prince Padmanabh Singh
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  સંપત્તિની હાલની સ્થિતિ


  - જયપુર રાજઘરાના પાસે અરબોની સંપત્તિ છે પરંતુ સુપ્રીમ કોર્ટે રાજપરિવારની અનેક સંપત્તિઓ પર 1992થી રિસીવર નિયુક્ત કર્યા છે.
  - ત્યારથી અત્યાર સુધી તેની પર કોઈ નિર્ણય નથી થઈ શક્યો. ભવાની સિંહના પિતા સવાઈ માનસિંહ દ્વિતીયની જે પણ સંપત્તિ હતી, માનસિંહ બાદ ભવાની સિંહ તેના ઉત્તરાધિકારી બન્યા.
  - ત્યારથી 1986 સુધી બધું ઠીક-ઠાક રહ્યું, પરંતુ ત્યારબાદ સંપૂર્ણ સંપત્તિની વહેંચણીને લઈને પૂર્વ રાજમાતા ગાયત્રી દેવી, ભવાની સિંહના ભાઈ જયસિંહ, પૃથ્વી સિંહ અને જગત સિંહ એક તરફ આવી ગયા. તેઓએ દિલ્હી હાઈકોર્ટમાં સંપત્તિ વહેંચણીનો દાવો કરી દીધો.
  - ત્યારબાદથી અત્યાર સુધી રાજપરિવારની અનેક સંપત્તિઓ પર કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે. 

  આગળની સ્લાઇડમાં વાંચો, પૂર્વ મહારાજે લીધા હતા દત્તક

 • Rajasthan: Jaipur bench of High Court warns prince Padmanabh Singh
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  પૂર્વ મહારાજે લીધા હતા દત્તક


  - મહારાજા સવાઈ માનસિંહ અને તેમની પહેલી પત્ની મરુધર કંવરના દીકરા ભવાની સિંહના લગ્ન પદ્મિની દેવી સાથે થયા હતા. તેમનું એકમાત્ર સંતાન છે દીકરી દીયા કુમારી.
  - દીયા કુમારીના લગ્ન નરેન્દ્ર સિંહ સાથે થયા. તેમના બે દીકરા પદ્મનાભ સિંહ અને લક્ષ્યરાજ સિંહ છે. દીકરીનું નામ ગૌરવી છે. દીયા હાલમાં સવાઈ માધોપુરથી બીજેપી ધારાસભ્ય છે.
  - પદ્માનભ સિંહે 12 વર્ષની ઉંમરમાં જયપુર રિયાસત સંભાળી તો બીજા દીકરા લક્ષ્યરાજ સિંહે માત્ર 9 વર્ષની ઉંમર આ જવાબદારી સંભાળી.
  - મહારાજા બ્રિગેડિયર ભવાની સિંહને કોઈ દીકરો નથી. તેઓએ 2002માં પોતાની દીકરી દીયા કુમારીના બંને દીકરાઓને દત્તક લીધા હતા. ભવાની સિંહના નિધન બાદ 2011માં તેમના વારસ તરીકે પદ્મનાભ સિંહનો રાજતિલક થયો અને નાના દીકરા લક્ષ્યરાજ 2013માં ગાદી પર બેઠા.

   

  આગળની સ્લાઇડમાં વાંચો, રાજપરિવારને આધીન

 • Rajasthan: Jaipur bench of High Court warns prince Padmanabh Singh

  રાજપરિવારને આધીન


  - ખાતીપુરા હાઉસ, પ્રિન્સેસ ક્લબ, પ્રિન્સેસ હાઉસ, નાટાનીનો બાગ, જયપુર ક્લબ (પૂર્વ મહારાજ કુમાર પૃથ્વી સિંહ માટે), રામગઢ શૂટિંગ લોન્જ, આરામગાહ, જમવારામગઢ લેકના મધ્યમાં શૂટિંગ લોન્જ, હવા ઓધી, બિનઉપજાઉ જમીન 3800 એકર, લાલવાસ બીડની 1900 એકર જમીન, સવાઈમાધોપુર શૂટિંગ લોન્જ, દુર્ગાપુરા ફાર્મ, લાલનિવાસ, હથરોઈ ફોર્ટ, આંબેર માતાજી, ગોવિંદદેવજી મંદિર તથા ગલતા મંદિરથી જોડાયેલી સંપત્તિઓ, જયપુર હાઉસ, ન્યૂ દિલ્હી હાઉસ, ઈંગ્લેન્ડમાં સેન્ટ હિલ એસ્ટેટ, ફાર્મ, ફ્લેટ, શહેરમાં ડઝનબંધ હવેલીઓ અને અરબોની ચલ સંપત્તિ.
  - સિટી પેલેસની અંદર દિવાન-એ-આમ, સર્વતોભદ્ર, ચંદ્ર મહલ, જયનિવાસ ઉદ્યાન, રામબાગ પેલેસ અને આઉટ હાઉસિસ, જૈન દેરાસર, સવાઈ માન ગાર્ડ મૈસ, ભગવાનદાસ બેરિકેટ્સના મધ્યે ખાલી પડેલી જમીન, તખ્તશાહી, જયગઢ.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ