ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» CBSE paper leak issue rise by Rahul Gandhi and targeted PM Modi

  CBSE પેપર લીક મુદ્દે રાહુલનો PM પર કટાક્ષ, કહ્યું 'ચોકીદાર છે વીક'

  Divyabhaskar.com | Last Modified - Mar 29, 2018, 12:23 PM IST

  રાહુલે પોતાના ટ્વીટમાં પેપર લીક ઉપરાંત અનેક મુદ્દે હુમલો કર્યો છે સાથે બસ એક વર્ષ વધુ જેવું હેશટેગ પણ કર્યું છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

   નવી દિલ્હીઃ CBSEમાં ધોરણ 10 અને 12ના પેપર લીક મામલાએ સૌને કોઈને ચોંકાવી દીધાં છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થયું છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દરેક વસ્તુમાં લીક, ચોકીદાર છે વીક જેવું ટ્વીટ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે. સાથે જ બસ એક વર્ષ વધું જેવું હેશટેગ પણ કર્યું છે.

   દરેક વસ્તુમાં છે લીક, ચોકીદાર છે વીક- રાહુલ

   - CBSEમાં ધોરણ 10નું ગણિતનું પેપર અને ધોરણ 12નું અર્થશાસ્ત્રનું પેપર લીક થયાની ઘટના સામે આવી છે.
   ત્યારે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ નારાજગી પણ વ્યક્ત કરી ચુક્યાં છે.
   - પેપર લીક મુદ્દે સંડોવાયેલાં લોકોને પકડવા માટે દિલ્હી ક્રાઈમ બ્રાંચે અનેક સ્થળોએ દરોડા પાડ્યાં છે. ત્યારે આ મુદ્દે હવે રાજકારણ પણ શરૂ થઈ ગયું છે.
   - કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર સીધો જ હુમલો કર્યો છે.

   - ગુરૂવારે સવારે રાહુલે ટ્વીટ કર્યું કે, "ડેટા લીક, આધાર લીક, SSC Exam લીક, Election Date લીક, CBSE પેપર્સ લીક, દરેક વસ્તુમાં લીક છે, ચોકીદાર વીક છે"
   - રાહુલે પોતાના ટ્વીટની સાથે 'બસ એક વર્ષ વધુ' હેશટેગનો ઉપયોગ પણ કર્યો છે.

   પેપર લીકના મામલે અન્ય મુદ્દે ઘેર્યાં

   - રાહુલે પોતાના ટ્વીટમાં પેપર લીક ઉપરાંત અનેક મુદ્દે હુમલો કર્યો છે. જેમાં નરેન્દ્ર મોદી એપની મદદથી ડેટા લીકનો આરોપ, આધાર કાર્ડની જાણકારી લીક થવી, SSC Exam લીક, ચૂંટણી પંચ પહેલાં અમિત માલવીય દ્વારા કર્ણાટક ચૂંટણીની તારીખની જાહેરાત જેવાં અનેક મુદ્દાઓ સામેલ છે.

   CBSEના બે પેપર લીક

   - CBSE બોર્ડની 10મા અને 12મા ધોરણના બે પેપર લીક થયાં છે. ત્યારે બુધવારે CBSEએ આ બંને પેપર ફરી લેવામાં આવશે તેવી જાહેરાત કરી છે.
   - પેપર લીક થયાંને થોડાં કલાકો બાદ ક્રાઈમ બ્રાંચે દિલ્હી-NCRના 10 સ્થળોએ દરોડાં પાડ્યાં છે.
   - CBSE બોર્ડના પેપર લીક થવાને કારણે દેશભરના 19 લાખ બાળકો પર અસર થઈ છે.

   આગળની સ્લાઈડ જોવા અહીં ક્લીક કરો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: CBSE paper leak issue rise by Rahul Gandhi and targeted PM Modi
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  X
  Top