'તમે બરાબર સવાલ પૂછ્યો છે, આખરે નોકરીઓ છે જ ક્યાં?'- ગડકરી પર રાહુલનો વ્યંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હી: SC/ST ઍક્ટ અને અનામત જેવા મુદ્દે બેકફૂટ પર ઊભેલી ભારતીય જનતા પાર્ટી માટે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના નિવેદને મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ગડકરીને પોતાના નિવેદન માટે સ્પષ્ટતાઓ કરવી પડી પરંતુ કદાચ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું. હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ આ મુદ્દાને લઇને કેન્દ્રીય મંત્રી પર વ્યંગ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગડકરીએ કહ્યું હતું કે આખરે લોકોને અનામત કેમ જોઇએ છે જ્યારે દેશમાં નોકરી જ નથી? તેના પર રાહુલે કટાક્ષ કરતા કહ્યું કે ગડકરીજી, તમે એકદમ બરાબર સવાલ પૂછ્યો છે. દરેક ભારતીય આ જ સવાલ પૂછી રહ્યો છે, આખરે નોકરીઓ છે જ ક્યાં? 

 

Excellent question Gadkari Ji.
 

Every Indian is asking the same question.#WhereAreTheJobs?https://t.co/2wfhDxuA10

 

— Rahul Gandhi (@RahulGandhi) August 6, 2018

શું હતું નીતિન ગડકરીનું નિવેદન? 

 

- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ એક કાર્યક્રમમાં કહ્યું કે જો અનામત આપવામાં આવે છે તોપણ ફાયદો નથી, કારણકે નોકરીઓ નથી. બેંકમાં આઇટીના કારણે નોકરીઓ ઓછી થઇ છે. સરકારી ભરતીઓ અટકેલી છે. નોકરીઓ ક્યાં છે? 

- નીતિન ગડકરીએ આર્થિક આધાર પર અનામત તરફ ઇશારો કરતા કહ્યું કે એક 'વિચારધારા' છે, જે ઇચ્છે છે કે નીતિ નિર્માતા દરેક સમુદાયના ગરીબો પર વિચાર કરે. 
- તેમણે કહ્યું કે એક વિચાર કહે છે કે ગરીબ ગરીબ હોય છે, તેની કોઇ જાતિ, પંથ કે ભાષા નથી હોતી. તેનો કોઇપણ ધર્મ હોય, મુસ્લિમ, હિંદુ કે મરાઠા, તમામ સમુદાયોમાં એક જૂથ છે જેની પાસે પહેરવા માટે કપડા નથી, ખાવા માટે ભોજન નથી. 
- આ નિવેદન પર હોબાળો થયા પછી ગડકરીએ તેના પર સ્પષ્ટતા પણ કરી હતી. તેમણે લખ્યું કે મને કેટલાક સમાચારો જોવા મળ્યા. પરંતુ હું સ્પષ્ટ કરવા માંગું છું કે અનામતમાં ફેરફારને લઇને સરકારનો કોઇ પ્લાન નથી. 
- ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં 16 ટકા અનામતની માંગને લઇને મરાઠા સમુદાયોનું આંદોલન ચાલુ છે. પુણે, નાસિક, ઔરંગાબાદમાં આ આંદોલન હિંસક પણ થયું. ઘણી જગ્યાએ આગ પણ સળગી. કેટલીક જગ્યાઓએ યુવકોએ આત્મહત્યા કરી હોવાના સમાચાર પણ આવ્યા.

 

 

My attention has been drawn to certain media reports attributed to me. There is absolutely no thinking at the central government to change the reservation criteria from castes to economic conditions.

— Nitin Gadkari (@nitin_gadkari) August 4, 2018

 
અન્ય સમાચારો પણ છે...