ટ્રેંડિંગ સૂચનાઓ

ટ્રેડિંગ ન્યૂઝ એલર્ટ

  Home » National News » Latest News » National» પેટ્રોલ-ડીઝલના ભાવમાં 1 પૈસાના ઘટાડાને લઈને રાહુલે કટાક્ષ કર્યો | Rahul Gandhi commented Modi on price of Petrol and Diesel but by 1 paisa

  મારી ફ્યૂલ ચેલેન્જ પર 1 પૈસાનો ઘટાડો બાલિશ હરકતઃ રાહુલનો કટાક્ષ

  Divyabhaskar.com | Last Modified - May 30, 2018, 05:36 PM IST

  રાહુલે કહ્યું કે જો 1 પૈસાનો ઘટાડો મારી ચેલેન્જનો જવાબ આપવા માટે કરવામાં આવ્યો છે તો તે યોગ્ય નથી.
  • રાહુલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 1 પૈસાના ઘટાડા પર લખ્યું કે- જો આ તમારી મજાક છે તો બાળક જેવી હરકત અને એકદમ ગંદી મજાક છે (ફાઈલ)
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 1 પૈસાના ઘટાડા પર લખ્યું કે- જો આ તમારી મજાક છે તો બાળક જેવી હરકત અને એકદમ ગંદી મજાક છે (ફાઈલ)

   નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઈંધણની કિંમતોમાં બુધવારે 1 પૈસાના ઘટાડાને લઈને નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો છે. રાહુલે કહ્યું કે જો 1 પૈસાનો ઘટાડો મારી ચેલેન્જનો જવાબ આપવા માટે કરવામાં આવ્યો છે તો તે યોગ્ય નથી. તે એક બાળકો જેવી હરકત છે. 24 મેનાં રોજ રાહુલ ગાંધીએ મોદીને પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાનો પડકાર ફેંક્યો હતો.

   એક પૈસો શું હોય છેઃ રાહુલ

   - રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટ કરી કહ્યુ કે, "તમે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં 1 પૈસાનો ઘટાડો કર્યો છે. એક પૈસો? જો આ તમારી મજાક છે તો બાળક જેવી હરકત અને એકદમ ગંદી મજાક છે."
   - તેઓએ આગળ લખ્યું કે, "1 પૈસાનો ઘટાડો જો મારા ગત સપ્તાહે આપેલાં પડકાર બાદ કરાયો છે તો આ યોગ્ય રિસ્પોલન્સ નથી."

   16 દિવસ સુધી ભાવો વધ્યાં બાદ 17મા દિવસે થયો 1 પૈસાનો ઘટાડો

   - સામાન્ય લોકોને 16 દિવસ પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં કંઇક રાહત મળવાની અપેક્ષા હતી. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન બુધવારે સવારે મહાનગરોના આંકડાઓ જાહેર કર્યા. તે મુજબ પેટ્રોલ અને ડીઝલ મહત્તમ 60 અને 63 પૈસા સુધી સસ્તું જણાવ્યું હતું. પરંતુ કંપનીના આ આંકડા ખોટા હતા. સવારે લગભગ 11 વાગે કંપનીએ પોતાના નિવેદનમાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ માત્ર 1 પૈસા પ્રતિ લિટર સસ્તું થયું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સતત 16 દિવસ સુધી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારો થયો છે. ગત દિવસોમાં પેટ્રોલ 4 રૂપિયા/લિટર અને ડીઝલ 3.62 રૂપિયા સુધી મોંઘું થઇ ગયું હતું.

   - ગત દિવસોમાં ક્રુડ સસ્તુ થયું છે. 23 મેનાં રોજ ક્રુડ ઓઈલ 80 ડોલર નજીક હતું. જે હવે ઘટીને 75 ડોલર પ્રતિ બેરલની નીચે પહોંચી ગયું છે.

   શું હતી રાહુલની ચેલેન્જ?

   - મોદીના મંત્રી રાજ્યવર્ધન રાઠોડે ફિટનેસ ચેલેન્જ વિરાટ કોહલીને મોકલી હતી જે તેને સ્વીકારી એક વીડિયો શેર કર્યો હતો અને વડાપ્રધાનને ચેલેન્જ આપી હતી. જેનો મોદીએ ટ્વીટ કરી સ્વીકાર કર્યો હતો.
   - જે બાદ કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. મોદીને ફ્યુલ ચેલેન્જ આપતાં રાહુલે કહ્યું હતું કે તમે કિંમત ઘટાડો, નહીંતર કોંગ્રેસ તમને એવું કરવા મજબૂર કરી દેશે.

   સંબંધિત સ્ટોરીના વધુ ફોટા માટે આગળની સ્લાઈડ પર ક્લિક કરો

  • રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી પર કટાક્ષ કર્યો
   +1 બીજી સ્લાઈડ્સ જુઓ
   રાહુલ ગાંધીએ ટ્વીટ કરી મોદી પર કટાક્ષ કર્યો

  No Comment
  Add Your Comments
  IPL 2018, ના લેટેસ્ટ સમાચાર મેળવો, જુઓ IPL 2018 Schedule, IPL Live Score વધારે IPL updates મેળવવા અમને Facebook પર લાઈક અને Twitter પર ફોલો કરો.
  (Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (National Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
  Web Title: પેટ્રોલ-ડીઝલના ભાવમાં 1 પૈસાના ઘટાડાને લઈને રાહુલે કટાક્ષ કર્યો | Rahul Gandhi commented Modi on price of Petrol and Diesel but by 1 paisa
  (Read News in Gujarati from Divya Bhaskar)

  More From National news

  Trending

  Top
  `