Home » National News » Latest News » National » Priyanka Gandhi strength of her brother Rahul Gandhi

કેન્ડલ માર્ચમાં થયેલી ધક્કા-મુક્કીથી ગુસ્સે થઈ હતી પ્રિયંકા, આપ્યો ઠપકો

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 11:57 AM

અડધી રાતે રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પણ પોતાના પતિ રોબર્ટ વાડ્રા અને બાળકોની સાથે માર્ચમાં ભાગ લેવા પહોંચ્યા હતા.

 • Priyanka Gandhi strength of her brother Rahul Gandhi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  માર્ચ દરમિયાન નારાજ પ્રિયંકાએ ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું કે જે લોકો અહીં ધક્કા-મુક્કી કરવા માટે આવ્યા છે તેઓ ઘરે પરત જતા રહે

  નેશનલ ડેસ્કઃ ઉન્નાવ અને કઠુઆ ગેંગરેપ કેસે સમગ્ર દેશને હલાવી દીધો છે. બંને મામલામાં દેશવાસીઓ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે તો બીજી તરફ સરકારની વિરુદ્ધ ગુસ્સો પણ સતત વધતો જઈ રહ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દે ગુરુવાર રાત્રે કેન્ડલ માર્ચ યોજી અને તેમની સાથે સમગ્ર પાર્ટી અને સામાન્ય લોકો પણ જોડાયા. પરંતુ આ ચહેરાઓની વચ્ચે એક એવો ચહેરો પણ હતો જેણે દરેકનું ધ્યાન ખેંચ્યું. અડધી રાતે રાહુલની બહેન પ્રિયંકા ગાંધી પણ પોતાના પતિ રોબર્ટ વાડ્રા અને બાળકોની સાથે માર્ચમાં ભાગ લેવા પહોંચ્યા. જો કે આ રેલી દરમિયાન ભીડમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે ધક્કામુક્કી પણ થઈ. જેથી પ્રિયંકા ગાંધી વાડ્રા ઘણી જ ગુસ્સે થઈ ગઈ હતી અને તેઓએ કાર્યકર્તાઓને કહ્યું કે, હવે તમે ચુપચાપ રહીને મારી સાથે ચાલશો. જેઓએ ધક્કા મારવા છે તેઓ ઘરે પરત જતા રહે. તો રાહુલે કહ્યું કે આ માર્ચ રાજનીતિ માટે નથી, આ દેશમાં મહિલાઓ વિરૂદ્ધ વધતાં અત્યાચારોની સામે છે. સરકાર આવાં મામલાઓમાં કંઈજ નથી કરી રહી. વડાપ્રધાન મોદીએ મહિલાઓને બચાવવા માટે તાત્કાલિક કામ શરૂ કરી દેવું જોઈએ.

  પ્રિયંકાએ ગુસ્સે થઈ કહ્યું- તે ઉદ્દેશ્ય વિશે વિચારો જેના માટે તમે એકત્ર થયા છો


  ગુરુવાર રાત્રે જ્યારે પ્રિયંકા ગાંધી ઈન્ડિયા ગેટ પર પહોંચી તો મીડિયાના તમામ કેમેરા અને સામાન્ય લોકોનું ધ્યાન તેમની તરફ ગયું. કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઘણા ઉત્સાહિત જોવા મળ્યા. પરંતુ કેન્ડલ માર્ચ દરમિયાન પ્રિયંકા સાથે ધક્કા-મુક્કી થઈ. તેનાથી નારાજ પ્રિયંકાએ ત્યાં ઉપસ્થિત લોકોને કહ્યું કે જે લોકો અહીં ધક્કા-મુક્કી કરવા માટે આવ્યા છે તેઓ ઘરે પરત જતા રહે. કૃપા કરીને શાંતિ રાખો અને શાંતિથી સાથે ચાલો. પ્રિયંકાએ ગુસ્સામાં કહ્યું કે તે ઉદ્દેશ્ય વિશે વિચારો જેના માટે તમે અહીં આવ્યા છો.

  રાહુલનું પીઠબળ પ્રિયંકા


  પ્રિયંકા ગાંધીએ પોતે માર્ચની આગેવાની કરી અને ઘણા આક્રમક અંદાજમાં ઈન્ડિયા ગેટે પહોંચ્યા. રાહુલ ગાંધીએ એક રીતે આ મુદ્દે એક ઝટકામાં મોદી સરકારને બેકફૂટ પર ધકેલી દીધી. બીજી તરફ રાહુલની સાથે પ્રિયંકાનું હોવું ફરી એક વાર મોટો સંદેશ આપી ગયો. આવું પહેલીવાર નથી કે પ્રિયંકા ગાંધીએ ફ્રન્ટફુટ પર આવીને મોર્ચો સંભાળ્યો હોય. પરંતુ રાહુલના અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ પહેલીવાર આવું થયું છે કે પ્રિયંકાએ સાવર્જનિક રીતે કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય. આ પહેલા પણ અનેક અવસરે પ્રિયંકા રાહુલની સાથે ખભાથી ખભા મેળવીને ચાલતા રહ્યા છે.

  પ્રિયંકા સક્રિય રાજકારણમાં આવે તેવી કાર્યકરોની જૂની માંગ


  ઉલ્લેખનીય છે કે અનેકવાર કોંગ્રેસ કાર્યકર્તા એ વાતની અપીલ અને માંગ કરતા રહ્યા છે કે પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં આવવું જોઈએ. પરંતુ પાર્ટી તરફથી દરેક વખતે કહેવામાં આવે છે કે તે પ્રિયંકાનો અંગત નિર્ણય છે. કોંગ્રેસ કાર્યકર્તાઓને પ્રિયંકા ગાંધીમાં પૂર્વ PM ઈન્દિરા ગાંધીની અસર દેખાય છે. અમેઠી-રાયબરેલી ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રિયંકા સમગ્ર સાદગી સાથે વિપક્ષ પર તીખા વાર કરે છે. એવામાં કોંગ્રેસી કાર્યકરોનો ઉત્સાહ ઓર વધી જાય છે.

  અમેઠીમાં ચૂંટણી પ્રચાર


  પ્રિયંકા ગાંધી આમ તો રાજકારણથી દૂર રહે છે પરંતુ લોકસભા ચૂંટણી દરમિયાન તે દર વખતે અમેઠી-રાયબરેલીમાં મોર્ચો સંભાળે છે. રાહુલ-સોનિયા સમગ્ર દેશમાં પ્રચારમાં વ્યસ્ત હોય છે તો પ્રિયંકા ગાંધી જ બંનેના ક્ષેત્રોમાં ફરી ફરીને પ્રચાર કરે છે. 2014માં પણ જ્યારે અમેઠીમાં રાહુલની વિરુદ્ધ સ્મૃતિ ઈરાની અને કુમાર વિશ્વાસએ મોર્ચાબંદી કરી હતી તો પ્રિયંકા અને રાહુલના એક રોડ શોએ જ પાસું પલટી દીધું હતું. માત્ર પ્રચાર જ નહીં પરંતુ પ્રિયંકા રાયબરેલી-અમેઠીના સંગઠનો પર સમગ્ર નજર રાખે છે અને હંમેશા અપડેટ લેતી રહે છે.

  રાહુલના અધ્યક્ષ બન્યા બાદ પહેલા અધિવેશનમાં સંભાળ્યો મોર્ચો


  રાહુલ ગાંધીએ હાલમાં જ પાર્ટી અધ્યક્ષનું પદ સંભાળ્યું છે, હજુ થોડા દિવસ પહેલા જ રાહુલના નેતૃત્વમાં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. રાહુલના અધ્યક્ષ બન્યા બાદ આ કોંગ્રેસનું પહેલું અધિવેશન હતું. આ દરમિયાન તૈયારી કેવી થઈ રીતે છે તેની પર નજર રાખી રહેલા પ્રિયંકા ગાંધીની તસવીરો ઘણી ચર્ચામાં રહી હતી. પ્રિયંકા કેમેરાની સામે તો ન આવ્યા પરંતુ અધિવેશનથી પહેલા જ પ્રિયંકાએ સમગ્ર તૈયારીએ ઘણી ઝીણવટતાથી તપાસી.

  સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

 • Priyanka Gandhi strength of her brother Rahul Gandhi
  પ્રિયંકા ગાંધીએ પોતે માર્ચની આગેવાની કરી અને ઘણા આક્રમક અંદાજમાં ઈન્ડિયા ગેટે પહોંચ્યા
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ