રાજસ્થાન/ શરદ યાદવની આપત્તિજનક ટિપ્પણી પર વસુંધરાએ કહ્યું- હું અપમાનિત થઈ છું, આ તમામ મહિલાઓનું અપમાન

Divyabhaskar.com

Dec 07, 2018, 11:25 AM IST
Rajashthan CM says i feel insulted when Sharad Yadav call fat to her
Rajashthan CM says i feel insulted when Sharad Yadav call fat to her

  • શરદ યાદવે કહ્યું હતું કે વસુંધરા ઘણી થાકી ગઈ છે, તેને આરામ આપવો જોઈએ
  • મુખ્યમંત્રી રાજેએ કહ્યું કે એક વરિષ્ઠ નેતાએ આવા નિવેદનો ન આપવા જોઈએ, ભાજપે ચૂંટણી પંચને ફરિયાદ કરી

જયપુરઃ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ નેતા શરદ યાદવની આપત્તિજનક ટિપ્પણી પર મુખ્યમંત્રી વસુંધરા રાજેએ નારાજગી વ્યક્ત કરી. રાજેએ ઝાલરાપાટનમાં શુક્રવારે વોટ નાંખ્યા બાદ કહ્યું કે હું હેરાન છું કે કોઈ વરિષ્ઠ નેતા આવું નિવેદન આપી શકે છે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે ચૂંટણી પંચે તેમના નિવેદન પર કોઈ એકશન લેઈ એક ઉદાહરણ રજૂ કરવું જોઈએ. ભાજપે ગુરૂવારે ચૂંટણી પંચને તેમની ફરિયાદ કરી હતી.

રાજેએ કહ્યું કે, "હું નથી સમજતી કે કોઈ પણ નેતા, વરિષ્ઠ નેતા આવું નિવેદન આપી શકે છે અને જેમના અમારા પરિવાર સાથે સારા સંબંધ હતા. ખાસકરીને રાજમાતા સાહેબ સાથે. એવી વ્યક્તિ પોતાની વાણી પર સંયમ ન રાખી શક્યા, તેનાથી ખરાબ શું હોય શકે. અમે નથી ઈચ્છતા કે અમારા યંગસ્ટર્સને ખરાબ મેસેજ જાય. આવી ભાષા કોંગ્રેસ અને તેમના સહયોગીઓના મોઢે જ સાંભળવા મળતી હોય છે."

શરદ યાદવે શું કહ્યું હતું?


- પૂર્વ કેન્દ્રીય મંત્રી અને JDUના પૂર્વ નેતા શરદ યાદવે બુધવારે રાજસ્થાનના દૌસા જિલ્લાના મુંડાવરમાં કહ્યું હતું કે વસુંધરા ઘણી થાકી ગઈ છે, તેને આરામ આપવો જોઈએ. તે ઘણી જ જાડી થઈ ગઈ છે, પહેલાં પાતળી હતી.

આ મહિલાઓનું અપમાન


- રાજ્ય નાણા આયોગના અધ્યક્ષા ડૉ. જ્યોતિ કરણે કહ્યું કે રાજે પર યાદવની ટિપ્પણી ઘણી જ આપત્તિજનક છે. તેઓએ રાજસ્થાનની મહિલાઓનું અપમાન કર્યું છે. તેઓએ કહ્યું કે શરદ યાદવે આ માટે માફી માંગવી જોઈએ. રાજ્ય મહિલા પંચની પૂર્વ અધ્યક્ષા સુમન શર્માએ કહ્યું કે કોંગ્રેસની એલાયન્સ પાર્ટી રાજસ્થાનમાં આવીને મહિલાઓનું અપમાન કરે છે.

X
Rajashthan CM says i feel insulted when Sharad Yadav call fat to her
Rajashthan CM says i feel insulted when Sharad Yadav call fat to her
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી