Home » National News » Latest News » National » Congress President Rahul Gandhi concerned about Peace and Kashmir says in Singapore

કાશ્મીરની હાલત જોઈને રડવું આવે છે- સિંગાપુરમાં કહ્યું રાહુલ ગાંધીએ

Divyabhaskar.com | Updated - Mar 08, 2018, 06:29 PM

સિંગાપુરની મુલાકાતે ગયેલાં રાહુલ ગાંધીએ સરકાર પર શાંતિ અને અમન ખતમ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

  • Congress President Rahul Gandhi concerned about Peace and Kashmir says in Singapore
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    હવે કાશ્મીરની સ્થિતિ બગડી ચૂકી છે અને અમારી વર્ષોની નીતિ પણ બેકાર સાબિત થઈ છે- રાહુલ ગાંધી

    સિંગાપુરઃ રાહુલ ગાંધી હાલ સિંગાપુરના પ્રવાસે છે. અહીં તેઓએ ભારતીય કોમ્યુનિટીને સંબોધિત કરી. આ દરમિયાન તેઓએ સરકાર પર શાંતિ અને અમન ખતમ કરવાનો આરોપ પણ લગાવ્યો. રાહુલે કહ્યું, ભારતીય સમાજ હાલમાં ધ્રુવીકરણના ખતરાનો સામનો કરી રહ્યું છે. 2014માં બીજેપીની સરકાર બન્યા બાદ જ્યારે હું જમ્મુ-કાશ્મીર ગયો તો ત્યાંની સ્થિતિ જોઈને મને રડું આવી ગયું. મેં જોયું કે કઈ રીતે એક ખરાબ નિર્ણય કોઈની વર્ષોની મહેનત પર પાણી ફેરવી શકે છે. રાહુલે દાવો કર્યો કે કોંગ્રેસ જ્યાં સુધી સત્તામાં હતું ત્યાં સુધી સમાજમાં સંતુલન રાખવા માટે કામ કરતી હતી અને આવનારા સમયમાં 'નવી કોંગ્રેસ' તેને ચાલુ રાખશે.

    અમારી કાશ્મીર નીતિ લોકોને જોડનારી


    - રાહુલ ગાંધીએ જણાવ્યું કે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નેતૃત્વમાં કોંગ્રેસે લોકોને જોડવાનું કામ કર્યું. જ્યોર 2004માં યૂપીએની સરકાર સત્તામાં આવી તો અમને આગની જ્વાળાઓમાં બળતું કાશ્મીર સોંપવામાં આવ્યું હતું. અમે તે આગને શાંત કરવા માટે યોજના બનાવી અને તેની પર 9 વર્ષ કામ કર્યું. પરંતુ, હવે કાશ્મીરની સ્થિતિ બગડી ચૂકી છે અને અમારી વર્ષોની નીતિ પણ બેકાર સાબિત થઈ છે.

    ચીન સાથે સધાઈ શકે છે સારા સંબંધો


    - રાહુલે કહ્યું કે, ભારતને ચીનની સાથે શાંતિપૂર્ણ અને સહયોગવાળા સંબંધો રાખવા જોઈએ. ભારત મેન્યુફેક્ચરિંગમાં ચીનનો મુકાબલો ન કરી શકે કે પ્રતિસ્પર્ધા ન કરી શકે.

  • Congress President Rahul Gandhi concerned about Peace and Kashmir says in Singapore
    ભારતને ચીનની સાથે શાંતિપૂર્ણ અને સહયોગવાળા સંબંધો રાખવા જોઈએ- રાહુલ ગાંધી
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ