રાહુલનો PM મોદી પર સીધો હુમલો, કહ્યું- માલ્યાના ભાગવા પાછળ વડાપ્રધાન

વડાપ્રધાન મોદીની મંજૂરી વગર સીબીઆઈએ લુકઆઉટ નોટિસ બદલાવી હશે- રાહુલ ગાંધી

Divyabhaskar.com | Updated - Sep 14, 2018, 05:53 PM
રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું
રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું

વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાતની વાતને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાના મામલે શુક્રવારે ફરી એકવખત સરકાર પર નિશાન સાધ્યું છે.

નવી દિલ્હીઃ વિજય માલ્યા અને અરૂણ જેટલીની મુલાકાતની વાતને લઈને દેશના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ અને મોદી સરકાર વચ્ચે આરોપ-પ્રત્યારોપ જોવા મળી રહ્યાં છે. આ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાના મામલે શુક્રવારે ફરી એકવખત સરકાર પર નિશાન સાધ્યું છે, અને કહ્યું છે કે આ વાત નથી સમજાતી કે આટલાં મોટા મામલે વડાપ્રધાન મોદીની મંજૂરી વગર સીબીઆઈએ લુકઆઉટ નોટિસ બદલાવી હશે.

રાહુલે ટ્વીટ કરી મોદી પર સાધ્યું નિશાન

- રાહુલ ગાંધીએ ટ્વીટ કરી કહ્યું કે, "સીબીઆઈએ ઘણી જ શાંતિથી ડિટેન નોટિસને ઇન્ફોર્મ નોટિસમાં બદલાવી દીધી, જેનાથી માલ્યા દેશ છોડીને ભાગી શક્યો. સીબીઆઈ ડાયરેક્ટ વડાપ્રધાનને રિપોર્ટ કરે છે. એવામાં તે વાત નથી સમજાતી કે આટલાં મોટા અને વિવાદિત મામલામાં સીબીઆઈએ વડાપ્રધાનની મંજૂરી વગર લુકઆઉટ નોટિસ બદલી હશે."

જેટલીની સંડોવણીથી માલ્યા ભાગવામાં સફળ રહ્યો- રાહુલ

- રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે જેટલીની સંડોવણીથી માલ્યા ભાગવામાં સફળ રહ્યો.

- માલ્યાએ બુધવારે જ કહ્યું કે ભારતથી રવાના થતાં પહેલાં તે નાણા મંત્રીને મળ્યો હતો અને બેંકોની સાથે મામલાના સમાધાનની રજૂઆત કરી હતી.
- ફાયનાન્સ મિનિસ્ટર જેટલીએ માલ્યાના નિવેદનને ખોટું ગણાવી કહ્યું હતું કે તેઓએ 2014 પછી તેને ક્યારેય મળવાનો સમય આપ્યો ન હતો. જેટલીએ કહ્યું હતું કે માલ્યા રાજ્યસભાના સભ્ય તરીકે પ્રાપ્ત વિશેષાધિકારનો દુરુપયોગ કરી સંસદ ભવનમાં જ તેની પાસે આવી ગયો હતો.

X
રાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુંરાહુલ ગાંધીએ ગુરૂવારે પણ આ મામલે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App