Home » National News » Latest News » National » Rahul Gandhi met Lalu Prasad Yadav at AIMS Hospital Delhi

એઇમ્સે ફિટ બતાવી કર્યા ડિસ્ચાર્જ; લાલુએ કહ્યું- મારી વિરુદ્ધ કાવતરું

Divyabhaskar.com | Updated - Apr 30, 2018, 04:14 PM

રાહુલે લાલુને મળીને તેમની તબિયતના સમાચાર જાણ્યા

 • Rahul Gandhi met Lalu Prasad Yadav at AIMS Hospital Delhi
  +1બીજી સ્લાઈડ્સ જુઓ
  રાહુલ ગાંધી મળ્યા લાલુ પ્રસાદ યાદવને.

  નવી દિલ્હી: લાલુપ્રસાદ યાદવને 34 દિવસ પછી અહીંના એઇમ્સમાંથી સોમવારે રજા આપી દેવામાં આવી. તેમને 28 માર્ચના રોજ રાંચી મેડિકલ કોલેજથી ઇલાજ માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. એઇમ્સામાંથી ડિસ્ચાર્જ થતા પહેલા તેમણે મેનેજમેન્ટને ચિઠ્ઠી લખીને લગભગ 5 બીમારીઓનો હવાલો આપ્યો અને કહ્યું કે હાલ તેમની તબિયત ઠીક નથી. આ પહલા સવારે લાલુએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી. રાહુલે લાલુને મળીને તેમની તબિયતના સમાચાર જાણ્યા.

  લાલુ યાદવ અને રાહુલ ગાંધીની મુલાકાત રાજકારણની રીતે મહત્વની

  - ચારા કેસમાં સજા કાપી રહેલા લાલુ યાદવની રાંચીની બિરસા મુંડા જેલમાં તબિયત ખરાબ થઇ ગઇ હતી. ત્યારબાદ તેમને ત્યાંની રિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  - તે પછી હાલત ગંભીર થતા ડોક્ટરોએ તેમને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ રિફર કર્યા હતા, જ્યાં છેલ્લા એક મહિનાથી તેમનો ઇલાજ ચાલી રહ્યો છે.
  - લાલુ યાદવની તબિયતમાં સુધાર થઇ રહ્યો છે. ત્યારબાદ આજે સવારે રાહુલ ગાંધી તેમને મળવા એઇમ્સ પહોંચ્યા.
  - લાલુ યાદવ સાથે રાહુલ ગાંધીની આ મુલાકાત રાજકારણની રીતે ઘણી મહત્વની છે. લાલુ યાદવ જ્યારે રાંચીથી એઇમ્સ આવી રહ્યા હતા, ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીતમાં જણાવેલું કે કોંગ્રેસ વગર કોઇ ગઠબંધન શક્ય નથી.

  ઉપેન્દ્ર કુશવાહા પણ લાલુને મળ્યા

  - રાહુલ પહેલા કેન્દ્રીય માનવ સંસાધન રાજ્ય મંત્રી અને એનડીએના સહયોગી નેતા ઉપેન્દ્ર કુશવાહાએ એઇમ્સ જઇને લાલુ સાથે મુલાકાત કરી અને તેમના ખબર પૂછ્યા.

  - તેમણે પોતે ટ્વિટ કરીને મુલાકાતની જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે કુશવાહાની પાર્ટી RLSP કેન્દ્રની એનડીએ સરકારમાં ભાગીદાર છે.
  - લાલુ યાદવના મોટા પુત્ર અને પૂર્વ સ્વાસ્થ્ય મંત્રી તેજપ્રતાપ યાદવ પોતાની સગાઇ પહેલા એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ત્યાં લાલુ યાદવે તેજપ્રતાપને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા હતા.

 • Rahul Gandhi met Lalu Prasad Yadav at AIMS Hospital Delhi
  રાહુલે પૂછ્યા લાલુના ખબરઅંતર.
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From National News

Trending

વીડિયો વધુ જુઓ