Home » National News » Latest News » National » Railway plans to give quota for women for lower berths in Train

ટ્રેનોમાં મહિલાઓ માટે લોઅર બર્થ કોટા નક્કી, ઇ-ટિકિટમાં પ્રેગનન્ટની હશે કોલમ

Divyabhaskar.com | Updated - Mar 13, 2018, 10:09 AM

અલગ-અલગ કેટેગરીના કોચમાં અલગ-અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે

  • Railway plans to give quota for women for lower berths in Train
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    રેલવે વૃદ્ધ યાત્રીઓને પણ લોઅર બર્થ આપવાની સિસ્ટમ બનાવી રહ્યું છે. (પ્રતીકાત્મક)

    રાયપુર: મહિલાઓ માટે હવે ટ્રેનોની લોઅર બર્થનો કોટા નક્કી કરી દેવામાં આવ્યો છે. અલગ-અલગ કેટેગરીના કોચમાં અલગ-અલગ સંખ્યા નક્કી કરવામાં આવી છે. સર્ક્યુલર પ્રમાણે, મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના તમામ સ્લીપર કોચમાં મહિલાઓ માટે છ-છ બર્થ રિઝર્વ રાખવામાં આવશે. આ જ રીતે ગરીબ રથના એસી-3 કોચમાં પણ છ બર્થ નક્કી કરવામાં આવી છે. 45 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓ માટે તમામ મેલ-એક્સપ્રેસ ટ્રેનોના થર્ડ અને સેકન્ડ એસી કોચમાં 3-3 બર્થ રિઝર્વ કરવામાં આવી છે. તેમાં પ્રેગનન્ટ મહિલાઓને મહત્વ આપવામાં આવશે.

    રિઝર્વેશન સિસ્ટમમાં નવા સોફ્ટવેર ડેવલપ કરવામાં આવી રહ્યા છે

    - બોર્ડના જણાવ્યા પ્રમાણે, રાજધાની અને દુરંતોની સાથે-સાથે સંપૂર્ણ એસી ટ્રેનોના એસી-3માં 4 લોઅર બર્થનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. આ જ રીતે મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના એસી ક્લાસમાં ત્રણ લોઅર બર્થને રિઝર્વ કરવામાં આવી છે. મહિલાઓને લોઅર બર્થ કન્ફર્મ કરવા માટે રેલવેની આઇટી બ્રાન્ચ ક્રિસ દ્વારા રિઝર્વેશન સિસ્ટમમાં નવા સોફ્ટવેરને ડેવલપ કરવામાં આવી રહ્યા છે. ટુંક સમયમાં તેને લાગુ કરવામાં આવશે.

    પહેલા મહિલાઓની વેઇટિંગ થશે ક્લિયર

    ટ્રેનોમાં વેઇટિંગ ટિકિટથી મુસાફરી કરતી મહિલાઓને પણ હવે રાહત મળવાની છે. રેલવે હવે એવી સિસ્ટમ ડેવલપ કરવા જઇ રહ્યું છે, જેમાં વેઇટિંગ ટિકિટને કન્ફર્મ કરવામાં મહિલાઓને પ્રાથમિકતા તેમની ઉંમરના હિસાબે આપવામાં આવશે. એટલું જ નહીં, ટ્રેનોમાં બર્થ ખાલી રહેવા પર ટીટીઇ દ્વારા મહિલાઓને જ પહેલા બર્થ આપવામાં આવશે. આ ઉપરાંત ગ્રુપમાં મુસાફરી કરતી મહિલાઓને ઉંમરના હિસાબે બર્થ મળશે.

    સિનિયર સિટિઝનનો પણ કોટા

    - ટ્રેનોમાં સિનિયર સિટિઝન માટે પણ અલગથી કોટા નક્કી કરવામાં આવ્યા છે. વૃદ્ધોને પણ લોઅર બર્થ આપવાની સિસ્ટમ બની રહી છે. રેલવે ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, લોઅર બર્થ ખાલી રહેવા દરમિયાન જ અન્ય યાત્રીઓ તેને બુક કરાવી શકશે. જોકે, હવે લોઅર બર્થનો કોટા વધવાથી સામાન્ય રીતે તેને બુક કરાવવું સરળ નહીં હોય. એ પણ શક્ય છે કે ટિકિટ દલાલ હવે યાત્રીઓને લોઅર બર્થ અપાવવા માટે વધારાની રકમની માંગ કરે.

    - રેલવેએ વૃદ્ધ યાત્રીઓને લોઅર બર્થ આપવાની સિસ્ટમ લાગુ કરી દીધી છે. આઇઆરસીટીસીએ ઇ-ટિકિટના બુકિંગમાં આ સુવિધા આપી છે. ટિકિટ બુક કરાવવા દરમિયાન લોઅર બર્થ તેમજ સિનિયર સિટિઝનનો નવો ઓપ્શન જોડવામાં આવ્યો છે.
    - તે ઓપ્શનને સિલેક્ટ કરનાર વૃદ્ધ મુસાફરોને લોઅર બર્થ મળવાની ગેરંટી છે.

    ઇ-ટિકિટ બુકિંગમાં પ્રેગનન્ટ મહિલાઓની હશે કોલમ

    હવે નવી સિસ્ટમ હેઠળ લોઅર બર્થની સુવિધા પ્રેગનન્ટ મહિલાઓને મળશે. ઇ-ટિકિટના બુકિંગમાં પણ તેને સામેલ કરીને તે માટે કોલમનો ઓપ્શન આપવામાં આવશે. પ્રેગનન્ટ મહિલાઓને હાલ રેલવેના રિઝર્વેશન ટિકિટ કાઉન્ટર (પીઆરએસ)થી બુકિંગ કરાવવા પર લોઅર બર્થની સુવિધા મળી રહી છે. ટુંક સમયમાં તેને ઇ-ટિકિટિંગમાં પણ અપડેટ કરવામાં આવશે.

  • Railway plans to give quota for women for lower berths in Train
    રાજધાની અને દુરંતોની સાથે સંપૂર્ણ રીતે એસી ટ્રેનોના એસી-3માં ચાર લોઅર બર્થનો કોટા નક્કી કરવામાં આવ્યો છે. (પ્રતીકાત્મક)
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ