અડવાણીના જન્મદિવસે રાહુલ ગાધીએ કર્યું ટ્વિટઃ મનની ખુશી મળે

Rahul Gandhi tweeted on occasion of birthday of Lalkrishna Advani

Divyabhaskar.com

Nov 08, 2018, 05:16 PM IST

નવી દિલ્હીઃ કોંગ્રેસના યુવાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા છે. રાહુલે ટ્વિટ કરીને અડવાણીને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું છે કે, હું તેમના સારા સ્વાસ્થ્ય, લાંબું જીવન અને મનની ખૂશી માટે પ્રાર્થના કરું છું.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અડવાણીના ઘરે જઈને તેમને જન્મદિવસની શુભેચ્છા પાઠવ હતી. ગુરુવારે અડવાણી 91 વર્ષના થયા. પીએમ મોદીએ એક ટ્વિટમાં લખ્યું કે ભારતના રાજકરણ પર લાલકૃષ્ણ અડવાણીનો ખૂબ જ પ્રભાવ છે. નિસ્વાર્થ ભાવથી અને થાક્યા વગર તેમણે ભારતીય જનતા પાર્ટી બનાવી અને કાર્યકર્તાઓને આગળનો રસ્તો બતાવ્યો.

કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે પણ અડવાણીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક ટ્વિટમાં લખ્યું હતું ભારતના રાજકારણના મહાનનેતા લાલકૃષ્ણ અડવાણીને જન્મદિવસ પર હાર્દિક શુભકામનાઓ. તેમણે શરૂઆતથી જ બીજેપીને પાલન-પોષણ કર્યું છે. લાખો પાર્ટી કાર્યકર્તાઓ માટે અડવાણીજી પ્રેરણાસ્ત્રોત છે. ઈશ્વર તેમને સારું આરોગ્ય અને દીર્ધઆવિષ્ય આપે.


X
Rahul Gandhi tweeted on occasion of birthday of Lalkrishna Advani
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી