ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» Sharad Pawar and Raj Thackeray will be face-to-face today

  રાજ ઠાકરે આજે શરદ પવારનું કરશે ઈન્ટરવ્યું, 11 વર્ષ પછી સ્ટેજ શેર કરશે બંને

  divyabhaskar.com | Last Modified - Feb 21, 2018, 04:01 PM IST

  પુણેના બીએમસી ગ્રાઉન્ડ પર થનારા આ ઈન્ટરવ્યુમાં 5000થી વધારે ઓડિયન્સ પહોંચવાની શક્યતા છે
  • 11 વર્ષ પછી રાજ ઠાકરે અને શરદ પવાર આવશે આમને સામને
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   11 વર્ષ પછી રાજ ઠાકરે અને શરદ પવાર આવશે આમને સામને

   પુણે: મહારાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજો શરદ પવાર અને રાજ ઠાકરે બુધવારે એકબીજાની સામ-સામે આવશે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરે નેશનલ કોંગ્રેસ (એનસીપી) પાર્ટીના સુપ્રીમો શરદ પવારનું ઓપન લાઈન ઈન્ટરવ્યુ કરશે. પુણેના બીએમસી ગ્રાઉન્ડ પર થનાર આ ઈન્ટરવ્યુમાં 5 હજારથી વધારે દર્શકો સામેલ થવાની શક્યતા છે. રાજે તે માટે થોડા મહિનાઓ પહેલાં શરદ પવારને આમંત્રણ મોકલ્યું હતું અને જે શરદ પવારે સ્વીકાર્યું પણ હતું. એમ મનસેના કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે 11 વર્ષ પછી આવુ થઈ રહ્યું છે કે, બંને નેતા એક જ સ્ટેજ શેર કરશે. આ ઈવેન્ટ માટે મહારાષ્ટ્રના રાજકારણ વિશે ઘણાં તુક્કા લગાવવામાં આવી રહ્યા છે.

   શિવસેના બીજેપીની વિરુદ્ધમાં- એનસીપી

   - મહારાષ્ટ્રમાં બીજેપીને સત્તા બહાર કરવાના ઈરાદાથી શિવસેના અને એનસીપી પહેલેથી જ એક જુથ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ ઠાકરેને શરદ પવારે હા પાડીને મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ લાવી દીધી છે.
   - બીજી બાજુ ઉદ્ધવ- રાજ વચ્ચે વધતુ જતુ અંતર પણ જગજાહેર છે. આ વાત વધારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે રાજ ઠાકરેએ તેના દીકરા અમિતની સગાઈમાં ઉદ્ધવને આમંત્રણ પણ નહતું આપ્યું.

   શું ખાસ હશે આ ઈન્ટરવ્યુંમાં?

   - માનવામાં આવે છે કે, પવાર અને રાજ વચ્ચે વાતચીતમાં જાતીનું રાજકારણ, ખેડૂતોની આત્મ હત્યા અને 2019માં લોકસભાની ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ તેમના એક્શન પ્લાન વિશેના મુદ્દા હોઈ શકે છે.
   - સાંજે આ ઈન્ટરવ્યુ મરાઠીમાં થશે. દરેક રીજનલ ચેનલ દ્વારા તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેને ફેસબુક-યુ-ટ્યૂબ અને ટ્વિટર ઉપર લાઈવ પણ બતાવવામાં આવશે.
   - ઈન્ટરવ્યું દરમિયાન દર્શક પણ ખાસ પ્રશ્નો શરદ પવારને પૂછી શકશે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  • શરદ પવાર અને રાજ ઠાકરે બુધવારે એકબીજાની સામ-સામે આવશે (ફાઈલફોટો)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   શરદ પવાર અને રાજ ઠાકરે બુધવારે એકબીજાની સામ-સામે આવશે (ફાઈલફોટો)

   પુણે: મહારાષ્ટ્રના રાજકારણમાં બે દિગ્ગજો શરદ પવાર અને રાજ ઠાકરે બુધવારે એકબીજાની સામ-સામે આવશે. મહારાષ્ટ્ર નવ નિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરે નેશનલ કોંગ્રેસ (એનસીપી) પાર્ટીના સુપ્રીમો શરદ પવારનું ઓપન લાઈન ઈન્ટરવ્યુ કરશે. પુણેના બીએમસી ગ્રાઉન્ડ પર થનાર આ ઈન્ટરવ્યુમાં 5 હજારથી વધારે દર્શકો સામેલ થવાની શક્યતા છે. રાજે તે માટે થોડા મહિનાઓ પહેલાં શરદ પવારને આમંત્રણ મોકલ્યું હતું અને જે શરદ પવારે સ્વીકાર્યું પણ હતું. એમ મનસેના કાર્યકર્તાના જણાવ્યા પ્રમાણે 11 વર્ષ પછી આવુ થઈ રહ્યું છે કે, બંને નેતા એક જ સ્ટેજ શેર કરશે. આ ઈવેન્ટ માટે મહારાષ્ટ્રના રાજકારણ વિશે ઘણાં તુક્કા લગાવવામાં આવી રહ્યા છે.

   શિવસેના બીજેપીની વિરુદ્ધમાં- એનસીપી

   - મહારાષ્ટ્રમાં બીજેપીને સત્તા બહાર કરવાના ઈરાદાથી શિવસેના અને એનસીપી પહેલેથી જ એક જુથ થવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સંજોગોમાં રાજ ઠાકરેને શરદ પવારે હા પાડીને મહારાષ્ટ્રના રાજકારણમાં નવી હલચલ લાવી દીધી છે.
   - બીજી બાજુ ઉદ્ધવ- રાજ વચ્ચે વધતુ જતુ અંતર પણ જગજાહેર છે. આ વાત વધારે સ્પષ્ટ થઈ ગઈ જ્યારે રાજ ઠાકરેએ તેના દીકરા અમિતની સગાઈમાં ઉદ્ધવને આમંત્રણ પણ નહતું આપ્યું.

   શું ખાસ હશે આ ઈન્ટરવ્યુંમાં?

   - માનવામાં આવે છે કે, પવાર અને રાજ વચ્ચે વાતચીતમાં જાતીનું રાજકારણ, ખેડૂતોની આત્મ હત્યા અને 2019માં લોકસભાની ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ તેમના એક્શન પ્લાન વિશેના મુદ્દા હોઈ શકે છે.
   - સાંજે આ ઈન્ટરવ્યુ મરાઠીમાં થશે. દરેક રીજનલ ચેનલ દ્વારા તેનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. તેને ફેસબુક-યુ-ટ્યૂબ અને ટ્વિટર ઉપર લાઈવ પણ બતાવવામાં આવશે.
   - ઈન્ટરવ્યું દરમિયાન દર્શક પણ ખાસ પ્રશ્નો શરદ પવારને પૂછી શકશે.

   આગળની સ્લાઈડમાં જુઓ અન્ય તસવીર

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: Sharad Pawar and Raj Thackeray will be face-to-face today
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `