ભાસ્કર સ્ટિંગ / ગર્ભવતી સ્ત્રીઓના પેટ પર ચઢીને કે થપ્પડો મારીને અહીંયા ડિલીવરી કરાવામાં આવે છે!

Rajasthan government hospital labour room reality check
X
Rajasthan government hospital labour room reality check

  • લેબર રૂમમાં ડોકટરોની જગ્યાએ સફાઇ કર્મચારી સુવાવડ કરાવે છે.
  • સરકારી હોસ્પિટલમાં મહિલાઓને રોજ અભદ્ર ભાષા સાંભળવા મળે છે.
  •  દૈનિક ભાસ્કર- રાજસ્થાનના સ્ટિંગ ઓપરેશનની હાઇકોર્ટે નોંધ લીધી 

Divyabhaskar

Feb 12, 2019, 10:47 PM IST

જયપુર (આનંદ ચૌધરી/ અનુરાગ બાસિડા) : ભારતીય સંસ્કૃતિમાં બાળકોના જન્મસમય ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસનું વાતાવરણ હોય છે. બાળકોના જન્મને એક મોટા ઉત્સવની જેમ ઉજવવામાં આવે છે. તેમના આગમનની ખુશીમાં મંગળગીતો ગાવામાં આવે છે. પણ તમે એ જાણીને ચોંકી જશો કે દેશમાં એક રાજ્ય એવું પણ છે કે જ્યાં સરકારી હોસ્પિટલના લેબર રૂમમાં એટલે કે પ્રસૂતિરૂમમાં જ્યારે નવુ જીવન અવતાર લેવાનું હોય ત્યારે તેનું સ્વાગત ગાળો બોલીને થાય છે ! એવી અભદ્ર ભાષા અને તિરસ્કારથી બાળકને જન્મ આપનારી માતાઓ સાથે થાય છે કે જેની કલ્પના પણ પુરુષો કરી નહિ શકે ! 

 

#BhaskarAgainstTabooની  આ કડીમાં વાંચો-એવી અભદ્ર ભાષા કે નિમ્ન સ્તરની ગાળો જે આપણી ગ્રામીણ મહિલાઓને ખાસ કરીને સરકારી દવાખાનાઓના લેબરરૂમમાં મજબૂરીમાં સાંભળવી પડે છે. જે સમયે તેમને પોતાના નજીકના કોઇની ખાસ હૂંફની જરૂર હોય છે, એ સમયે એ સુવાવડી સ્ત્રીઓને ગાળો સાંભળવી પડે છે..

 

જાણે કે માં બનવુ એ એમના જીવનની સૌથી મોટી ભૂલ હોય !

1. પઘારો મ્હારે દેશ-રાજસ્થાનના આરોગ્ય ક્ષેત્રની વરવી અને ચોંકાવનારી હકીકત
પઘારો મ્હારે દેશ એટલે નજર સામે રાજા રજવાડાની ભૂમિ રાજસ્થાન નજર સામે આવે. રાજસ્થાન-ભાસ્કરની ટીમે રાજ્યની કુલ 28 દિવસો સુધી 13 જિલ્લાઓમાં આવેલી સરકારી હોસ્પિટલ કે દવાખાનાના 98 જેટલા પ્રસૂતિરૂમની ખાનગી રાહે તપાસ કરી. ભાસ્કરની ટીમે ચોંકીને જોયું કે જ્યારે જ્યારે સુવાવડી સ્ત્રીઓની ચીસો આ રૂમમાંથી નિકળતી ત્યારે નર્સો-ડોકટર સુવાવડી મહિલાઓને ગાળો આપતા જોવા મળ્યા ! એટલું જ નહિ, મહિલાઓની બાળકની પ્રસૂતિ સમયે કણસવાની કે તેમની ચીસોને દબાવવા માટે દવાખાનાની નર્સ તેમના વાળ ખેંચતી અને ક્યારેક તો થપ્પડ પણ મારતી જોવા મળી હતી ! 
2. લેબર રૂમમાં પેટ પર ચઢીને નર્સ ડિલવરી કરાવતી હતી!
દિવસ-22 જાન્યુઆરી
સમય-રાત્રે 8.30 PM
સ્થળ-ભીલવાડાની સરકારી હોસ્પિટલ
દ્રશ્ય- ભીલવાડાની સરકારી હોસ્પિટલના પ્રસૂતિગૃહમાં પ્રવેશતા દર્દથી કણસતી સુવાવડી સ્ત્રીના પેટની ઉપર એક સ્ત્રી ચઢેલી જોવા મળે છે. એ નર્સ સુવાવડીના પેટ પર એટલે ચઢેલી છે કે જેથી એના પર દબાણ લાવીને તેને સુવાવડ કરાવી શકાય. આ નજરે જોવા મળતી વાસ્તવિક તસવીર જ એ વાતોનો પુરાવો આપે છે કે આ સરકારી નર્સ સુવાવડ કરાવવા માટે વૈજ્ઞાનિક રીતે પ્રશિક્ષિત નથી... આ બાબતે ભાસ્કર ટીમે જ્યારે સ્ત્રી રોગ વિશેષજ્ઞ ડો.નિલમ બાફનાને વાત કરી તો તેમણે કહ્યું કે - કેટલીક વાર ગર્ભાશયમાં બાળક ફસાયેલુ હોય તો અનટ્રેઇન સ્ટાફ પેટ પર જોર લગાવીને ડિલીવરી કરાવવાની કોશિશ કરે છે જે ખરેખર સાચો રસ્તો નથી. જો આવી રીતે બહુ જ જોરથી દબાણ કરાય તો ગર્ભાશય ફાટી શકે છે કે નીચે આવી શકે છે. સાધારણ રીતે આવી પ્રકારની પ્રસૂતિ ત્યાં જ કરાય છે જ્યા ટ્રેઇન સ્ટાફ નથી કે સુવાવડ કરાવવાના સાધનો નથી.
3. જો મને ગુસ્સો આવી ગયો તો તમને મારી નાંખીશ

દિવસ-24 જાન્યુઆરી
સમય-રાત્રે 11.05 PM
સ્થળ-ઉદયપુરની સરકારી-મહારાણા ભૂપાલ હોસ્પિટલ

લેબર રૂમમાંથી અચાનક રડવા-ચીસોનો અવાજ વધી જાય છે. આ સાંભળીને નર્સ રાડ પાડીને બોલે છે: મને ગુસ્સો ના કરાવો, જો મને ગુસ્સો આવી ગયો તો તમને મારી નાંખીશ.....સા* ને. પ્રસૂતા બંને હાથ મોં પર દબાવીને તેની ચીસોને રોકવાનો પ્રયાસ કરે છે પણ આંખમાં ચોધાર આંસુઓની ધાર એ દર્શાવે છે કે તેને સુવાવડનું અસહનીય દર્દ ઉપડ્યું છે. આ બાજુ બીજી સુવાવડી પણ સુવાવડના દર્દને કારણે ચીસો પાડે છે, તેને જોઇને નર્સ કહે છે- મરી જા ક્યાંક જઇને! સાથે આવેલા સગાઓને સામું જોઇને તાડૂકતા કહે છે- આને અહીંયા જ પડી રહેવા દો, રાત્રે એક વાગે આપોઆપ એની ફા* જશે !

4. જો તુ ખુદ જોર નથી કરી શકતી તો તારા પતિને બોલાવી લે-નર્સ
દિવસ-22 જાન્યુઆરી
સમય-રાત્રે 8:30 PM
સ્થળ-સરકારી મહાત્મા ગાંધી હોસ્પિટલ, ભીલવાડા
આ સ્થળે પર ભાસ્કરની ટીમને ચોંકાવનારુ દ્રશ્ય જોયું...પ્રસૂતિગૃહમાં એક નર્સ સુવાવડીના પેટ પર જોર જોરથી ધક્કો લગાવી રહી છે. જ્યારે અમારી સહયોગી યુવતી તારાએ ત્યાં હાજર નર્સને સમજાવાની કોશિશ કરી તો એ નર્સ તાડૂકીને બોલી- સુવાવડ કેવી રીતે કરાવાની તે મને ના શીખવાડો ! 23 જાન્યુઆરીએ અમે જ્યારે ફરીથી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે એક સુવાવડી ચીસો પાડી રહી હતી એ સાંભળીને નર્સ બોલી-જેટલું જોર ચીસો પાડવામાં લગાડે છે તેટલુ જોર બાળકને જણવામાં લગાડ તો બાળક નિકળી જશે.... જો તું જોર ના કરી શકે તો તારા પતિને બોલાવી લે, એ આવીને તારા માટે જોર લગાડશે.
5. આવી જાય છે રૂ.1400 લેવા, શરમ તો તને આવતી નથી

દિવસ-27 જાન્યુઆરી
સમય-બપોરે 3 PM
સ્થળ-સરકારી હોસ્પિટલ, વિજયનગર

અહીંયા એક મહિલા વોર્ડ પર નં-1 બેડ પર સૂતેલી સુવાવડીએ ભાસ્કરની ટીમને કહ્યું, હુ જ્યારે લેબર ટેબલ પર રડતી હતી, નર્સે મને લડતા કહ્યું- કેમ આખી હોસ્પિટલને માથે લે છે. તુ એકલી તો અહીયા બાળકને પેદા કરી રહી નથીને? ચુપ થઇ જા નહિ તો ધક્કા મારીને કાઢી મૂકીશ. એ સ્ત્રીએ એમ પણ કહ્યું કે બાજુના બેડ પર સૂતેલી એક સુવાવડીને નર્સે નફફટાઇથી કહ્યું-દર વર્ષે આવી જાય છે રૂ.1400 લેવા, શરમ તો તને આવતી નથી, હવે કેમ ચીસો પાડે છે ?

6. ભાસ્કર સ્ટિંગને હાઇકાર્ટે રેકોર્ડ પર લીધું, આજે સુનાવણી કરી

રાજસ્થાનની સરકારી હોસ્પિટલમાં સફાઇ કર્મચારીઓ વડે સુવાવડ કરાવાય છે, એ બાબત અંગે ભાસ્કરે કરેલા સ્ટિંગ ઓપરેશનની હાઇકોર્ટએ ગંભીર નોંધ લીધી છે. ન્યાયમિત્ર રાજવેંન્દ્ર સારસ્વતે કોર્ટને આગ્રહ કર્યો કે બાંસવાડામાં નવજાત શિશુઓના મૌતને લઇને વિચારણા આધીન સુઓ મોટો પિટીશનને પણ આ કેસની જોડે જોડી દેવામાં આવે. કોર્ટે સમાચારને રેકોર્ડ પર લઇ લીધા હતા. આ અંગે સુનાવણી પણ નિર્ધારિત કરવામાં આવી છે. 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી