Home » National News » Latest News » National » Congress President Rahul Gandhi once again attack on PM Modi and Anil Ambani over Rafale deal

રાહુલે કહ્યું- રાફેલમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર થયો, આવનારા દિવસોમાં તે વધુ બોમ્બ વરસાવશે

Divyabhaskar.com | Updated - Aug 31, 2018, 03:42 PM

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવખત હુમલો કર્યો

  • Congress President Rahul Gandhi once again attack on PM Modi and Anil Ambani over Rafale deal

    નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ ડીલ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફરી એકવખત હુમલો કર્યો છે. તેઓએ રાફેલ ડીલ અને ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રાંસુઆ ઓલાંદના પાર્ટનરની સાથે એક ફિલ્મ નિર્માણ માટે અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના એગ્રીમેન્ટના એક જ ટાઈમિંગ અંગે પણ સવાલ ઉઠાવ્યાં છે. તેઓએ ટ્વીટ કરી કહ્યું કે, "રાફેલમાં વૈશ્વિક ભ્રષ્ટાચાર છે. આવનારા દિવસોમાં તે વધુ બોમ્બ વરસાવશે."

    રાહુલે ટ્વીટ કરતાં વધુમાં કહ્યું કે, "મોદીજી, અનિલને કહી દો કે ફ્રાંસમાં મોટી મુશ્કેલી છે." રાહુલ છેલ્લાં કેટલાંક દિવસોથી સતત ટ્વીટર પર નાણા મંત્રી અરૂણ જેટલી અને નરેન્દ્ર મોદીને આ મામલે સંયુક્ત સંસદીય સમિતિ (JPC) બનાવવાની માંગ કરી રહ્યાં છે.

    શું રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટની ડીલ?


    - અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સ્પ્રેસે શુક્રવારે એક રિપોર્ટમાં જણાવ્યું કે, 24 જાન્યુઆરી, 2016નાં રોજ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટે રોગ ઈન્ટરનેશનલની સાથે એક ફ્રેંચ ફિલ્મ નિર્માણને લઈને કરાર કર્યો હતો. રોગ ઈન્ટરનેશનલ ઓલાંદના નજીક અને એકટર જૂલી ગાએની કંપની છે. આ સમજૂતી તે સમયે થઈ જ્યારે ઓલાંદ ભારતમાં વડાપ્રધાન મોદીની સાથે 36 રાફેલ એરક્રાફ્ટ માટે એક MoU સાઈન કરી રહ્યાં હતા.

    રાહુલે જેટલીને આપી હતી 24 કલાકની ડેડલાઈન


    - રાહુલ ગાંધીએ બુધવારે ટ્વીટમાં કહ્યું હતું કે, "મામલાના સમાધાન માટે JPC અંગે તમારી શું પ્રતિક્રિયા છે? તમારા સર્વોચ્ચ નેતા પોતાના મિત્રને બચાવી રહ્યાં છે. એટલે બની શકે કે JPCની રચના કરવી સુવિધાનજક ન હોય. આ અંગે વિચારો અને 24 કલાકમાં જવાબ આપો." તેઓએ આ ટ્વીટ અરૂણ જેટલીના તે નિવેદન પર કર્યું હતું જેમાં તેઓએ કહ્યું હતું કે રાહુલ પોતાના સાત ભાષણોમાં રાફેલની અલગ અલગ કિંમત જણાવી છે. તેમના આપવામાં આવેલાં તથ્યો ખોટાં છે. આ અંગે વાત કરવી પ્રાઈમરી સ્કૂલની ચર્ચા જેવું છે.


ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ