વિવાદ / રક્ષામંત્રી નિર્મલા વિશે નિવેદન આપીને રાહુલ ફસાયા, મહિલા આયોગે નોટિસ ફટકારી

Rahul Gandhi remarks on Defence Minister Nirmala Sitaraman pathetic and misogynistic says NCW chairperson rekha sharma, issues notice

divyabhaskar.com

Jan 10, 2019, 01:53 PM IST

નવી દિલ્હી: રાફેલ વિમાન સોદામાં કથિત કૌભાંડના આરોપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા સતત વડાપ્રધાન મોદી પર પ્રહાર કરવામાં આવતા હોય છે. પરંતુ આ વખતે રાહુલ ગાંધી દ્વારા રક્ષામંત્રી વિશે કરવામાં આવેલા નિવેદનથી તેમની મુશ્કેલીમાં વધી શકે છે. રાષ્ટ્રીય મહિલા આયોગે કોંગ્રસ અધ્યક્ષ રાહુલ ગાંધીને નોટિસ મોકલીને ખુલાસો માંગ્યો છે. નોંધનીય છે કે, રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, વડાપ્રધાન એક મહિલા પાછળ છુપાઈ રહ્યા છે. ત્યારપછી વડાપ્રધાન, અમિત શાહ સહિત ઘણાં બીજેપી નેતાઓએ રાહુલ ગાંધીના આ નિવેદનની નિંદા કરી હતી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજસ્થાનની એક રેલીમાં આરોપ લગાવ્યો હતો કે, રાફેલ મુદ્દાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગી રહ્યા છે અને બચાવ માટે સંસદમાં એક મહિલાને આગળ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદન સામે મહિલા આયોગે કડક વલણ અપનાવ્યું છે.

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષનું ટ્વિટ

- રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ ટ્વિટ કર્યું છે કે, રાહુલ ગાંધીનું ...'એક મહિલાને કહ્યું- મારી રક્ષા કરો? આ મહિલા વિરોધી નિવેદન છે. શું તેઓ એવું વિચારે છે કે મહિલાઓ નબળી હોય છે? આવું નિવેદન કરીને રાહુલ ગાંધી દેશના રક્ષામંત્રીને જ નબળાં કહી રહ્યા છે.'

- રાષ્ટ્રીય મહિલા આયોગના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખવામાં આવ્યું છે કે, આયોગ કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીને આ મામલે નોટિસ આપશે.

વડાપ્રધાન મોદીએ પણ કર્યા પ્રહાર


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીના આ નિવેદનને મહિલા વિરોધી ગણાવ્યું છે. જે વિશે રાહુલ ગાંધીએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે, વાતોને ગોળ ગોળ ફેરવવાનું બંધ કરો અને મારા સવાલોના જવાબ આપો કે શું તમે વાસ્તવિક રાફેલ સોદામાં ફેરફાર કર્યા ત્યારે રક્ષા મંત્રાલય અને વાયુસેનાએ વિરોધ કર્યો હતો? હા કે ના?

શાહ-સુષ્માએ પણ રાહુલ પર પ્રહાર કર્યા


વડાપ્રધાન સિવાય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સહિત અન્ય પાર્ટીના નેતાઓએ પણ રાહુલ ગાંધીના આ નિવેદન સામે વળતા પ્રહાર કર્યા છે. સુષ્મા સ્વરાજે ટ્વિટ કરીને લખ્યું છે કે, નિર્મલા સીતારમણને લઈને રાહુલ ગાંધીનું નિવેદન નિમ્ન સ્તરનું રાજકારણ દર્શાવે છે.

X
Rahul Gandhi remarks on Defence Minister Nirmala Sitaraman pathetic and misogynistic says NCW chairperson rekha sharma, issues notice
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી