40 ટ્રેનમાંથી ફ્લેક્સી ફેર સ્કીમ હટાવવાની તૈયારીમાં રેલવે, સસ્તી થશે ટિકિટ

2016માં રેલવેએ 44 રાજધાની, 46 શતાબ્દી અને 52 દુરંતો ટ્રેનોમાં શરૂ કર્યા હતા ફ્લેક્સી ફેર

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 03:31 PM
Railway department ready to removal Flexi Fair scheme from 40 trains, tickets will cheap

નવી દિલ્હીઃ રેલ પેસેન્જર્સને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. રેલવેએ 40 ટ્રેનોને ફ્લેક્સી ફેર યોજનામાંથી હટાવવાની તૈયારી કરી લીધી છે. આ યોજના બે વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી. તે હેઠળ ભાડું ડિમાન્ડના હિસાબે ઘટતું-વધતું હતું. પરંતુ પેસેન્જર્સને સસ્તાને બદલે મોંઘી જ ટિકિટ મળતી હતી. ક્યારેક ટિકિટના ભાવ એર ટિકિટથી પણ વધુ થઈ જતા હતા.

9 સપ્ટેમ્બર 2016ના રોજ રેલવેએ 44 રાજધાની, 46 શતાબ્દી અને 52 દુરંતો ટ્રેનોમાં ફ્લેક્સી ફેર સ્કીમ શરૂ કરી હતી. યોજના મુજબ પેસેન્જર્સને માત્ર 10% સીટ સામાન્ય ભાડા પર મળતી હતી. શરૂઆતની 10% સીટ બુક થયા બાદ બીજી 10% સીટો માટે વધારાનું 10% ભાડું આપવું પડતું હતું. આ વધારો મહત્તમ 50% સુધી થતો હતો. છેલ્લી 10% સીટો પર ભાડું દોઢ ગણા સુધી પહોંચી જતું હતું.

50% ઓછા બુકિંગવાળી ટ્રેનોમાં ખતમ થશે યોજના


વિભાગના અધિકારીએ જણાવ્યું કે રેલવેઅ તે 40 પ્રિમિયમ ટ્રેનો માટે આ વ્યવસ્થા ખતમ કરવાની યોજના બનાવી છે, જેમાં બુકિંગ 50%થી ઓછું રહે છે. બાકી 102 ટ્રેનોમાં પણ રેલવે એક લાસ્ટ મિનિટ ઓફર લાવવા જઈ રહી છે. તે હેઠળ, જે ટ્રેનોમાં 60%થી ઓછું બુકિંગ થાય છે, તેમાં યાત્રાના ચાર દિવસ પહેલા સુધી બુકિંગ કરાવવા પર ભાડામાં 50% સુધી છૂટ મળે શકશે.

કમિટીએ કરી હતી ભલામણ


ફ્લેક્સી ફેરને લઈને પેસેન્જર્સ સતત ફરિયાદ કરી રહ્યા હતા. તેને જોતા રેલવેએ ડિસેમ્બરમાં તેની સમીક્ષા કરવાનો નિર્ણય કર્યો અને એક કમિટી બનાવી. કમિટીએ યોજનામાં સંશોધનની ભલામણ કરી હતી.

X
Railway department ready to removal Flexi Fair scheme from 40 trains, tickets will cheap
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App